________________
૮૦
અંચલગચ્છ દિન
૩૪. શત્રુંજયગિરિ ઉપર પાસિંહ શાહે બંધાવેલાં જિનાલયના શિધાલેખમાં હરપાલથી આપેલી વંશાવલી આ પ્રમાણે છે. હરપાલ-હરિયા-સિંહજી-ઉદેશી–પર્વત-વરાજ-અમરસિંહ ઈત્યાદિ. પરંતુ જામનગરમાં વર્ધમાન-પઘસિંહના બંધાવેલ જિનપ્રાસાદના શિલાલેખ અનુસાર તેમજ “વર્ધમાન પદ્ધસિંહ એકી ચરિત' નામના ગ્રંથ અનુસાર આ વંશક્રમ અસત્ય સંભવે છે. પ્રમાદને લીધે આમ બનવા પામ્યું હશે.
૩૪૫. લાલનવંશમાં નગરપારકરમાં થયેલા વેલાજીના પુત્ર વરજાંગ તથા જેસાજી પ્રસિદ્ધ પુરુષો થઈ ગયા છે. જેસાજી પિતાની ઉદારતાથી “જે જગદાતાર' કહેવાયો. પીલુડાના ભોજાશાહ પણ પ્રતાપી પુરુષ થઈ ગયા છે. લાલન ગોત્રના વંશજોએ અંચલગચ્છની અને તે દ્વારા જૈનશાસનની અનેક સેવાઓ બજાવેલ છે. આ વંશનો ઇતિહાસ એ રીતે ગૌરવાન્વિત છે. આ વંશના બડભાગી પુરુષો અને તેમનાં સુકૃત્યોનો ઇતિહાસ આ ગ૭ના ઈતિહાસમાં આવશું પ્રકરણ રોકે છે. દેવડા ચાવડે અને દેઢિયા ગોત્ર,
૩૪૬. જેસલમેરમાં સં. ૧૨૫૫ માં દેવડ નામના ચાવડા રજપૂતને પ્રતિબોધ આપીને જયસિંહરિએ જૈનધમાં કર્યો અને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યો. આ અરસામાં અનેક ચાવડા રજપૂતોએ જેનાચાર્યોના ઉપદેશથી જૈનધર્મ સ્વીકારેલ.
૩૪૭. દેવડના પુત્ર ઝામરે ઝાલોરમાં એક લાખ સીતેર હજાર ટંક ખરચીને શ્રી આદિનાથ પ્રભુને શિખરબદ્ધ પ્રાસાદ બંધાવ્યો, વસ્ત્રાદિની લહાણી કરી તથા ધણા બંદીઓને છોડાવ્યા.
૩૪૮. ઝામરને દેઢિયા નામે પુત્ર હતો, જેનાં નામથી એમના વંશજો દેઢિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. દેઢિયાના વંશજ જેઠાણંદ શેઠ ઘણું જ ધનાઢ્ય હતા. તેમણે શત્રુંજયનો મોટો સંઘ કાઢીને ત્યાં એકત્રિત થયેલા જુદાં જુદાં નગરોના બાવન સંઘવીઓમાં અગ્રપદ લીધું તથા ધર્મકાર્યોમાં અઢળક ધન વાપર્યું. આ ગોત્રમાં બીજા પણ અનેક પ્રતાપી પુરુષ થઈ ગયા છે, જેમને વિષે ભગ્રંથોમાંથી અનેક માહિતીઓ ઉપલબ્ધ થાય છે.
૩૪૯. દેઢિયા ગોત્ર સંબંધમાં થોડાક ફેરફારવાળો બીજો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે: ડેડછ અથવા તો ડેડાજીની ભૂમિ સોલંકીઓએ લઈ લેતાં, તે આબૂ તરફ આવ્યું. તે મહાપરાક્રમી હતા. તેણે ત્યાં વસતા મીણ તથા કાઠી લેકેને હાંકી કાઢીને ડેડવા નામે ગામ વસાવ્યું. આ ડેડછ પુનઃ મંડોવર તરફ આવ્યું અને ત્યાં પડિકારની ભૂમિ દબાવી ઓસિયા નજીક ડેટિયા નામનું ગામ વસાવ્યું. ડેડજીનાં ડેઢિયા ગામના વંશજેનું ડેઢિયા ગોત્ર થયું.
૩૫૦. સં. ૧૧૦૦ માં ડેઢિયા ગામ ઓસિયાના પરમારે લઈ લીધું. સં. ૧૨૫૪ માં જયસિંહરિએ ડેઢિયા કુળનાં કુટુંબોને પ્રતિબધી જૈન ધર્માનુયાયી બનાવ્યાં. ત્યાર બાદ તે કુટુંબો સવાલ જ્ઞાતિમાં દાખલ થઈ ગયાં.
૩૫૧. આ દેઢિયાઓની કુળદેવી મામલ માતા છે. મામલદેવી રાઠોડ વંશનાં કકકા મૂળની કન્યા હતી અને ચાવડાવંશનાં ડેઢિયાકુળમાં પરણી હતી. પાછળથી તેણે શક્તિ થઈને દેઢિયાકુળને વરદાન આપ્યું હતું.
૩૫ર. કચ્છમાં ગુર્જર ઓશવાલોની જ્ઞાતિમાં તેમજ જોધપુર અને જેસલમેરની વચ્ચે એસિયાના પ્રદેશના પરમાર કુટુંબમાં આ ગોત્ર છે. મારવાડી ભાષામાં “ડ” ઉચ્ચાર “ઢ” થતું હોવાથી ત્યાં આ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com