________________
અંચલગચછ દિગ્દર્શન
ઉદયવંત ઉદિલ જાસ કુલ સુગણહ જાણે, સુરાસુત વડવીર વલી છે ભરમે ચારુ, જગમાં જયવંત હીર સકલ જેણે કીધે વારુ. અનુક્રમે વલી ભોજ અલી મંત્રી મંડ, જયવંત સુત જાણીયે
ભેજાણી ભૂપત ભલા વસુધામાંહે વખાણી. નાગડા ગેત્રમાં થઈ ગયેલા પ્રસિદ્ધ પુરુષોનાં સુકૂન્યનો ઈતિહાસ પ્રેરણાદાયક છે, જે અંગે પાછળથી દષ્ટિપાત કરીશું.
લાલન ગોત્ર.
૩૩૫. નાગડા ગોત્રની જેમ લાલન ગોત્રનું સ્થાન પણ અંચલગચ્છને ઇતિહાસમાં અદ્વિતીય છે. સં. ૭૧૩ માં ઝાલરનાં સેનગીરા સેઢા વંશનો કાન્હડદે નામને સોલંકી રાજપૂત રાજ્ય કરતા હતા. સ્વાતિ આચાર્યના ઉપદેશથી તેમણે જૈનધર્મ અંગીકાર કરે. અને ઝાલરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવેલું. એમના વંશજોએ જૈન ધર્મની મોટી સેવાઓ કરી છે.
૩૩૬. કાન્હડદેનું વંશવૃક્ષ આ પ્રમાણે છેઃ (૧) કાન્હડદે (૨) રાયધણ (૩) વાહ, જે રીસાઈને પાલણપુર આવ્યો. (૪) ગ્યાસુદેવ (૫) વાહડ (૬) લુંગે છે, તેને સહજ અને આશધર નામે પુત્રો થયા. (૭) આશધર (2) પુણ્યપાલ (૯) જીણોજી (૧૦) ધરણાજી (૧) પદાજી, જેણે જૈન ધર્મનો ત્યાગ કર્યો. (૧૨) ગેહજી (૧૩) પર્વત, તેને પથાળ, નગાઇ તથા વીરાજી નામના ત્રણ પુત્રો થયા. એમની ગરાસભૂમિ થરપારકરમાં પીલુડામાં હોવાથી તેઓ ત્યાં જઈને વસ્યા. (૧૪) પાજી, તેની જમાદેવી નામની પત્ની હતી, તેઓ પીલુડામાં વસતા હતાં. (૧૫) રાવજી, તેઓ સં. ૧૧૭૩ માં પીલુડાના ઠાકોર થયા. તેમને સારાદેવીથી રાણાજી અને કાનાજી તથા રૂપાદેવીથી લખધીરજી અને લાલણજી નામના પુત્ર થયા. કારનો દેવસિંહ નામનો ઓસવાળ વણિક મંત્રી હતા.
૩૩૭. રાવજી ઠાકોર, રૂપાદેવીએ તથા લાલણજીએ સં. ૧૨૨૯માં જૈનધર્મ સ્વીકાર્યો તે વિષે અમરસાગરસૂરિ કૃત વર્ધમાન પદ્ધસિંહ શ્રેણી ચરિત્રના પ્રથમ સર્ગમાં વિસ્તૃત વર્ણન છે. પારકર દેશમાં સિંધુ નદીના કાંઠા ઉપર વાડીઓથી રમણીય પીલુડા નામનું ગામ છે. ત્યાં શતા વગેરે ગુણથી શોભતો, પ્રજાનું પાલન કરતા રાવજી નામને ચંદ્રવંશી રાજા વસતિ હતા. તેને રૂપદેવી નામની સુશીલ રાણીથી લક્ષધીરજી અને લાલણજી નામના બે પુત્રો હતા. દુષ્કર્મવેગે લાલણને દેડ કાઢયુક્ત થતાં માતા-પિતા દુ:ખી થયાં. તે રાજાને મંત્રી દેવસિંહ જૈનધર્મ પ્રત્યે આદરમાનવાળો સુબ્રાવક ગુણોથી યુક્ત હતા. તે સમયમાં વિધિપક્ષગચ્છના ભૂષણરૂપ જયસિંહસૂરિ શોભતા હતા, જેમને સત્કાર સિદ્ધરાજે કર્યો હતો. સંવેગ રંગવાળા, શાસ્ત્ર-સાગરના પારગામી, કાલીના પ્રસાદને પ્રાપ્ત કરનારા, પોપકારી, જે સુવિહિતે વાદમાં દિગંબરોને જીત્યા હતા તથા લાખ ક્ષત્રિયને બોધ પમાડ્યો હતો.
૩૩૮. વિચરતા તે સૂરિજી, મુનિઓ સાથે પીલુડા ગામમાં પધાર્યા, ત્યારે દેવસિંહ વગેરે શ્રાવકોએ દેશ-કાલોચિત ભક્તિ કરતાં તેમનો પ્રવેશ કરાવ્યો હતો. મધુર દેશના કરતા સૂરિજીનું પ્રભાવવાળું આચરણ સાંભળી રાજાએ લાલણને નિરોગી કરવા ઉપાય દર્શાવવા મંત્રી દ્વારા જણાવ્યું. “જિનશાસનને પ્રભાવ થશે' એમ વિચારી મૂરિજીએ “અષ્ટમપ કરી કાલિકા દેવીનું આરાધના કરવા જણાવ્યું. એ રીતે આરાધન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com