________________
શ્રી જયસિંહસૂરિ રીતે સુંદર પ્રકાશ પાથરે છે. અંચલગચ્છના ઈતિહાસમાં પણ એ પ્રાચીન નગરનું નામ ભૂલાય એમ નથી. હલ્યુડીને તેમાં હસ્તિતુંડ તરીકે અનેક જગ્યાએ ઉલ્લેખ મળે છે. રાઉત ફણગર અને પડાઈઆ ગોત્ર,
૩૨૯. સં. ૧૨૨૪ માં લેલા નગરમાં રાઠોડ વંશના રાઉન સુગરને જયસિંહસૂરિ પ્રતિબંધ આપી જેન કર્યો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં પડાઈઆ ગોત્રથી ઓળખાય છે. આ વંશમાં તિલાણું, મમણિયા વગેરે એકે છે. આ ગોત્રના વંશજો વિશાલા, દાદા, બાડમેર, નગરપારકર, જેસલમેર, બિલાડા વિગેરે ગામમાં વસે છે. આ વંશમાં સમરસિંહ, સાદા, સમરથ, મંડલિક, તલાક ઈત્યાદિ પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા છે, જેમનાં સુકૃત્ય વિશે ભગ્રંમાં અનેક માહિતી ઉપલબ્ધ થાય છે. રાઉત મેહણસિંહ અને નાગડા ગોત્ર.
૩૩૦. થરપારકરમાં આવેલા ઉમરકોટ શહેરમાં પરમાર વંશનો રાઉત મહણસિંહ નામને ક્ષત્રિય જયસિંહસૂરિનો ભક્ત હતો. આચાર્યનો ઉપદેશ સાંભળીને તેણે સં. ૧૨૨૮ માં જે ધર્મ સ્વીકારેલો. તેના વંશજો એશવાળ જ્ઞાતિમાં ભળીને નાગડા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
૩૩૧. નાગડા ગોત્રનાં નામ સંબંધી એક આખ્યાયિકા આ પ્રમાણે સંભળાય છે : મોહસિંહને કાંઈ સંતતિ ન હતી. જયસિંહરિ જ્યારે ઉમરકોટમાં ચાતુર્માસ પહેલા તે વખતે મુવણસિંહે તેમને પુત્ર બાબત પ્રશ્ન કરેલ. આચાર્યના ઉપદેશથી તે જૈનધર્મ રવીકારવા પ્રેરાયેલ. જૈન ધર્મ અંગીકાર કર્યા પછી તેને દેવકરણ, દેવસી, ઉદેસી, લખમણ નામે ચાર પુત્રો થયા, તથા પાંચમે નાગ પુત્ર થશે. નાગપુત્રને રાતદિવસે કરંડિયામાં રાખવામાં આવતા અને દૂધ પાઈને ઉછેરા. મોહણસિંહે એક વખત પોતાનાં દ્રવ્યના ચાર પુત્રો માટે તથા બે પોતાના માટે એમ છ ભાગ કર્યો. ત્યારે નાગપુત્રે પોતાની પૂછડીથી ઝાપડ મારીને તે ભાગે વિખેરી નાખ્યા. આથી તેનો એક ભાગ વધારે કરવામાં આવ્યો છે તેણે પિતાના ભાગ સાથે ભેળવી દીધો. એક દિવસ નાગ ઠંડીથી રક્ષણ મેળવવા ચૂલામાં સુતે હતે. એવામાં મેહસિંહને પેટ પીડા થવાથી શેક માટે તેની પુત્રીએ ચૂલામાં અગ્નિ સળગાવ્યો, જેથી નાગકુમાર બળી મૂઓ. વ્યંતર થઈ તે કુટુંબને દુઃખ દેવા લાગ્યો. પછી તેણે પ્રકટ થઈ કહ્યું કે મારી સ્થાપના કરીને તથા મારા નામથી વંશ ચલાવી મને પૂજે. કુટુંબીઓએ તે કબૂલ કર્યું. અને ત્યારથી તે ચાર ભાઈઓના વંશજો નાગડા ગેત્રથી પ્રસિદ્ધ થયા. ઉમરકેટમાં આથમણી દિશામાં નગરની બહાર ખીજડાનાં વૃક્ષ નીચે નાગની ઊભી ફણાવાળી મૂર્તિ બેસાડી તે ઉપર દેરી બંધાવવામાં આવી એ સંબંધક વનો ભદ્રગ્રંથોમાંથી મળે છે.
૩૩૨. પૂર્વે નાગપૂજાની માન્યતાને આધારે પણ આ ગેત્રનું નામ નાગડા પડવું હોય. અથવા તે નગદ-શરાકીનાં વ્યવસાયથી આ ગેત્રનું નામ નાગડા પડયું હોય એવી માન્યતા પણ સ્વીકારાય છે. આ ગોત્રનું નામ સ્થાનદશક હોવાનું પણ કેટલાક માને છે. જેને ગે સંબંધી આવા અનેક વિકપ જુદી જુદી માન્યતાને આધારે રજૂ કરાયા હોઈને તેનો ઈતિહાસ રહમય બની ગયો છે.
૩૩૩, નાગક ગોત્રમાં પૂર્વે ભિન્નમાલમાં થયેલા ધતદત્ત શેઠનો જે પરિવાર હાલારમાં આવી વસ્યો, તેના વંશજો લઘુ નાગડા ત્રથી ઓળખાવા લાગ્યા. લધુ નાગડાના વંશજો કચ્છમાં જસાપુર, જખૌ, સાંધણ, નલિયા, સાંયરા, પરજાઉ વિગેરે ગામમાં વસે છે.
૩૩૪. નાગડા ગોત્રમાં અનેક પ્રસિદ્ધ પુરુષો થઈ ગયા છે, જેમણે જૈન ધર્મની ઘણી સેવા બજાવી છે. આ વંશના કેટલાક ભાગ્યવંત વંશને માટે કોઈ પ્રાચીન કવિએ નીચે પ્રમાણે કવિત કહેલું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com