________________
અચલગચ્છ દિગ્દર્શન જતાં રસ્તામાં બીજાપુર નામનાં ગામથી બે માઈલ દૂર આવેલાં એક જૈનમંદિરમાંથી ખોળી કાઢ્યો હતો. એ ઉપરથી પ્રે. કીલને નાને નિબંધ પણ લખ્યો હતો. મૂળ લેખ એપિગ્રાફિઆ ઈન્ડિકાના ૧૦ મા ભાગમાં પંડિત રામકરણ દ્વારા પ્રકટ કરવામાં આવ્યો હતો.
૩૨. આ લેખમાં હરિવર્મા અને વિધ્ધરાજનું વર્ણન છે. તેઓ રાખફટ-રાડેડ વંશના હતા. વિદગ્ધરાજે વાસુદેવ નામના આચાર્યના ઉપદેશથી હસ્તિકુંડીમાં એક જૈન મંદિર બનાવ્યું હતું અને શરીરના ભાર જેટલું સુવર્ણ દાન કર્યું હતું. તે દાનના બે ભાગ દેવને અર્પણ કર્યા હતા અને એક ભાગ આચાર્યના ઉપદેશથી ધર્મકાર્યોમાં ખરએ હતા. એ પછી મમ્મટ અને ધવલરાજ અનુક્રમે ગાદીનશીન થયા. ધવલરાજ ભારે પ્રતાપી હતો. જ્યારે મુંજરાજે મેદપાટના અધાટ ઉપર ચડાઈ કરી તેનો નાશ કર્યો અને ગુજરેશને નસાડ્યો ત્યારે તેમનાં સૈન્યને ધવલરાજે આશ્રય આપ્યો હતો. આ મુંજરાજ તે પ્રો. કલહનનાં જણાવ્યા પ્રમાણે માલવાનો સુપ્રસિદ્ધ વાપતિ મુંજ હોવો જોઈએ. કારણ કે તે સં. ૧૦૩૧ થી ૧૦૫૦ની લગભગમાં વિદ્યમાન હતા. મેવાડના રાજાનું નામ છે કે સ્પષ્ટ રીતે આપેલું નથી પરંતુ તે વખતે ખુમાણ નામે ઓળખાતો રાજા રાજ્ય કરતા હોય એમ જણાય છે. ગુજરાતનો નૃપતિ પણ સંભવિત રીતે ચૌલુક્ય વંશનો પહેલે મૂળરાજ હશે. આ શિલાલેખમાં અનેક રાજકીય હકીકતો સંપૂરિત છે.
૩૨૬. હસ્તિકુંડી અંગે પણ ઉક્ત લેખમાં અલંકારિક વર્ણન છે. ઉપર્યુક્ત રાજાઓની રાજધાનીનું એ સમૃદ્ધ અને પ્રસિદ્ધ નગર હતું. તેમાં શાંતિભદ્રસૂરિના ઉપદેશથી ત્યાંના ગોઠિઓએ શ્રી અભદેવ જિનાલયનો પુનરૂદ્ધાર કર્યો. આ જિનાલય વિદગ્ધરાજે બંધાવેલું. મંદિરનો જીર્ણોદ્ધાર થયા પછી સં. ૧૦૫૩ ના માઘ સુદી ૧૭ ને રવિવારને દિવસે પુષ્ય નક્ષત્રના દિવસે–પ્રે. કલહનની ગણત્રી પ્રમાણે ઈ. સ. ૯૯૭ના જાન્યુઆરી માસની ૨૪ મી તારીખે શ્રી ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ટા તથા ધ્વજારોપણ થયાં. આ પ્રતિમા નાહક, જિદ, જસ, સં૫, પૂરભદ્ર અને ગોમી નામના શ્રાવકોએ કમબંધનના નાશને અર્થ અને સંસાર સમુદ્રથી પાર થવાના અથે પોતાનાં ન્યાયપાર્જિત દ્રવ્ય વડે કરાવી છે. ધવલરાજે અઘિટ્ટ સહિત પીપ્પલ નામને કૂવો આ જિનાલયને ભેટ કર્યો હતો.
૩૨૭. હલ્યુડીનગર, હથુંડી ગચ્છ કે ધવલરાજે બનાવેલું ઉક્ત જિનાલય આજે વિદ્યમાન નથી, કિન્તુ તેનાથી એક કપ દૂર સેવાડી પાસે રાતા મહાવીરનું તીર્થ વિદ્યમાન છે. આ તીર્થનો ઉલ્લેખ પ્રાચીન તીર્થમાળાઓમાં અનેક જગ્યાએ છે. શીલવિજયની તીર્થમાળામાં આ પ્રમાણે ઉલ્લેખ છે: રાતવીર પુરી મન આસ.' લાવણ્યસમય બલિભદ્રાસમાં પણ શ્રી વીરપ્રભુના તીર્થ તરીકે ઉલ્લેખ કરે છે. શક્ય છે કે પ્રથમ અને ચરમ તીર્થકરોનાં બે જિનાલયો અહીં હોય. ઉક્ત શિલાલેખ અનુસાર શ્રી ઋષભદેવ જિનાલય, જેને વિદગ્ધરાજે બંધાવેલું, તથા સં. ૧૨૦૮ માં જયસિંહસૂરિના ઉપદેશથી રાજા અનંતસિંહે અથવા તો અખયરાજે બંધાવેલું શ્રી વિરપ્રભુનું જિનાલય. જયસિંહસૂરિએ પ્રતિબંધીને જૈનધમી કરેલા કટારમલજીએ પણ ત્યાં શ્રી વિરપ્રભુનું જિનાલય બંધાવ્યું હેવા સંબંધક ઉલે ભગ્રંથમાંથી મળે છે. શક્ય છે કે કટારમલ્લજીએ ઉક્ત જિનાલયનો ઉદ્ધાર કરાવ્યો હોય.
૩૨૮. હલ્યુડીનું પ્રાચીન ગૌરવ, તેના રાજાઓએ બજાવેલી જે ધર્મની સેવા, તેમણે બંધાવેલાં જિનાલયો, તેમણે કાઢેલાં શાસનો-આજ્ઞાપત્રો ઈત્યાદિ વિષે અનેક માહિતીઓ સારા પ્રમાણમાં ઉપલબ્ધ
ઈને તેનું અધ્યયન રવતંત્ર ગ્રંથની ગરજ સારે એવું વિશદ છે. ઉક્ત હકીકતે શિલાલેખ દ્વારા પણ પ્રમાણિત થતી હેઈને એ બધાને ઈતિહાસ સામાજિક અને રાજકીય ઈતિહાસ ઉપર પણ નિઃશંક
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com