________________
શ્રી સિંહસૂરિ પર બંધાવેલાં જિનાલયના શિલાલેખમાં દેવસાગરજીએ એમને “આર્યરક્ષિતરિના પાટરૂપી કમળ માટે સૂર્યસમાન” કહ્યા છે તે યથાર્થ છે, કેમકે એ પાટી કમળને વિકસિત કરનાર સૂર્યરૂપી જયસિંહસૂરિ જ હતા. જયસિંહરિનાં નિશ્ચયાત્મક નેતૃત્વથી જેનશાસનનો પ્રભાવ વૃદ્ધિ ગત કે એ એક ઐતિહાસિક સત્ય છે. રાઠોડ અનંતસિંહ તથા હથુંડીને ગતકાલ.
૩૨૧. હસ્તિતુંડ નગરનો રાઉત અનંતસિંહ રાઠોડ જયસિંહરિને ભક્ત હતા. અનંતસિંહને અખયરાજનાં નામથી પણ ઓળખવામાં આવે છે. સં. ૨૦૮ અથવા તે સં. ૧૨૨૪માં તેણે જયસિંહસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકારેલો. કહેવાય છે કે રાજ જલોદરના રોગથી પીડાને હ. ઘણું ઉપાયો
જ્યા છતાં તેને રોગ મટયો નહીં. જયસિંહરિના પ્રભાવથી રોગ મટયો. અનંતસિહે શંત્રુજ્યની યાત્રા કરીને હસ્તિતુડમાં શ્રી વીરપ્રભુને પ્રાસાદ કરાવ્યા. તેના વંશજો, ઓશવાલમાં હશુડિયા રાઠોડ ગોત્રથી પ્રસિદ્ધ થયા. રાજાની વિનતિથી આચાર્ય હસ્તિતુ માં સં. ૧૨૦૮ માં ચાતુર્માસ પણ રહેલા.
૩૨૨. હડિયા સંબંધમાં એવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે કે કનોજના રાજા જયચંદ રાઠોડના ભત્રિજા શિયાઇ સિંહ-સિંહજીતનું રાજ્ય કનોજ નજીક બદાયુમાં હતું. શાહબુદ્દીને સં. ૧૨૬૫માં તેનું રાજ્ય નાશ કરતાં શિયજી મારવાડ આવ્યો અને પાલીગામ પર અધિકાર કરી રાજ્ય જમાવ્યું. તેને સોનંગ આદિ ત્રણ પુત્રો હતા. સોનંગજીને ગુજરાતના રાજ ભેળા ભમે સામેત્રા ગામ આપ્યું. તેણે ઈડરનું રાજ્ય પણ પ્રાપ્ત કરેલું. સાળંગજના એક પુત્રથી ઈડરના રાઠોડ વંશમાં રાઠોડની એક હશુડિયા શાખા થર. તેના વંશજોએ જૈનધર્મ સ્વીકારતાં તેમનું કુટુંબ ઓશવાલ જ્ઞાતિમાં દાખલ થયું. સોનંગની ૧૫મી પેઢીમાં સાંગોજી થયા. તેમનાં નામ ઉપરથી તેમના વંશજો સાંગોદત અથવા સંગેઈ ગોત્રથી ઓળખાયા. મુસલમાનેએ ઈડર પર હલ્લાઓ કરતાં સંગોઈ કુટુંબ જોધપુરમાં આવી રહ્યાં. ત્યાં સંગોઈમાંથી સિંગુઈ થઈ, હાલમાં સિંધીને નામે પિતાને ઓળખાવે છે. કેટલાંક સંગેઈ કુટુંબો પારકર થઈ કચ્છમાં કાયમ વસવાટ કર્યો. એમની ગોત્રદેવી સત્યાદેવીની મૂર્તિ સાથે જ ઘોડા ઉપર સવાર થયેલા બોતેર જખદેવાની ઘોડે સવાર મૂર્તિઓ પણ બેસાડેલી હોય છે. આ જખદેવોને સવાલો ઉપરાંત કચ્છના લગભગ દરેક જાતિના લેકે આસ્થાપૂર્વક માને છે. ૩૨૩. હડિયા રાઠોડ રતનસિંહ માટે કોઈ અજ્ઞાત કવિએ રચેલ કવિત આ પ્રમાણે પ્રાપ્ત થાય છે
સાકરગઢ સા પુરુષ, ખારદવા ખેતડા, પુથિયાલને દાનકા માલ અપહો આપે તડા. એમસી લખીપાલ લખ એપમાં કેમ બખાણું, નવખંડ દેશ ખેર દાબડ વડ નામ પરિયાણું. એસવાલ ગોત થારો, અચલ વાચામું લખમી વસી,
વિરમ સુતન કીજે બહુત યુગ યુગ રાજ રતનસી. ૩૨૪. હડીની રાજવેલી આ પ્રમાણે મળે છે: (૧) રાજ હરિવર્મા (૨) વિદગ્ધરાજ, સં. ૯૭૨ (૩) મમ્મટરાજ, સં. ૮૮૮ (૪) ધવલરાજ, સં. ૧૦૧૩ (૫) બાલાપ્રસાદ સં. ૧૧૧૩, ૧૧૧૭. શક્ય છે કે અખયરાજ અથવા તે અનંતસિંહ બાલાપ્રસાદને પૌત્ર હોય. આ રાજાવલી અજમેરનાં સંગ્રહસ્થાનમાં રહેલા શિલાલેખ ઉપરથી પ્રમાણિત થાય છે. આ શિલાલેખ કેપ્ટન બટે ઉદયપુરથી શીરહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com