________________
અંચલગચ્છ દિગદર્શન ૭૪
૩૧૭. ભાવસાગરસૂરિ પણ સંદિગ્ધ રીતે ઉક્ત પ્રસંગને આ પ્રમાણે નિર્દેશ કરે છે. એક વખત કયાંકથી ગુને વાત કરવાને હથિયાર સાથે માણસે આવ્યા. પરંતુ તેઓ ગુસ્ના પ્રભાવથી થંભી ગયા. તેમનાં માતા-પિતા, બાંધ ગુરુ પાસે ભક્તિક આવ્યા. ત્રીજે દિવસે ગુસ્ના પગ ઘેઈને ચરણોદક છાંટવાથી સૌ મુક્ત થયા.
૩૧૮. તેઓ એવો જ એક બીજો પ્રસંગ સંક્ષેપમાં આ પ્રમાણે નોંધે છે. એક દિવસે શિથિલાચારીઓએ ગુરુને મારવાને માટે બેણપ નગરમાં માણસો મોકલ્યા, પરંતુ તેઓ ઘણી વેદના પામ્યા. ગુના પગ દેવાથી એમની વેદના શાંત થઈ અને ગુરુ મહિમા ખૂબ વધ્યો.
કલિંપિ ગુરું થાઉં સંસિય ભડ સરકારે સસ્થા, જાવ સમેયા તથવિ ચંભિયભૂયા તથા સલ્લા. પિય માય બંધહિં ગુરુ પાસે આગયેહિં ભત્તીઓ, તઈય દિણે પગ ધોવણ છંટનાઓ મુકવા જાયા. અન્નય પાસઘેણુવિ ગુહણણથં ચ પિસિયા સુહડા, બિઉણપિ વસઈ દુવારે સરુપ રંગ જુભિયા વલિયા. તસ્મય ઉયરે વેણ સંજાયા આઈ બહુ પગોરહિં,
ન સમઈ તત્તો તપય ધેયણ પાણઉ વિસમિયા. ૩૧૯. ઉકત પ્રસંગે સંક્ષિપ્ત તેમજ સંદિગ્ધ હોવા છતાં ઘણું ઘણું કહી જાય છે. તે વખતે પ્રવર્તમાન રાજકીય અંધાધૂંધીની સાથે ધાર્મિક ગડમથલોની પણ આ ધારા ઝાંખી થાય છે. શિથિલાચાર સામે સિંહસૂરિએ જે તીવ્ર ઝુંબેશ ઉઠાવી હતી તેનું પણ એ પરિણામ હતું. આ દષ્ટિએ જયસિંહસૂરિનું સૌથી મોટું કાર્ય તો એ છે કે રાજવિધ, જનવિરોધ, શ્રેણીવિરોધ ઈત્યાદિની કંઈપણ પરવા કર્યા વિના એમણે શિથિલાચાર તેમજ અનેકની જડ પર કુઠારાઘાત કર્યો. અનેક અવરોધો અને પ્રતિકુળતાઓ વચ્ચે પણ તેઓ અડગ રહ્યા. પિતાનાં ઉચ્ચ ધ્યેયની સિદ્ધિ માટે એમણે પારાવાર સહન કર્યું. પિતાનું જીવન ભયમાં હોવા છતાં તેઓ સ્વીકારેલા માર્ગમાંથી ચલિત થયા નહીં. આ ગુણને લીધે જ તેઓ અન્ય પટ્ટધરોથી જુદા તરી આવે છે. અંચલગચ્છને વિસ્તાર
૩૨૦. આરક્ષિતસૂરિએ અંચલગચ્છની વિચારધારાનો સૂત્રપાત તો કર્યો, પરંતુ એને વ્યાપક બતાવનાર તે જયસિંહસૂરિ જ હતા. આ ગ૭ના પાયા જયસિંહસૂરિએ એવા તે અદા કરી દીધા કે શતાબ્દીઓ વહી ગયા છતાં તે ટકી શક્યા છે. આ ગચ્છને સંગતિ કરીને તેમણે જૈનશાસનની ખરેખર, મહાન સેવા બજાવી છે. અન્ય ગચ્છાના આચાર્યોએ પણ આ દિશામાં મોટો ફાળો નોંધાવ્યો છે અને એ કારણે જ રાજકીય લગામ મુસલમાનોના હાથમાં સરી ગઈ હોવા છતાં શાસનની એકતા ખંડિત થઈ શકી નહીં. જયસિંહરિએ જેનધર્મનાં દ્વાર બધી જ જ્ઞાતિઓ માટે ખુલ્લા મુકી દીધાં, બધાને સમાનાધિકાર આપી એક સત્રમાં બાંધવાના પ્રયત્નો કર્યા. એમનાં પરિશ્રમને પરિણામે અસંખ્ય લોકોએ જૈન ધર્મ સ્વીકાર્યો. રાજાઓ પણ જૈનધર્માનુયાયી થયા. “વર્ધમાનપદ્વસિંહ શ્રેણીચરિત્ર” માં અમરસાગરસૂરિ એમને રુક્ષ ક્ષત્ર વિરોધ એવું બિસ્ત આપીને એમનાં સુકૃત્યોની પ્રશસ્તિ કરે છે. આથી જાણી શકાય છે કે લાખો ક્ષત્રિયોએ એમને ઉપદેશ સાંભળીને જૈનધર્મ સ્વીકારેલું. પદ્મસિંહ શાહે શત્રુંજયગિરિ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com