SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયસિંહસૂરિ ૭૩ આપણે જે ગયા. અજયપાલ પછી ગાદીએ આવેલ બાલ મળરાજ (સં. ર રર-૧૨૩૪) ના સમયમાં મંત્રી સજજન ગુજરાતને મહામાન્ય હતો. તેના નાનાભાઈ આંબાકે સૌરાષ્ટ્રના નાયકનું પદ પણ શોભાવ્યું હતું. મંત્રી આંબાકે જયસિંહરિના ઉપદેશથી સોમનાથ પાટાગમાં શ્રી ચંદપ્રભુસ્વામીના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર પણ કરાવેલ. ૩૨. કુમારપાલનાં મૃત્યુ પછી એમણે પ્રવર્તાવેલા સુવર્ણયુગના અંત આવ્યો. ગુર્જરદેશ-ગુર્જરત્રા – ગુજરાત એ શબ્દ આ સમયમાં સુપ્રસિદ્ધ થયા. સિદ્ધરાજે અને કુમારપાલે ગુજરાતની સંસ્કૃતિનો પાયો સુદઢ કર્યો. ગુર્જરરાજ મંડપમાં તે વખતે એક બાજુએ દિગંબરાચાર્ય કુમુદચંદ્ર, છત્રસેન તથા બીજી બાજુએ શ્વેતાંબરાચાર્ય દેવમૂરિ, હેમચંદ્રાચાર્ય તથા સિંહરિ સામસામા સમર્થ વાદ કરતા હતા. આ તરફ રાજકુટુંબ અને સૈન્યના જગદેવ સરખા રજપૂત તથા સજજન સરખા વણિક સરદારે ઠાઠથી બેસી યુદ્ધ વિષય ચર્ચતા. સિંહાસનની એથમાં રહી સતુ, મુંજાલ અને ઉદયન એ વણિક મંત્રીઓ વ્યવસ્થા કરતા તથા ન્યાય ચૂકવતા. રાજસભામાં આગળની હારમાં લાલાભાર, ભંગડભાટ, ચંચભાટ, ડબલભાટ વિગેરે વિજય-પ્રશસ્તિથી રાજમંડપ ધાવતા. ખરેખર, ગુજરાતને એ સોનેરી કાળ હતે. અજયપાલ ગાદી ઉપર આવતા જ એ તેજવંતા યુગ પર પડદો પડે !! ધાર્મિક ક્ષેત્રે ગડમથલ. ૩૩. રાજકીય ક્ષેત્રે અંધાધુંધી ઘેરી બનતી ગઈ. મુસલમાનોનાં ધાડાં હવે ગુજરાત ઉપર ઉતરવાં લાગ્યાં અને રાજકીય તેમજ સાંસ્કૃતિક દમલાઓ કરતાં ગયાં. આવી વિરાટક પરિસ્થિતિએ ધાર્મિક ક્ષેત્રે પણ ગડમથલ ઊભી કરી. એમાંથી બચવા અને જૈન સંઘને સુવ્યવસ્થિત તેમજ સુદઢ રાખવા એ વખતના સમર્થ આચાર્ય હેમચંદ્રાચાર્યને બધાયે ગચ્છાની એકતાને વિચાર ઉદ્ભવ્યો હશે. મેતું ગરિએ આ અંગેનો નિર્દેશ લધુતપદીમાં આ પ્રમાણે કર્યો છે: ૩૧૪. હેમચંદ્રાચાર્યે વાહકગણિની પ્રેરણાથી જયસિંહરિને કહ્યું કે તમે બિઉણપ તટથી સધડો સંધ એકત્રિત કરી એક સમાચારી કરો. ગુએ ઉત્તર આપ્યો કે જે તે ગો એક થઈને નક્કી કરશે તો અમે પણ તેમજ કરશે. વાહકગણિ વગેરે વિચારવા લાગ્યા કે એથી તો આપણામાં જ વિરોધ પડશે. તેથી સર્વ સંધ સમક્ષ અંચલગચ્છવાળા સંધ બહાર છે' એવી ઉદષણા કરાવવા એક માણ-- સને ઊભો કર્યો, પણ તે ઉપણ કરનારે ત્રણવાર એમ ઉદ્ઘોષણા કરી કે, “વિધિપક્ષ વિના બીજા સર્વ સંધ બહાર છે ” ૩૧૫. ઉોપણ કરનારને લાંચ આપવામાં આવી છે એમ કરાવીને જુદા જુદા માણસોને ઊભા કર્યા પણ બધાએ તેવી જ ઉપણું કરવાથી સૌ મુંઝાયા. જયસિંહરિને શિક્ષા કરવા વાહકગણિએ વિચાર્યું. જ્યસિંહરિને મારવા માટે બે, બંદરે લાઠીધારી માણસે મોકલાવવામાં આવ્યા. તેઓ ત્યાં જઈ ગુરુને જીવરક્ષા માટે કરણથી પૂઠ પ્રમાતા જેઈને પરસ્પર લડી અને જમીન પર પડયા. ગુનું ચરણામૃત છાંટવાથી સો બચવા પામ્યા. ૩૧૬. એ દરમિયાન પાટણમાં વાહકગણિ શુળના વ્યાધિથી પીડાવા લાગ્યા. હેમચંદ્રાચાર્યે તેમને પૂછ્યું કે તમે કાનો અપરાધ કર્યો છે? વાહકગણિએ યથાસ્થિત વૃત્તાંત જણાવતાં હેમચંદ્રાચાર્યે કહ્યું કે એ વ્યાધિ બીજા કોઈથી ભેટે તેમ નથી, કિંતુ આર્ય રક્ષિતસૂરિના ચરણોદકથી જ મટશે, તેથી તે પાણી મંગાવીને તેમને સ્વસ્થ કર્યા. ૧૦ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy