________________
૭૨
અંચલગચ્છ દિન
સ્વીકારવામાં ક્યાંય વાંધા જેવું નથી. સમદશી હેમચંદ્રાચાર્યનાં મૃત્યુ પછી એ પ્રસંગ બનવા પામ્યો હશે, કેમકે એમનાં મૃત્યુ પછી અનેક ખટપટો ઊભી થયેલી.
કુમારપાલ પછી,
૩૦૭. આપણે જોયું કે હેમચંદ્રાચાર્ય સં. ૧૨૨૯માં અને પછી છ મહિના બાદ કુમારપાલ રાજા પણ સં. ૧૨૩૦ માં મૃત્યુ પામ્યા. ગુજરાતની ગાદી કમનશીબે અજયપાલ જેવા નૃપતિના હાથમાં આવી પડી. તેણે ગાદીએ આવતાં જ તેના કાકા કુમારપાલે બંધાવેલાં જિનાલયો તોડી નંખાવ્યાં. રામચંદસરિ તથા કપદિ. વાહ! આદિ મંત્રીઓને મારી નંખાવ્યા, અને રાજકીય તેમજ ધાર્મિક ક્ષેત્રે પરિસ્થિતિ ડામાડોળ કરી દીધી. - ૩૦૮. અજયપાલે તારંગાનાં જિનાલો તોડવાનો વિચાર કર્યો. આભડ શ્રેણીએ રાજાના કપમાંથી આ જિનાલયો બચાવવા યુક્તિપૂર્વક કામ લીધું. કહેવાય છે કે તેણે રાજાના પ્રીતિપાત્ર શીલણ ભાંડને ખૂબ દ્રવ્ય આપીને એક કૂખો અજમાવ્યો. શીલણે એક સાંઠીનો સુંદર પ્રાસાદ તૈયાર કરાવ્યો. એ પછી રાજાને તેના પાંચ પુત્રો તથા એ પ્રાસાદ ભળાવ્યાં અને વિનતિ કરી કે, “મહારાજ ! મારે પુત્ર છે. તેમના માટે બધી વ્યવસ્થા છે. હું હવે વૃદ્ધ થયો છું, આથી હું તીર્થયાત્રાએ જવાની ઈચ્છા રાખું છું. તે મને આજ્ઞા આપે કે હું મારા જીવનનું કલ્યાણ કરું.' આવી રીતે રાજાની આજ્ઞા લઈ સૌની પાસેથી વિદાય માગીને એક દિશા તરફ ચાલવા લાગ્યો. એટલામાં જ તેના પુત્રોએ ડાંગ મારીને પ્રાસાદ તોડી નાખી જમીનદોસ્ત બનાવ્યો. અવાજ સાંભળી શીલણ પાછો આવ્યો અને પુત્રોને ઉદ્દેશીને તિરસ્કારથી બોલવા લાગ્યો : “રે અભાગિયાઓ ! આ કુપ છે છતાં સારે છે, કેમકે તેણે પોતાના પિતાનાં મરણ પછી તેનાં ધર્મસ્થાનો પાડી નાખ્યાં, જ્યારે તમે કુપુત્રો તે તેનાથી યે વધુ અધમ છો, કારણ કે તમે તે હું સો ડગ ભરું એટલી રાહ જોઈ નહીં.' રાજા આ સાંભળીને શરમાઈ ગયો. તેણે દેરાસરો તેડવાનું કામ બંધ રાખ્યું. આમ બાકીનાં દેરાસર બચી ગયાં. જેનોએ આ સમયે જૈનગ્રંથોને બચાવવા જેસલમેર જેવા સુરક્ષિત પ્રદેશમાં મોકલી આપ્યા.
૩૦૯. રાજા અજયપાલ તેના નીચ સ્વભાવના કારણે ત્રીજે વર્ષે પિતાના અંગરક્ષક વેજલના હાથે માર્યો ગયે. એ પછી સોલંકી રાજવંશની અવનતિ શરુ થઈ.
૩૧૦. અજયપાલ ધમધ શિવ હ. ગાદી ઉપર બેસતાં જ તેણે જેને ઉપર જુલમ ગુજારવા માંડે. દુર્ગારામ કેવળરામ શાસ્ત્રી, અજયપાલ જૈન ધર્મને કદર વિરોધી હોવાની વાતમાં શંકા નાખે છે. જૈન ધર્મ વિરૂદ્ધનાં એનાં કાર્યો એમને ઐતિહાસિક જણાતા નથી. પરંતુ અજયપાલે કર, ઉન્મત્ત અને દંશીલી ચાલ ચલાવી છે એમાં કંઈ શક નથી, અને એ જ કારણે આ જુલમી રાજાનું રાજ્ય લાંબુ ટકી શક્યું નહીં. કર્નલ જેમ્સ ટોડ તો વેસ્ટ ઈન્ડિયામાં અજયપાલ મુસલમાન થઈ ગયો હોવાનું પણ નોંધે છે ! જો કે તે મુસલમાન થયો નહોતે, પણ મુસલમાન લાગે તેવું તેનું વર્તન હતું. એની નીતિને કારણે જ મંત્રી ઉદયન તથા આભડ શ્રેણીની સંતતિમાં ધર્મ પરિવર્તન થવાનું મનાય છે.
૩૧૧. આવી ઉગ્ર પરિસ્થિતિમાં જયસિંહસૂરિ પાટણમાં ઓછું વિચાર્યા હશે. ગુજરાતમાં પણ એમને વિહાર મર્યાદિત જણાય છે. વઢિયાર, મારવાડ, મેવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં એમને વિહાર એ અરસામાં વિશેપ જણાય છે. સામાજિક દૃષ્ટિએ વિચારીએ તે પણ જણાય છે કે તે અરસામાં ભિન્નમાલ તેમજ પાટણના શ્રીમાળી જૈનોનાં ઘણાં કુટુંબ સૌરાષ્ટ્રમાં આવીને વસ્યાં હતાં. અલબત્ત, ઉચ્ચ કેટિના રાજ્યાધિકારીઓ-કપર્દિ, આંબાક, ભાટે ઈત્યાદિ સિંહરિના પરમ ભક્ત હતા. કપર્દિ વિશે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com