________________
શ્રી જયસિંહસૂરિ
અચલગચ્છ,
૩૦૨, અચલગચ્છ નામાભિધાન સંબંધમાં મેતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એક વિસ્તૃત પ્રસંગ છે, જે સંક્ષેપમાં આ પ્રમાણે છે : પરમહંત કુમારપાલને પરગચ્છના ઈર્ષાળુ શ્રાવકોએ ચડાવ્યા કે, “આપ અને અમે ભાદરવા સુદી ને દિવસે સાંવત્સરિક પર્વનું આરાધન કરીએ છીએ. પરંતુ અહીં રહેલા કેટલાક સાધુઓ તે પર્વ ૫ ને દિવસે આરાધે છે. આ ધર્મભેદ આપનાં નગરમાં શોભે નહીં !' રાજાએ બીજાઓની પ્રેરણાથી હુકમ કર્યો કે, “૫ ને દિવસે સાંવત્સરિક પર્વને આરાધનારાઓએ આજથી મારાં નગરમાં રહેવું નહીં.”
૩૦૩. રાજાની આજ્ઞા થવાથી ૫ ને દિવસે સાંવત્સરિક પર્વ આરાધક ભિન્નભિન્ન ગચ્છના સાધુઓ પાટણમાંથી વિહાર કરી ગયા. જયસિંહરિ પણ તે વખતે પાટણમાં જ બિરાજતા હતા. તેમણે યુક્તિપૂર્વક પિતાના એક વાચાળ શ્રાવક દ્વારા રાજાને કહેવડાવ્યું કે, “અમારા ગુરુ ૫ ને દિવસે સાંવત્સરિક પર્વનું આરાધન કરનારા છે. તેઓએ વ્યાખ્યાનમાં આવશ્યક સૂત્રનો પ્રારંભ કર્યો છે. પ્રથમ તેઓ નવકાર મંત્રનું વિવરણ કરે છે. આથી તેઓ તે વિવરણ સમાપ્ત કરીને જાય કે અધૂરું મૂકીને જાય ?' રાજા આ સાંભળીને શોધયુક્ત દ્વિધામાં પડ્યો. ગુરુ અંગે પૃછા કરતાં હેમચંદ્રાચાર્યે કહ્યું કે, “રાજન ! તેઓ આપના પરિચિત દિગંબરો પર વિજય મેળવનારા, મહાપ્રભાવક, મંત્ર તંત્ર આદિ વિદ્યાના પારગામી, વિધિપક્ષગ૭ના સિંહરિ છે. તેઓ પ્રકાઃ વિદ્વાન હોઈને બાર વર્ષ સુધી પણ માત્ર નવકારમંત્રનું વિવરણ કરવા સમર્થ છે. તેઓને ક્રોધ ઉપજાવે એ પણ હિતકર નથી.'
૩૦૪. આ સાંભળી રાજા તરત જ રાજસભામાંથી ઊઠી જયસિંહસૂરિ પાસે ઉપાશ્રયમાં ગયે. અને હકીકત વિસ્તારથી નિવેદિત કરી ક્ષમા યાચી. જયસિંહરિએ રાજાને જણાવ્યું કે, “રાજન ! એમાં આપનો કેઈ અપરાધ નથી, અમે તે હમેશાં ક્ષમાયુક્ત કર્મસ્વભાવ પર જ શ્રદ્ધા ધરાવીએ છીએ, કોધ કરતા નથી. પરંતુ તમારી બુદ્ધિમાં જે વિપર્યસ થયેલ જણાય છે, તે ખરેખર, તમારું સ્વલ્પ આયુ સૂચવે છે. માટે હવે તમારે ધર્મકાર્યોમાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ.” આ સાંભળી રાજા હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને સઘળો વૃત્તાંત જણાવ્યો. નિમિત્ત શાસ્ત્રમાં વિચક્ષણ હેમચંદ્રાચાર્યે પણ સત્ય જાણીને રાજાને કહ્યું કે, “રાજન !
જ્યોતિષ શાસ્ત્રના પારંગત જયસિંહસૂરિએ સઘળું સત્ય કહેલ છે. હવે આપે ધર્મારાધનમાં જ તત્પર થવું.” એ પછી રાજા ધર્મારાધના કરતા સાતમે દિવસે મૃત્યુ પામ્યો.
૩૦૫. ઉક્ત પ્રસંગ ભીમશી માણેક ગુપટ્ટાવલીમાં થાક ફેરફાર સાથે આપે છે અને જયસિંહ સુરિ અચળ રહ્યા એટલે એમના ગચ્છનું નામ અચળગચ્છ તરીકે પ્રસિદ્ધ થયું એમ અંતમાં વર્ણવે છે. પ્રાચીન ગ્રંથોમાં પણ આ પ્રસંગ નથી. માત્ર મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી સંસ્કૃત પદાવલીમાંથી આ પ્રસંગ જાણવા મળે છે.
૩૦૬. ઐતિહાસિક દૃષ્ટિએ વિચારીએ તે ઉક્ત પ્રસંગ અવિશ્વસનીય જણાય છે. પદાવલીમાં કુમારપાલનું મૃત્યુ હેમચંદ્રાચાર્ય પહેલાં બતાવ્યું છે તે તદ્દન અસ્વીકાર્ય છે. ઈતિહાસકારોએ સિદ્ધ કર્યું છે કે હેમચંદ્રાચાર્ય કુમારપાલ પહેલાં સં. ૧૨૨૯ માં મૃત્યુ પામ્યા. એમનાં મૃત્યુથી છ મહિના પછી કુમારપાલ રાજા સં. ૧૨૩૦ માં મૃત્યુ પામ્યો. આ ઐતિહાસિક બાબતોમાં કયાંયે મતભેદ નથી. પદાવલીમાં વર્ણાયેલા અસંબંધિત પ્રસંગે અને અનેક ખલના-યુક્ત હકીકતની ભેળસેળથી તેમાં રહેલાં ઐતિહાસિક પ્રમાણે અને તેની પ્રમાણભૂતતા શંકિત બની ગયાં છે. પરંતુ જયસિંહરિ યુક્તિપૂર્વક પાટણમાં રહ્યા હશે અને તેઓ અચળ રહ્યા હોઈને તેમનો પરિવાર અચળગ૭નાં નામથી પ્રસિદ્ધ થયો હશે એ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com