________________
وفي
અચલગચ્છ દિગ્દર્શન ઘટ મંગાવી નાખ્યો. કહેવાય છે કે તેણે ઘટસરસ્વતીને એમાં સ્થાપેલી એટલે સરસ્વતી વાદ કરે અને ગુરુ ઉત્તર આપે. એ ઘટ ભાગી જતાં જ દિગંબરાચાર્યને એક જ પ્રશ્નમાં જીતી લેવામાં આવ્યા. શરત મુજબ છત્રસેન જયસિંહસૂરિના શિષ્ય થયા અને એમના અનુયાયી શાલવીઓએ તાંબર ધર્મ સ્વીકાર્યો. શ્રી નેમિનાથ પ્રમુખ તેઓ સાથે લાવેલાં જિનબિંબને કણદોરો કરાવી શ્વેતાંબરીય પ્રતિભાઓ કરાવી. ભગવાન શ્રી નેમિનાથની પ્રતિમા પીરાણ પાટણમાં ત્રિસેરી પિળમાં છે. શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ રાજનગરના ઈલમપુરમાં છે, તથા પદ્માવતીદેવીની પણ ઈલમપુરમાં સ્થાપના થઈ, જે હમણાં જમાલપુરમાં છે. છત્રસેન પ્રતિ દિગબર યતિઓએ પણ અંચલગચ્છની સમાચારી સ્વીકારી છત્રસેનનું નામ છત્રહ રાખવામાં આવ્યું હોઈને એમનો પરિવાર અંચલગચ્છમાં હ“શાખાથી પ્રસિદ્ધ થયે.
૨૯૮. મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી સિવાય અન્ય કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં ઉક્ત પ્રસંગેનો કોઈ ઉલ્લેખ ન હોઈને તે સંબંધમાં પ્રમાણભૂત રીતે વિશેષ પ્રકાશ પાડી શકાતું નથી. ઉક્ત પદાવલીમાં એ પ્રસંગ સં. ૧૨૧૭માં બન્યો હોવાનો નિર્દેશ છે. કુમારપાલનાં અધિપત્યમાં એ વખતે અણહિલ્લપુર પાટણ ભારતનાં તે સમયનાં સર્વોત્કૃષ્ટ નગરોમાંનું એક ગણાતું. વ્યાપાર અને કલાકૌશલ્યથી તે ઘણું ચઢેલું હતું. પાટણની ખીલવણીમાં શાલવીઓનો પણ સુંદર હિસ્સો હોઈને રાજા તે જ્ઞાતિનું બહુમાન કરતા. શાલવીઓની શાલાપતિ જ્ઞાતિના મૂર્તિ–લેબો પણ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાતિના લેકે મોટે ભાગે પાટણમાં વસવાટ કરે છે. તેમનાં બંધાવેલાં જિનાલયો અને ઉપાશ્રયો હાલ વિદ્યમાન છે.
૨૯૯. સેરિસા તીર્થની ઉત્પત્તિ અંગે કહેવાય છે કે છત્રાપાલીય ગચ્છના દેવેન્દ્રસૂરિએ સેરિસામાં આવી જમીનમાંથી એક મોટી પાટ કઢાવી અને તેની જિનપ્રતિમાઓ બનાવવા માટે પદ્માવતી દેવીનું આરાધન કર્યું. દેવીએ જણાવ્યું કે “સોપારકના એક અંધ સ્થપતિને બોલાવી લાવી તેની પાસે પ્રતિમાઓ તૈયાર કરાવો. જે તે એક જ રાતમાં પ્રતિમાઓ ઘડીને તૈયાર કરી આપશે તો તે મહાપ્રભાવક થશે.” સેરિસાના સંઘે તે સ્થપતિને બોલાવ્યો અને તેને ફલહી–પાટ આપવામાં આવી. સ્થપતિએ એક જ રાતમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઘડીને તૈયાર કરી. પ્રતિમાની છાતીમાં એક મસો રહ્યો હતો તેને દૂર કરવા પતિએ તે સ્થળે હળવે હાથે ટાંકણું લગાવ્યું ને ત્યાંથી લોહીની ધારા વછૂટી. આચાર્યે આંગળી દાબી લેહીને રેકી દીધું. તે પછી બીજી એવી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી. આચાર્ય તે જ રાત્રે બીજી ચાર પ્રતિભાઓ પિતાની દિવ્ય શકિતથી બહાર લાવવાના હતા. ત્રણ પ્રતિમાઓ તે આવી અને સવાર પડી ગઈ. એથી પ્રતિમા લાવતાં જ્યાં પ્રભાત થયું તે સ્થળે પારાસણનાં ખેતરમાં પધરાવી. પ્રતિમા રાત્રે બનેલી હોવાથી તેનાં અવયવો સાફ દેખાતા નથી. ગૂર્જરેશ્વર કુમારપાલે અહીં ચેથી પ્રતિમા ભરાવી ચૌમુખજીની સ્થાપના કરી, તે જ પ્રતિમાઓ આજે પણ પૂજાય છે.
૩૦૦. સેરિસ તીર્થ સ્થાપક છત્રાપાલીયગચ્છને દેવેન્દ્રસૂરિ એ કોણ? આ ગ૭ વિદ્યમાન ન હાઈને તેમજ વિશેષ માહિતી પ્રાપ્ત ન હોઈને તેને વિષે પ્રમાણભૂત રીતે કશું જ કહી શકાતું નથી. ત્રિપુટી મહારાજ “જેન પરંપરાને ઈતિહાસ” ભા. ૨, પૃ. ૪૦૩ માં અંચલગચ્છમાં સં. ૧૨૧૭ માં છત્રહથિી જે શાખા નીકળેલી તે જ છત્રાપાલીયગછ હોવાની સંભાવના દર્શાવે છે. આ સંભાવના કાળક્રમની દૃષ્ટિએ પણ સ્વીકાર્ય છે.
૩૦૧. જયસિંહસૂરિએ દિગંબર વાદી છત્રસેન ભટ્ટારકને વાદમાં પરાજિત કર્યા એ વાતનું સૂચન અમરસાગરસૂરિએ “વર્ધમાન પદ્ધસિંહ શ્રેષ્ઠીચરિત્ર'ના પ્રથમ સર્ગના ૧૨ મા શ્લોકમાં આ પ્રમાણે કર્યું છે: વા નિકંતતિપદા જયસિંહસૂરિએ બીજે દિગંબર વાદીઓને વાદમાં પરાસ્ત કર્યા હોય એ પણ શક્ય છે.
www.umaragyanbhandar.com Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat