________________
શ્રી જયસિંહસૂરિ તેમનું વય તે વખતે માત્ર ત્રણ જ વર્ષનું હતું! અલબત્ત, એમને યુગને આ વિવાદ એક મહાન પ્રસંગ હત, કેમકે શતાબ્દીઓ સુધી એની અસર રહી. વાદનાં પરિણામે દિગંબરાચાર્ય હારનાં દિગંબરોને ગુર્જરભૂમિ તજવી પડી.
૨૯૪. ઉક્ત ઐતિહાસિક વિવાદ પ્રસંગે જયસિંહરિ માત્ર ત્રણ વર્ષની જ કમળ વયના હતા; એ પ્રસંગથી સોળેક વર્ષ પછી તે તેઓ દીક્ષિત થયા, એ વિષે આપણે જોયું. સ્ત્રી મુકિત પામી શકે કે
યક અંચલગચ્છનું મંતવ્ય પણ અહીં ઉલ્લેખનીય છે. શતપદીમાં મહેન્દ્રસિંહરિ યાપનીય તંત્ર નામના ગ્રંથને હવાલે આપીને જણાવે છે –સ્ત્રી અજીવ નથી, અભવ્ય નથી, દર્શન વિધિની નથી, અમાનવ પણ નથી. અનાર્ય દેશમાં જ જન્મી છે એમ પણ નથી. અસંખ્યાત આયુષ્યની પણ નથી. અતિ ક્રર મતિવાળી પણ નથી. તે ઉપશાંત મોહ ગુણકાણું પ્રાપ્ત ન કરી શકે એમ પણ નથી. શુદ્ધાચારિણી નહીં જ હોય એવું પણ નથી. અશુદ્ધ બુદ્ધિવાળી જ હોય એમ પણ નથી. ક્રિયારહિત જ છે એમ પણ નથી. અપૂર્વકરણ ન કરી શકે એમ પણ નથી. નવગુણઠાણું ન જ પામી શકે એમ પણ નથી. અગલબ્ધિવાળી છે એમ પણ નથી. અકલ્યાણનું જ ભાજન છે એમ પણ નથી. માટે તે ઉત્તમ ધર્મની સાધક શા માટે ન થાય ? આથી, જે સ્ત્રી ઉત્તમ ધર્મની સાધક થઈ શકે તે તે જ ભવે મુક્તિ પણ પામી શકે એ સિદ્ધ થાય છે. છત્રસેન ભટ્ટારક અને તેમના શાલવી અનુયાયીઓ,
૨૫. રાજા સિદ્ધરાજનાં મૃત્યુ પછી કુમારપાલ સં. ૧૧૯૯ માં ગુજરાતની ગાદી ઉપર આવ્યો. તે એક અદ્વિતીય આદર્શ નૃપતિ હતો. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી તે જૈન ધર્મના અનુયાયી બન્યો હતે. જૈન ધર્મનું તેણે એવું ઉત્કૃષ્ટતાથી પાલન કર્યું કે તે પરમાતનાં બિરુદથી સર્વત્ર પ્રસિદ્ધ થયું. તેણે બધા દેશોમાં અમારિ પડદની ઘોષણા કરાવેલી. તેનાં શાસન દરમિયાન છત્રસેન ભટ્ટાર સાથે જયસિંહસૂરિએ કરેલા વાદને વૃત્તાંત ભીમશી માણેકે “ગુપટ્ટાવલી ” માં આ પ્રમાણે વર્ણવ્યો છે:
૨૮૬. એક દિવસ રાજા પિતાંબર પહેરીને શ્રી પાર્શ્વનાથજીની પૂજા કરતો હતો, તે વખતે મુંગીપટ્ટણથી આવેલા તેના મિત્રે કહ્યું કે આ વસ્ત્રો પવિત્ર નથી. રાજાએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે અમારા મુંગીપટ્ટણનો રાજ મદનશ્વિમ જેટલાં વસ્ત્રો તૈયાર થાય છે તેને પ્રથમ પિતાની સૈયામાં મૂકાવે છે અને પછી વ્યાપારીઓને આપે છે. આ વાતની ખાત્રી કરવા રાજાએ પોતાના રાજદૂતને મોકલ્યો અને વાત ખરી જણાઈ. આથી તેણે શાલવીઓને પિતાનાં નગરમાં નિમંત્ર્યા અને કાયમી વસવાટ કરવા વિનતિ કરી. શાલવીઓએ કહ્યું કે અમે અમારી સમગ્ર જ્ઞાતિ, અમારા ગુરુ છત્રસેન તથા અમારા દેવોની પ્રતિભાઓ સાથે જ આવીએ. રાજાએ તેમની વાત કબૂલ રાખતાં સૌ પીરાણ પાટણ આવીને વસ્યા. તેમની વસ્તીથી પાટણમાં સાત પુરા વસ્યા. તેમણે પોતાનાં વ્યવસાય કૌશલ્યથી પાટણનું નામ સુંદર પટોળા દ્વારા દૂરદૂરનાં દેશમાં ગાજતું કરી દીધું. બધે સંભળાતું કે પટોળા તે પાટણનાં જ!
૨૯૭. આ શાલવીઓ દિગંબર જૈન ધર્મનુયાયી હતા. તેઓ રાત્રે દેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાનની પૂજા કરતા તે રાજાને ગમતું નહીં. તેઓ શ્વેતાંબરપથી થાય એ સંબંધમાં હેમચંદ્રાચાર્ય સાથે રાજાએ વિચારણા કરી. આચાર્યનાં સૂચનથી રાજાએ જયસિંહરિને છત્રસેન સાથે વિવાદ કરવા વિનતિ કરી અને તેમને હરાવી શ્વેતાંબરપંથી બનાવવા જણાવ્યું. જયસિંહરિ કબૂલ થયા. અને બન્ને વચ્ચે વિવાદ થયો. વાદવિવાદમાં છ દિવસ વીતી ગયા એટલે રાજાની ઉત્સુકતા વધી. હવે ઝટ પરિણામ આવે એવું કરવા રાજાએ જયસિંહમૂરિને જણાવ્યું. સાતમે દિવસે જયસિંહરિએ શિષ્યને શીખવીને છત્રસેન ભટ્ટારકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com