________________
અચલગચ્છ દિગ્દર્શન ૨૮૮. મંગલાચરણમાં કુમુદચંદે કહ્યું-રાજન્ ! તારા વશની સરખામણીમાં આ અનંત આકાશ પણ ભ્રમર જેવું દીસે છે, આથી વધુ કહેવાની મારી જીભ ચાલતી નથી. દેવસૂરિએ મંગલાચરણ કર્યું કેહે ચૌલુક્યરાજ ! સ્ત્રીઓને પણ મોક્ષની પ્રાપ્તિનું વિધાન કરનાર વેતાંબરોથી વિકસિત અને ફુરાયમાન કીતિ વડે જે મનહર લાગે છે; નયમાર્ગોના વિવિધ પ્રકારો અને અંગે જેમાં દર્શાવ્યા છે અને પરવાદીઓનાં ગવને સદા પરાજ્ય કરનારા હાથીઓ જેવા કેવળજ્ઞાનીઓ જેમાં વસે છે, એવું તારું રાજ્ય અને જિનેશ્વર ભગવે તેનું શાસન ચિરકાળ જય પામો!
૨૮૯. વાદવિવાદની શરૂઆત પહેલાં વિદ્વાનો વચ્ચે શબ્દ ગમ્મત ચાલી. કુમુદચંકે હેમચંદ્રાચાર્યને પૂછવું જ તમ? છાશ પીધીને? હેમચંદ્રાચાર્યે જવાબ આપ્યો કે આ૫ અસત્ય કેમ બોલે છે ? વૃદ્ધ છો એટલે? ત તુ શ્વેતં મતિ ન તુ પિતÆા છાશ તો ધોળી હોય છે. પીળી હોતી નથી, સમસ્યાને? કુમુદચંદ્ર આથી કહ્યું કે તું હજી બાળક છે. તારી સાથે વાદ શ કરવો ? હેમચંદ્રાચાર્યે જવાબ વાળે કે બાળક કોણ છે? જેને લંગોટી પણ ન હોય તે. આપ જુઓ છો કે મેં તે કપડાં પહેર્યા છે !!
ર૯૦. હળવા વિનોદ પછી મૂળ ચર્ચા શરૂ થઈ. વાદી કુમુદચંકે વિપક્ષ રજૂ કર્યો કે સ્ત્રી જૂઠ, કપટ, તુચ્છતા વગેરેનું ઘર છે, તેથી મોક્ષ માટે તે સર્વથા અયોગ્ય છે. પ્રતિવાદી દેવસૂરિએ સિદ્ધ કર્યું કે, સ્ત્રી મહાન શક્તિ છે. તીર્થકરોની માતા સીતા, સુભદ્રા, રામતી, અનસૂયા વગેરે દેવી સ્વરૂપ નારીઓ સાત્વિક્તાનાં પ્રતીક છે. સ્ત્રી પિતાનાં સત્તથી મેક્ષપદ પામવાને યોગ્ય છે. આમાં પ્રથમ ૫૦૦ પ્રશ્નો અને તેના ૫૦૦ ઉત્તરો થયા, તેમાં ૨૫ દિવસ વીતી ગયા.
૨૯૧. મૌખિક વાદમાં કુમુદચંદ્ર પરાસ્ત થતાં, લેખિત વાદ થયો. તેમાં કટોકેટિ શબ્દ ઉપર કુમુદચંકે વાંધો લીધો કે તે અશુદ્ધ છે. એ સમયે રાજાની સૂચનાથી પ્રસિદ્ધ વ્યાકરણ જ્ઞાતા ૫. કાકલ કાય પાણિનીય તેમજ શારાયન વ્યાકરણનાં ‘ટાપટીપ' સૂત્રથી નિર્ણય આવે કે કેટકટિ, કેટીકેટિ અને કટિકાટિ એ ત્રણે શબ્દ વ્યાકરણસિદ્ધ અને વિશુદ્ધ છે. આથી, વાદી કુમુદચંકે પોતાનો પરાભવ અનુભવ્યો, અને મંત્રતંત્રનું શરણું લીધું.
૨૯૨. મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી અંચલગચ્છની પદાવલીથી જાણી શકાય છે કે તાંબર પક્ષ તરફથી ન્યાયશાસ્ત્ર માટે દેવસૂરિ, ધર્મશાસ્ત્ર માટે હેમચંદ્રાચાર્ય અને મંત્રતંત્રના પ્રયોગોના વિષય માટે જયસિંહસૂરિ, જેઓ તે વખતે ઉપાધ્યાયપદે હતા, તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. કુમુદચંદ્ર મંત્રતંત્રને આશ્રય લીધે એટલે જયસિંહસૂરિએ તેને વળતો પ્રત્યુત્તર આપ્યો. મુહપત્તિ આકરી લેવાના, કુમુદચંદ્રને સ્તંભન વિદ્યાથી થંભાવી દેવાના ચમત્કારિક પ્રસંગે એ પદાવલીમાં છે. આથી કુમુદચંદ્રની હાર થઈ. વેતાંબર જીત્યા અને પરિણામે દિગંબરોને ગુજરાત છોડવું પડ્યું. રાજા સિદ્ધરાજ જયસિંહસૂરિનાં કાર્યથી પ્રભાવિત થયા અને એમની ખૂબ જ પ્રશંસા કરી. એમને યુગપ્રધાનપદ પણ આપ્યું. દેવસૂરિ વાદીદેવસૂરિનાં નામથી સુપ્રસિદ્ધ થયા. કુમુદચંદ્ર પુનઃ પ્રતિકાનપુર ચાલ્યા ગયા.
૨૯૩. ઉક્ત પટ્ટાવલી સિવાય જયસિંહસૂરિએ કુમુદચને મંત્રતંત્રમાં પરાજિત કરેલા એવો એકેય પ્રાચીન ગ્રંથમાં ઉલ્લેખ નથી, એટલું જ નહીં એ વિવાદ સંબંધમાં નિર્દેશ સુદ્ધા નથી. એ વિવાદ સં. ૧૧૮૧ માં થયેલ હોઈને, જયસિંહસૂરિ જેસિંગનાં નામથી પારાપટ્ટનમાં જ શૈશવમાં મહાલતા હતા! * પ્રભાવક ચરિત–વાદિદેવસૂરિ પ્રબંધમાં આ પ્રમાણે બ્લેક છે –
चंद्रष्टे - शिववर्षेऽत्र ११८१ वैशाखे पूर्णिमा दिने । आहूतौ वादशालायां तौ वादि-प्रतिवादिनौ ॥ १९३.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com