________________
શ્રી જયસિંહસૂરિ મુનિ લાખો રચિત ગુપટ્ટાવલીમાં પણ સં. ૧૨૦૨ માં મંદાઉરિશ્રમમાં આચાર્યપદ થયું એવો ઉલ્લેખ મળે છે. કવિવર કાઃ રચિત ગચ્છનાયક ગુર રાસમાં પણ સં. ૧૨૦૨ માં મંદાઉ નગરમાં આચાર્યપદ મળ્યું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
૨૮૨. ભાવસાગરસૂરિ પદમહોત્સવ રથળ બાબતમાં જુદા પડે છે. સંવત પણ તેઓ આપતા નથી, પરંતુ પાંચ વરસ પછી–એમ તેઓ દર્શાવતા હોવાથી સં. ૧૧૯ માં દાઢતા પ્રાપ્ત થઈ હદને પદમહોત્સવ સંવત ૧૨૦૨ જ કરે છે. બેણપ નગરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આચાર્ય પદ પામ્યા એમ તેઓ જણાવે છે. અલબત્ત, મોટા ભાગના પ્રાચીન ગ્રંથે તો મંદેર ગરને જ પદમહોત્સવ સ્થળ તરીકે ગણાવે છે, એટલે એ જ વધુ સ્વીકાર્ય જણાય છે. મેતુંગમુરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં પદ મહોત્સવ સ્થળ તરીકે માંડલો ઉલ્લેખ છે તે ત્રિાંત છે. માંડલ શંખેશ્વરતીર્થ પાસે અને મોરપુર પાવાગઢતીર્થ પાસેનાં સ્થળે હાઈને ભિન્ન છે. નામમાં રહેલાં સામ્યથી આ ગંભીર ભૂલ થયેલી જણાય છે.
કુમુદચંદ્ર સાથે વિવાદ
૨૮૩. જયસિંહરિના સમયમાં થયેલ આ વિવાદ એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણાય છે. આ વિવાદની અસર દૂરગામી હતી, કેમકે એને પરિણામે દિગંબરીઓને દેશપાર થવું પડયું હતું. પ્રભાવક ચરિતમાં વાદિદેવસૂરિ પ્રબંધમાં આ વાદનું સમગ્ર કથન મૂ યેલું છે. આ વાદનું વર્ણન તે વખતમાં થયેલા યશચંદ્ર પાંચ સર્ગમાં રચેલ મુદિત કુમુદચંદ્ર નામનાં નાટકમાં યથાસ્થિત વિસ્તૃત આપ્યું છે. આ બધાનો સંક્ષેપ સાર જાણવા જેવો છે.
૨૮૪. એકવાર કર્ણાટકીય દિગંબર વિદ્વાન કુમુદચ કે એક વૃદ્ધ ભવેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદથના કરી. સાધ્વીએ દેવસૂરિ પાસે જઈને ઉત્તેજક વાણીમાં હકીકત કહી. વિશેષમાં ઉમેર્યું કે અમારી વિડંબના જોવા માટે જ આપને આચાર્ય બનાવવામાં આવ્યા છે ? તમારી મેટાઈ અને વિદ્વત્તા શું કામની ? શત્રુને ન છતાય તો હથિયારનું પ્રયોજન શા કામનું ? ઈત્યાદિ. આ પ્રસંગ ઉક્ત વાદનું નિમિત્ત બન્યો. અને સં. ૧૧૮૧ ના વૈશાખ સુદી ૧૫ ને દિવસે સિદ્ધરાજની રાજસભામાં તેની અધ્યક્ષતામાં જૈનધર્મની શ્વેતાંબર અને દિગંબર નામની બે મુખ્ય શાખાઓ વચ્ચે પરસ્પર એક ચિરસ્મરણીય પ્રચંડ વાદ થયો. આ વિવાદમાં કર્ણાટકીય દિગંબરાચાર્ય કુમુદચંદ્ર વાદી અને ગૂર્જરોય નાબાચાર્ય દેવમૂરિ પ્રતિવાદી હતા.
૨૮૫. દિગંબની માન્યતા હતી કે કેવલી આહાર ન કરે, વસ્ત્ર ધારણ કરનાર મેલે ન જાય અને સ્ત્રી મુક્તિપદ ન પામી શકે. વેતાંબરનું મંતવ્ય હકારમાં હતું. બન્નેનું પ્રતિજ્ઞાપત્ર એવું હતું કે જે પક્ષ હારે તે દેશ છોડીને ચાલ્યો જાળ્ય. જો કે પં. લાલચંદ્ર ગાંધી જેવા વિદ્વાને દિગંબરોની દેશપાર થયાની હકીકતને વિશ્વસનીય ગણતા નથી.
૨૮૬. કહેવાય છે કે રાજમાતા મયણલ્લદેવીને પિયરને કારણે દિગંબરાચાર્ય તરફ પક્ષપાત હતો, પરંતુ તેમને સમજાવવામાં આવ્યાં કે દિગંબરે સ્ત્રીને મુક્તિ ન મળે એવી માન્યતા ધરાવે છે. આથી રાજમાતાએ દિગંબરો તરફનો પક્ષપાત છોડી દીધું. જો કે રાજ્યના કપાધ્યક્ષ મંત્રી ગાંગિલ નાગર, દિગંબરોના પક્ષપાતી રહ્યા.
૨૮. દિગંબરે રફથી કુમુદચંદ્ર તથા રાવ પવિતા હતા. શ્વેતાંબરો તરફથી દેવસૂરિ, હેમચંદ્રાચાર્ય, ભદ્રસૂરિ, કવિચક્રવર્તિ શ્રીપાલ, કવિરાજ અને ભાનચંદ્ર હતા. રાજસભાના સભાસદો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા. ઘણાં દૂર દૂરથી લેકે આ પ્રસંગે એકત્રિત થયેલા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com