________________
=
=
અંચલગચ્છ દિગ્દર્શન હતા તે અંગે નિર્દેશ અમસાગરસૂરિ કૃત “વર્ધમાન પદ્મસિંહ ડી ચરિત્ર'ના પ્રથમ સર્ગના ૧રમાં શ્લોકમાંથી મળી રહે છે–
गच्छ श्री विधिपक्षभूपणानभाः श्री सिद्धराजार्चिता
आचार्या जयसिंहसूरिमुनयः संवेगरंगांकिताः । वादे निर्जितदिक्पटाः सुविहिताः शास्त्राम्बुधेः पारगा
लक्षक्षत्रविबोधका परहिताः काली-प्रसादा वभुः ॥ ૨૭૮. આપણે જોઈ ગયા કે આર્ય રક્ષિતસૂરિનું મુખ્ય ધ્યેય ચૈત્યવાસને જડમૂળથી ઉખેડી નાખવાનું અને સુવિહિત માર્ગની પ્રતિષ્ઠા કરવાનું હતું. એમને પગલે પગલે જ જયસિંહસૂરિને ચાલવાનું હતું. એ વખતની પરિસ્થિતિનું ચિત્ર આપણને વિચક્રવતિ જયશેખરસુરિ “પ્રબોધ ચિંતામણિના છઠ્ઠા અધિકારમાં અપ્રત્યક્ષ રીતે આપે છે: ઉન્મત્તપણાં ને પ્રમોદને વશ મુનિઓની બહુમતિ હતી. તેના ફળસ્વરૂપે જિનાગમોને અભરાઈએ ચડાવવામાં આવ્યા હતા. જુદી સમાચારીના ભેદે લેકને એવા મોહિત કરી નાખ્યા હતા કે તેને આગમોનાં વચન પર પ્રતિદિન વિશ્વાસ ઉઠવા લાગ્યો. પ્રભુતાની આંધળી દોટે કાળો કેર વર્તાવ્યું. એક ગચ્છમાં હોવા છતાં ધમાં હોવા છતાં, સાધુઓમાં નિષ્કારણ કલેશ ઉત્પન્ન થતો. પગે ચાલવું, પૃથ્વી પર સૂવું ઈત્યાદિ બાહ્યાચારને રહેવા દઈ સાધુઓમાં સારભૂત નિષ્કપાયપણું પ્રચલિત ન હતું. કેટલાક સાધુઓ શ્રાવકવૃંદ અને શિષ્ય પરિવાર વિસ્તારવાના મોડમાં અંધ થયા. કેટલાક મિથ્યાતી પર પ્રભાવ પાડવામાં અશક્તિમાન સાધુઓ અન્ય સાધુઓની વધતી જતી પ્રતિ! જોઈ તેમના
થી થયા, હૈદક અને જયોતિષમાં પોતાનો ગજ વાગે તેમ લાગતાં, કેટલાક સાધુઓ સાધુપણું ભૂલી એ માગમાં પ્રવ્રુત્ત થયા. આવી વિકટ પરિસ્થિતિમાં જયસિંહસૂરિનું ચારિત્ર્ય અંધકારમાં પ્રજળતા દીપક જેવું પ્રકાશનું હતું. આયરક્ષિતસૂરિએ ચીંધેલા માર્ગને એમણે આદર્શ રીતે અપનાવ્યો હાઈને ગ્રંથકારોએ આર્ય રક્ષિતસૂરિના પટને કમળતી અને જયસિંહસૂરિને રાજર્ડસની ઉપમા આપી અનેક પ્રશસ્તિઓ રચી છે !! પદ મહોત્સવ
૨૭૯. સં. ૧૨ ૦૨ માં ગુરુને મંદીરમાં આચાર્યપદ આપીને આર્ય રક્ષિતસૂરિએ એમનું જયસિંહસૂરિ નામ આપ્યું. ભીમશી માણેકની ગુપટ્ટાવલીને અનુસરીને ડૉ. જહોનેસ કલાટ સિંહસૂરિના આચાર્ય પદને સંવત ૧૨૩૬ અને આર્યરક્ષિતસૂરિના આચાર્યપદને સંવત ૧૨ ૦૨ દર્શાવે છે, પરંતુ તે નિમ્નલિખિત પ્રમાણોને આધારે અસ્વીકાર્ય કરે છે. જો એ સંવત સ્વીકારવામાં આવે તો જયસિંહસૂરિનું આચાર્યપદનું વર્ષ તેમના શિષ્ય ધમષસૂરિના પદમહોત્સવ સં. ૧૨ ૩૪ થીયે પાછળ થાય !!
૨૮૦. શતપદીમાં મહેન્દ્રસિંહરિ એવું નોંધે છે કે યશચંકગણિને મુનિચંદ્રસુરિ સંતતીય રામદેવમૂરિએ પાવાગઢ પાસે મંદેરપુરમાં પાર્શ્વનાથ જિનાલયમાં ત્યાંના રાઉત ચંદ્રશ્રાવક પ્રતિ વડેદરા, ખંભાત ઈત્યાદિ સ્થળોના સંઘે એકત્રિત કરી સં. ૧૨૦૨ માં આચાર્યપદે અભિષિક્ત કર્યા અને એમનું જયસિંહસૂરિ એવું નામ રાખવામાં આવ્યું. રામદેવમૂરિ અને જયસિંહસૂરિ વચ્ચે સ્નેહભાવ અન્ય પ્રમાણથી પણ જાણી શકાય છે. રામદેવમૂરિના પદમહોત્સવ પ્રસંગે સિંદસૂરિના શ્રાવકોએ ઉત્સાહપૂર્વક ધન ખરચેલું એમ ભદગ્રંથોથી જાણી શકાય છે.
૨૮૧. મેરૂતુંગસૂરિ લઘુશતપદીમાં જણાવે છે કે યશચંદ્રગુણિને પાંચ વર્ષમાં-એટલે કે સં. ૧૨૦૨ માં વપર સમયના પારગામી થતાં ભરપુરના સંઘે તેમને આચાર્યપદ દઈ જયસિંહરિ એવું નામ આપ્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com