________________
શ્રી જયસિંહસૂરિ દીક્ષા અને એ પછીનું જીવન
ર૭૨. રાજા સિદ્ધરાજની મુલાકાત પછી તેની સુચના અનુસાર જેસિંગ થરાદ ગયો, જ્યાં આર્ય રક્ષિતસૂરિ બિરાજતા હતા. આચાર્યને વંદન કરવા જેસિંગ ઉપાશ્રયે ગયો. પરંતુ તે વખતે ગુરુ દેવદર્શને ગયા હતા. આથી ત્યાં વણી ઉપર પડેલે અંધ તેણે જોવા માંડ્યો. આર્યની વાત તો એ છે કે એ દશવૈકાલિસૂત્રની ઉ૦૦ ગાથાઓ એક વખત વાંચવાથી જ એને કહ્યું થઈ ગઈ! ગુરુ પણ એની જ્ઞાનપિપાસા અને બુદ્ધિમત્તા જોઈને અંજાઈ ગયા હશે ! ડીવારમાં જ ગુરુ આવ્યા. જેસિંગે દીક્ષા લેવાની પોતાની ભાવના ગુરુ આગળ વ્યક્ત કરી. ૧૮ વર્ષના એ તેજસ્વી કુમારને જોઈને આચાર્યનું હૈયું પુલકિત થયું. સ. ૧૧૯૭ માં એમને દીક્ષા આપી ગુરુએ એમનું યશચંદ નામ આપ્યું.
૨૫૭૩. પદાવલીમાં દીક્ષા સં. ૧૧૯૩ ના માગશર સુદી ૩ ને દિવસે થઈ હોવાનો અને સં. ૧૧૯૭ માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત થયાનો ઉલ્લેખ છે. પં. લાલન જે. ધ. પ્રાચીન ઇતિહાસમાં દીક્ષા સંવત ૧૧૯૦ જણાવે છે. પરંતુ આ બન્ને સંવત અસ્વીકાર્ય છે. મહેન્દ્રસિંહસૂરિ શતપદીમાં, મેરૂંગસૂરિ લઘુતપદીમાં, મુનિ લાખા “ગુપટ્ટાવલી ”માં, કવિવર ટાન્ડ ‘ગચ્છનાયક ગુરુરાસ ”માં દીક્ષા–સંવત ૧૧૯૭ જ દર્શાવે છે. મહેન્દ્રસિંહરિ એમનું દીક્ષા પર્યાયનું નામ પણ થશચંદ્ર હેવાનું નેધે છે.
૨૭૪. પટ્ટાવલી વર્ણવે છે કે થરાદના સંઘે ખૂબ જ ઉત્સાહપૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવ્યો. જેસિંગનાં માતાપિતાએ પણ એ મહોત્સવ પ્રસંગે બે લાખ ટંક દ્રવ્ય ખરચું, દીક્ષા આપતી વખતે જયસિંહ મુનિ નામ રાખવામાં આવ્યું. પદાવલીમાં એમના દેહનું વર્ણન પણ છે. સાળ અંગુલ લાંબું, સાત અંગુલ પહોળું અને જાણે કેમના તિલકવાળું હોય એમ પહેલેથી જ તિલકનાં લક્ષણવાળું તેજસ્વી તો એમનું લલાટ હતું. આ વર્ણન ઉપરથી એમની શરીર સંપત્તિની અને દેહકાંતિની આપણને ઝાંખી થઈ શકે છે. એમની સુડોળ, ઘાટીલી અને સપ્રમાણ અંગવ્યવસ્થાનું સૌષ્ઠવ પણ અપૂર્વ હશે.
ર૭૫. એમની યાદશક્તિ તે અભૂત હતી. એક વખત જ વાંચવાથી એમને કંઠસ્થ થઈ શકતું. માત્ર ત્રણ વર્ષમાં જ એમણે ત્રણ કરોડ ક પરિમાણના ગ્રંથ જીભને ટેરવે રમતા કરી દીધા ! ભાવસાગરસૂરિ જણાવે છે કે માત્ર પાંચ વર્ષમાં જ તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, અલંકાર અને આગમાદિ શ્રતસાગરના પારગામી થયા. દર્શનસાગરજી આદિનાથ રાસમાં એમની જ્ઞાનપિપાસા આ . શબ્દોમાં વર્ણવે છે: “સાત કોટિ ગ્રંથ મુખે જેહને...”
રહ૬. જયસિંહસૂરિનાં સમ્યક્ત્વ માટે ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં વિશેષમાં જણાવે છે કે તેઓ પરિવાર સહિત બે દિવસને આંતરે વિહાર કરતા. પ્રાયઃ ગામડામાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ તેઓ રહેતા; અને એ રીતે તેઓ ઉગ્રવિહારની સ્થિતિને પામ્યા. કવિચક્રવતિ જયશેખરસૂરિ ઉપદેશ ચિંતામણીની પ્રશસ્તિમાં એમનાં નિઃસંગપણ વિષે આ પ્રમાણે કહે છે –
मौलि धुनोति स्म विलोक्य यस्य निःसंगतां विस्मितचित्तवृत्तिः ।
श्री सिद्धराजः स्वसमाजमध्ये सेोऽभूत्ततः श्री जयसिंहसूरिः ॥ આમ, જયસિંહરિનાં નિઃસંગપણને જોઈને મનમાં વિસ્મય પામેલે સિદ્ધરાજ પિતાની રાજ્યસભામાં માનથી મસ્તક ધૂણુવતો હતો !
૨૭૭. રાજા સિદ્ધરાજે જયસિંહરિની પ્રતિભાથી પ્રભાવિત થઈ તેમને પિતાની પધદામાં સત્કાર્યો
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com