________________
શ્રી સિંહસૂરિ
પૂર્વ જીવન
૨૬. કોંકણ પ્રદેશનાં રોપારા પટ્ટણમાં ઓશવાળ જ્ઞાતિને કોણ નામે ધનાઢ્ય શ્રેષ્ઠી વસતે હતે. તેને નેઢી નામની સુશીલા પત્ની હતી. એક દિવસ તેણે સ્વપ્નમાં પૂર્ણચંદ્રને જોયો એમ ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેધ છે. પદાવલીમાં એવો ઉલ્લેખ છે કે સ્વપ્નમાં નેઢીએ જિનમંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્યો. આવા સ્વપ્નથી તેને આશ્ચર્ય થયું. પૌષધશાલામાં બિરાજતા અચલગચ્છીય વલ્લભી શાખાના ભાનુપ્રભસૂરિને તેમણે સ્વપ્નની વાત કરી, આચાર્યે કહ્યું કે આ શુભ સ્વપ્નથી તમને શાસનને પ્રોત કરનાર પ્રતાપી પુત્ર થશે, જે સંસારનો ત્યાગ કરી સંયમ સ્વીકારશે. એ પછી નવ માસ વીત્યે સં. ૧૧૭૯ ના ચિત્ર સુદ ૯ ને દિવસે મધ્યરાત્રિએ નેઢીએ મનોહર બાળકને જન્મ આપ્યો. સ્વMાનુસાર બાળકનું “જિનકલશ' એવું નામ રાખવામાં આવ્યું. અન્ય ગ્રંથકા બાળકનું નામ જેસિંગ હોવાનું જણાવે છે, જે વધુ સ્વીકાર્ય છે.
ર૭૦. બાળક મેટ થતાં પારકમાં પધારેલા કક્કરિનાં વ્યાખ્યાનમાં તે જવા લાગ્યો. આચાર્યનાં મુખેથી જંબૂચરિત્ર સાંભળીને બાળકનાં હૃદયમાં વૈરાગ્યના અંકુર ઊગી નીકળ્યા અને તેણે દીક્ષા ગ્રહણ કરવાની પિતાની ઈચ્છા માતાપિતા પાસે વ્યક્ત કરી. એ પછી જેસિંગ પિતાનાં માતાપિતા સહિત તીર્થયાત્રાએ ચાલ્યો. ખંભાત, ભરૂચ ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી સૌ ગુજરાતનાં પાટનગર પાટણમાં આવ્યાં. દાહડ શ્રેષ્ઠીએ રાજા સિદ્ધરાજને એક લાખ ટંકની કિંમતને હીરાજડિત સુવર્ણહાર ભેટ આપે. રાજાએ પણ તેમનું સન્માન કર્યું. “ગુરુપદાવલી ” માં ઉલ્લેખ છે કે રાજાએ તેમને પાટણ આવવાનું પ્રોજન પૂછતાં, તેમણે બાળકની દીક્ષા લેવાની ભાવના જણાવી. આથી રાજાએ એમને થરાદ જઈ આરક્ષિત મૂરિ પાસે દીક્ષા લેવાનું સૂચવ્યું.
ર૭૧. મેરૂતુંગસૂરિ રચિત લઘુશતપદીમાં જણાવવામાં આવ્યું છે કે જેસિંગકુમારે જંબૂચરિત્ર સાંભળી, પ્રતિબંધ પામીને પોતાના મિત્ર આસધરની સાથે રાજા જયસિંહની પ્રીતિ પ્રાપ્ત કરી, ગુરુ પાસે દીક્ષા લીધી. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં પણ એ પ્રમાણે જ જણાવે છે, પરંતુ મિત્રનું નામ શુભદત્ત આપે છે. કવિવર કન્ડ રચિત ગચ્છનાયક ગુરુ રાસમાં પણ આસધરનાં નામનો ઉલ્લેખ છે જ. આમ પિતાના મિત્ર સાથે માતાપિતાની અનુજ્ઞા લઈને જેસિંગકુમાર પાટણ આવેલે હાઈને સ્પષ્ટ થાય છે કે પદાવલીમાં માતાપિતા સાથે યાત્રાર્થે ગયાને જે ઉલ્લેખ છે તે બરાબર નથી. પિતાના મિત્ર આસધર અથવા તે શુભદત્ત સાથે તે યાત્રાર્થે નીકળ્યું હશે, અને અણહિલપુર પાટણમાં રાજા સિદ્ધરાજને મળ્યો અને એની પ્રીતિ પણ સંપાદન કરી. કવિવર કાન્હ રચિત “ગચ્છનાયક ગુરુરાસમાં પણ જેસિંગકુમાર ખંભાત થઈ પાટણ આવ્યા, અને સિદ્ધરાજને ભેટ્યો એવો ઉલ્લેખ છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com