________________
શ્રી આરક્ષિતસૂરિ
૬૩
નથી, અથવા તે અંચલગચ્છના શ્રાવકે આ સ્થળનું મડાગ્ય સમજવામાં પાછળ રહી ગયા છે એમ કહેવામાં પણ વાંધા જેવું નથી જ! ખરતરગચ્છ ક તપાગચ્છના શ્રાવકાએ પોતાના પ્રભાવક આચાર્યાથી પાવન થયેલાં પુનિત સ્થળોમાં જિનાલયો, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો કે એવાં સ્મારક રચી તે સ્થળોની મહત્તા વધારી છે, ત્યારે આ ગ૭ના સંસ્થાપકનાં જન્મસ્થળનાં એક જિનાલયનું વર્ણન “જૈન તીર્થ ' ભા. ૧, પૃ. ૨૮૨ માં આ પ્રમાણે મળે છે—ગામની પૂર્વ દિશામાં એક વિશાળ જૈન મંદિર ખાલી ઊભું છે. મૂળ ગભારો, ગૂઢ મંડપ, છ ચોકી, સભા મંડપ, શુંગાર એકી અને ભમતીના કોટયુક્ત વિશાળ આકૃતિનું આ મંદિર છે. આખું મંદિર સફેદ પથ્થરથી બનેલું છે. સભા મંડપની કેટલીક છત અને કેટના થડે ભાગ પડી ગયો છે. સામાન્ય જીર્ણોદ્ધારથી આખું મંદિર ટકી રહે એવું છે. આ મંદિરમાંથી મૂર્તિઓ પબાસનના પરિકરે અને ગેખલાના પથ્થરે કાણુ કયારે લઈ ગયું તે જાણવામાં નથી. સંભવ છે કે અહીં કઈ શ્રાવક ન રહેવાથી મંદિરને વધાવી લેવામાં આવ્યું હોય.'
૨૬૮. આ જિનાલયનું વર્ણન, ગતકાલીન આબાદ શહેર દત્તાણીની કે એક વખતમાં ખૂબ જ શક્તિશાળી ગણાતા અંચલગચ્છની સ્થિતિની પણ અપ્રત્યક્ષ રીતે ઝાંખી કરાવે છે ! સામાન્ય જીર્ણોદ્ધારથી એ આખું યે મંદિર ટકી રહે એવું છે ને એનો ઉદ્ધાર કરી અંચલગચ્છનાં બીડાઈ ગયેલાં સુવર્ણપૃષ્ટને કાઈ ઉધાડશે ખરું ? એની ગૌરવમૂલક કથાને કોઈ વાચા આપશે ખરું ?
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com