________________
અચલગચ્છ દિગ્દર્શન ૨૬૩. “રાધનપુર પ્રતિમાલેખસંગ્રહ માં વિશાલવિજયજી મહારાજ જણાવે છે કે ઈતિહાસની દષ્ટિએ જોતાં સમપ્રભસૂરિ સં. ૧૩૫ર માં આવ્યા હોય એવું અનુમાન છે. કારણ કે સં. ૧૩૫૩ની સાલમાં અલ્લાઉદ્દીનના સૂબા અલપખાને પાટણને પાદર કર્યું. તેની સાથે ભીમપલ્લીને આગ ચાંપી. ભીમપલ્લીની જમીનને ત્રણ ચાર હાથ ખોદતાં તેમાંથી બળેલી ઈટના થર અને બીજા અવશેષો મળી આવે છે. આ ભૂમિ ઉપર ઊભા કરેલા સં. ૧૩૫૪, ૧૩પપ અને ૧૩પ૬ ના પાળિયાઓથી પણ એ વાત પુરવાર થાય છે.
૨૬૪. રાધનપુર શહેર વસ્યા અંગેની ત્રિપુટી મહારાજ કે વિશાલવિજયજીની વાત સ્વીકારી શકાય એવી નથી. ભીલડિયાને નાશ ૧૪ મી શતાબ્દીમાં થયો એ ઐતિહાસિક હકીકત હોય તે પણ એમાંથી રાધનપુર વસ્યા અંગેને સંતોષકારક ખુલાસો મળતા નથી. અંચલગચ્છની પદાવલીમાં આરક્ષિતસૂરિની દીક્ષા રાધનપુરમાં થઈ હોવાનો ઉલ્લેખ દર્શાવે છે કે ૧૨ મી સદીમાં આ શહેર આબાદ હતું. આથી, ઉક્ત પ્રસંગથી ત્રણ ચાર વર્ષ પહેલાં આ શહેર વસ્યું હોય એ સંભવિત છે. એ પછી રાધનપુર અંગેના અનેક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જે પાછળથી જોઈશું.
દત્તાણું.
૨૬૫. આરક્ષિતસૂરિનું જન્મસ્થળ દતાણું પ્રાચીન તેમજ ઐતિહાસિક નગર હતું. આજે તો તે એક ગામની શ્રેણિમાં આવી ગયું છે. ખરાડીથી પશ્ચિમ દિશામાં ૧૩ માઈલ દૂર આબૂગિરિની તળેટીમાં ગામ આવેલું છે. અહીંનાં ખંડિત જૈન મંદિરમાં છ ચોકીના ડાબા હાથ તરફના સ્તંભ પર સં. ૧૨૯૮ લેખ છે, તેમાં દતાણી ગામનો ઉલ્લેખ આ પ્રમાણે છે. સં. ૬૨૨૮ ને મંદિર નુર ૧ યુપે दंताणी ग्रामे श्री पार्श्वनाथ चैत्ये श्रे. जयताकेन पुत्र वस्तुपाल श्रेयसे चतुष्किकापदेष्ववं રસર (?) આ લેખ પરથી આ ગામ સં. ૧૨૯૮ પહેલાનું હોવાનું નિશ્ચિત છે અને એ સમયે અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું એમ જણાય છે. આર્થરક્ષિતસૂરિને જન્મ સં. ૧૧૩૬ માં હાઈને આ નગર તેથી પ્રાચીન હોવું જોઈએ.
૨૬૬. રાજકીય ઈતિહાસમાં પણ આ શહેરનું નામ ભૂલી શકાય એવું નથી. દત્તાણ શહેર ગામડામાં ફેરવાઈ ગયું હોવા છતાં, એ અતિહાસિક જગ્યાએ આજે પણ પિતાનું ગૌરવ ગુમાવ્યું નથી. કુરુક્ષેત્રનાં જેવું જ રણક્ષેત્ર હોય તેમ તેનું નામ આજ પણ દત્તાણક્ષેત્ર અથવા હાલ કહેવાતા દતાણીએતનાં નામથી પ્રસિદ્ધ છે. એ રણક્ષેત્રે દેવડાચૌહાણની કીર્તિ એટલી તે વધારી છે કે તેઓને દત્તાણી ખેતરા-દતાણક્ષેત્રવાળા, એવાં ઉપનામથી તેઓની કીર્તિ ગાનાર ભાટ-ચારણો મંગળાચરણમાં જ વધાવી લે છે: “નંદગિરિ નરેશ, કટારબંધ ચહુઆણુ દત્તાણી ખેતરા, જિન જુહાર.” એ બોલ કાન પર આવતાં જ ચૌહાણું રાજપૂતનું શુરાતન બીજા રૂપમાં પ્રકાશિત થઈ દુશ્મનના પગ પાછી પાડે છે. એ રણક્ષેત્રમાં જ સિરાહીના શૂરવીર રાજા રાયમૂરતાણુજીએ મોગલ બાદશાહ અકબરની ફેજ સાથે લડી મટી નામના મેળવી હતી, જેમાં બાદશાહી ફેજની હાર સાથે તેની કુમકે આવેલા નાના મોટા બાવીસ રાજાઓ માર્યા જવાની દંતકથા ચાલી. આજ પણ “બાવીશી કટી’ એવાં નામથી દત્તાણક્ષેત્રનું ગૌરવ વધારવામાં આવે છે, જુઓ “રાજયોગી'ની ભૂમિકા.
૨૬૭. અંચલગચ્છ પ્રવર્તક આરક્ષિતસૂરિ જેવા પ્રભાવક આચાર્યનાં જન્મસ્થળ તરીકે પાવન થયેલું આ પવિત્ર સ્થળ આજે તે અંચલગચ્છના શ્રાવકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ સફળ થઈ શક્યું
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com