________________
શ્રી આર્યરક્ષિતસૂરિ માલનો નાશ કર્યો. અનેક કુટુંબ એ વખતે સ્થળાંતર કરીને ગુજરાત તરફ વળ્યાં. આ બધે ઇતિહાસ પંડિત લાલન ગોત્રસંગ્રહમાં વિસ્તારથી વર્ણવે છે. એની પ્રામાણિકતા ઇતિહાસકાર જ નકકી કરી શકે. એમાં લખાયેલા સંવત ચર્ચાસ્પદ છે. ભાટ-ચારણું કે એવા જ સંવતને એમાં ઉપયોગ થયો છે. પંડિત લાલન પિતે જણાવે છે કે હસ્તલિખિત પ્રાચીન લેબમાં ઉકત મુસલમાન રાજ વિશે લખેલું છે, પરંતુ તે કણ અને ક્યાંનો રાજા હતા તે સંબંધી ઈતિહાસ મળી શક્યો નથી. એટલું ખરું કે આ સમૃદ્ધ નગરે અનેકવાર ચડતી પડતી જોઈ છે. પશ્ચિમ ભારતની સંસ્કાર પ્રવૃત્તિમાં આ નગરનો ફાળો અત્યંત ઉલ્લેખનીય છે. એ નગરની પડતી પછી તેની સમૃદ્ધિ અને સંસ્કારપ્રવૃત્તિ ગુજરાત તરફ વળી. ગુજરાતની વર્તમાન જ્ઞાતિઓ તથા તેમનાં આચાર, વિચાર અને ધર્મ એક અથવા બીજી રીતે આ મહાનગર સાથે સંબંધ ધરાવે છે. એટલે એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે ગુજરાતનું ઘડતર શ્રીમાલનું છે; અને એ ભિન્નમાલશ્રીમાલની ગુજરતા આનત, સૌરાષ્ટ્ર અને લાટમાં વિસ્તરી છે એ નિઃશંક છે. એ અર્થમાં આ પ્રદેશોની ગુજરાત તરીકે પહેલી રાજધાની ભિન્નમાલ કે શ્રીમાલ.
૨૫૮. અંચલગચ્છના ઈતિહાસમાં ભિન્નમાલનું નામ બીજી રીતે પણ કાયમ રહેશે, કેમકે અંચલ ગ૭માં ભિનમાલગચ્છ એવો શાખા-ગ હેવાની પ્રશસ્તિઓ મળે છે, જુઓ ત્રિપુટી મહારાજ કૃત
જેન પરંપરાનો ઈતિહાસ' ભા. ૧, પૃ. ૫૯૯. અંચલગની આ શાખા માટે વિશેષ સંશોધનની જરૂર છે. મુનિ લાવણ્યચંદ્રની પટ્ટાવલીમાં પણ ભિન્નમાલગઇને ઉલ્લેખ છે. રાધનપુર,
૨૫૯. આર્ય રક્ષિતસૂરિને દીક્ષા મહોત્સવ રાધનપુરમાં સં. ૧૧૪૬ ના પોષ સુદી ૩ ને દિવસે સંઘે ઉજવ્ય એવો પદાવલીમાં ઉલ્લેખ છે. આ ઉપરથી જાણી શકાય છે કે આ શહેર કેટલું પ્રાચીન હશે.
૨૬૦. “રાધનપુર ડિરેકટરીમાં રાધનપુરની પ્રાચીનતા વિશે આ પ્રમાણે જાણવા મળે છે–ચાવડા વંશના રદનદેવે , ૬ ૦૨ ના વૈશાખ સુદી ૩ ના રોજ આ શહેર વસાવ્યું, તેથી તેનાં નામ ઉપરથી રદનપુર નામ હતું. જેમ જેમ વખત લંબાતે ગયો, તેમ તેમ નામનાં રૂપમાં ફેરફાર થઈ રાયધણુ નામ કહેવાણું. ઈ. સ.ના સત્તરમા સૈકામાં તે નામ પણ બદલાઈ જઈ રાધનપુર પડવું, અને તે જ નામથી હાલ પણ બોલાય છે. દિનદેવ ચાવડા કેના વંશમાં થયો તે જણાયું નથી, પણ કાતિ કચ્છના પૂર્વ ભાગમાં ચાવડાનું રાજ હતું તેમાંના, અગર તે પંચાસરના ચાવડાના વંશમાંના કોઈ હોય.
૨૬ ૧. “રાધનખાન બલોચ નાં નામ ઉપરથી રાધનપુર પડવું હોય એમ “બોમ્બે ગેઝેટિયર”, વોલ્યુમ ૫ માં અનુમાન બતાવેલું જણાય છે, પણ તેમ બનવા સંભવ ઓછો છે; કારણ કે રાધનખાન બલોચ સત્તરમા સૈકા પહેલાં થયેલ નથી, અને રાધનપુરની આબાદી તે પહેલાંની છે. ઈ. સ.ના તેરમા સેકામાં રાધનપુર નામ હોવાનું જેનાં પુસ્તકો ઉપરથી નીકળી આવે છે.'
૨૬૨. ત્રિપુટી મહારાજ “જેન પરંપરાને ઇતિહાસ ' ભા. ૨, પૃ. ૨૩૯ માં રાધનપુર વસ્યાને ખુલાસે આ રીતે આપે છે–બીડિયામાં સં. ૧૩૩૩ ના ચતુર્માસમાં સં. ૧૩૩૪ બેસતાં બે કાર્તિક મહિના હતા. ચતુર્માસ બીજી કાર્તિક પૂર્ણિમાએ પૂરું થાય, પરંતુ સેમપ્રભસૂરિએ નિમિત્તજ્ઞાનથી જાણ્યું કે, નજીકના દિવસોમાં બેલડિયાનો વિનાશ થવાનો છે એટલે તેમણે પહેલી કાર્તિક પૂર્ણિમાએ ચોમાસું પૂરું કરી તરત વિહાર કર્યો. બીજા પણ સાધુ-સાધ્વીઓ તથા શ્રાવકો ઉચાળા ભરી ગયાં અને તેમણે એક સ્થળે જઈને નિવાસ કર્યો. એ સ્થળે રાધનપુર શહેર વસ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com