________________
શ્રી આર્યરક્ષિતસૂરિ સંપન્ન બન્યાં. ઈતિહાસ કહે છે કે વલભી ભાંગ્યું ને ભિનમાલે એ સંસ્કાર ઝીલ્યા. શ્રી માલ-ભિન્નભાલ એ સમયે ગુજરભૂમિનું મુખ્ય નગર હતું. પ્રભાવશાળી શ્રતધર આચાયોએ એ પ્રદેશમાં ભગવાન મહાવીરની વાણીનો સંદેશવજ રોપ્યો અને એ ભૂમિને દેવગૃહેથી અલંકૃત બનાવી દીધી. પછી તો ભિન્નમાલ પણ ભાંગ્યું અને ગુજરાતની સંસ્કૃતિ કૂચ પાટણ તરફ વળી.
- ૨૪૮. પંડિત લાલન આ નગરનો કંઈક દતિહાસ ગોત્રસંગ્રહમાં આપે છે. આ નગરનો રાજકીય ઈતિહાસ અગત્યનો છે જ, કિન્તુ તેને સામાજિક ઈતિહાસ તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હાલમાં ગુજરાતમાં જે જાતિઓ વસે છે–ચારે વર્ણની, તેનો સંબંધ આ નગર સાથે છે. ગુજરાતના પછીના ! હાસમાં મહત્ત્વનાં કાર્યો કરનાર છે જતિઓ–પિરવાડ, માલી વગેરેના વાસ નગરની કઈ દિશામાં હતા તે વિષે “ શ્રીમાલ પુરાણ' માં વિસ્તૃત હકીકત પ્રાપ્ત થાય છે. યુએનસંગ નામને ચીની મુસાફર પણ તેની યાત્રા-ધમાં આ નગરનો “ પામેલો’ નામથી ઉલેખ કરી તેની ઉન્નતિ વર્ણવે છે. તે ઉપરાંત પ્રભાવક ચરિતમાં પણ બે પ્રકરણમાં આ નગર માં સંક્ષિપ્ત વર્ણન છે. શ્રીમાલ ગુર્જર દેશનું નગર છે એમ એ સ્પષ્ટ રીતે કહે છે.
૨૪૯. આ નગરના રાજકીય ઈતિહાસ ઉપર બેબે ગેઝેટિયરે ઘણા જ પ્રકાશ પાડ્યો છે, તે ઉપરાંત અન્ય પ્રમાણે દ્વારા પણ તે વિષે ઘણું જાણી શકાય છે. યુએનસંગના આધારે ઉત્તરમાં ગુર્જર દેશ હતો જેની રાજધાની ભિનમાલ હતી. આ પ્રસિદ્ધ ચીની પ્રવાસી સં. ૬૯૭ ના અરસામાં અહીં આવ્યો મનાય છે. તે વખત આ નગરને રાજ વ્યાધ્રમુખ ચાપવંશીય હતે. વર્મલાતને સં. ૬૮૨ નો શિલાલેખ પ્રાપ્ત થાય છે. પ્રભાવક ચરિતમાં વર્મલાતને ભિન્નમાલને રાજી કહે છે. પરંપરા પ્રમાણે શ્રીમાલનો ગણુ માધ શિશુપાલ વધમાં વર્મલાતનો ઉલ્લેખ કરે છે, જેના મહામાન્ય માધનો પિતામહ સુભદેવ હતો. માઘને સં. ૫૬ ના અરસામાં મૂકવામાં આવે છે, તે જોતાં ૫૦ વર્ષ પૂર્વે તેને પિતામહું આ વાતને મહામાન્ય હોય એ સંભવે છે.
૨૫૦. જૈન ગ્રંથકારમાં સિદ્ધર્ષિએ “ઉપમિતિભવ પ્રપંચકથા' ભિન્નમાલમાં સ. ૯૬૨ માં પૂરી કરી. હરિભદ્રસુરિની સાહિત્ય પ્રવૃત્તિનું ક્ષેત્ર પણ શ્રીમાલમાં જ હતું. ઉદ્યોતનસૂરિની “કુવલયમાલા કથા” પણ ભિન્નમાલમાં સં. ૭૭૮ માં પૂરી થઈ.
૨૫૧. બ્રહ્મગુપ્ત સં. ૧૨૮ માં સિદ્ધાંત પૂરો કર્યો, ત્યારે વ્યાધ્રમુખ નામનો ચાપવંશનો રાજા હતા. . હ્યુએનસંગ ભિન્નમાલમાં આવ્યો ત્યારે આ રાજા કે તેનો પુત્ર ગાદીએ હશે. જો કે દુર્ગાશંકર શાસ્ત્રી એ મતને રવીકારતા નથી. ભિન્નમાલમાં તો ગુર્જરનું રાજ્ય જ હોવાનો સંભવ તેઓ માને છે.
૨૫૨. ભિન્નમાલને ઈતિહાસ–પ્રસિદ્ધ રાજવંશ તે ગુર્જર પ્રતિહાર. પહેલે નાગભટ્ટ અથવા નાગાવલોક, પછી કાકુસ્થ અને દેવરાજ તેની પછી આવનાર વત્સરાજ એક પ્રતાપી રાજા હતા. દિગંબરાચાર્ય જિનસેન તેને ઉલ્લેખ કરે છે. સં. ૮૩૯ ની પછી નાગભટ્ટ ૨ જે જેને નાગાવલેક પણ કહેતા, તે કનોજના ચકાયુધને હરાવી સમ્રાટ બન્યો. ગ્વાલિયરના શિલાલેખથી જણાય છે કે તેણે આધ, સંધવ, વિદર્ભ, કલિંગ, અને વંશના રાજાઓને પરાજય આપ્યો. અને આનર્ત, માલવા, કિરાત, તુષ્ક, વત્સ અને મત્સ્ય દેશોના ગિરિદુર્ગો સર કર્યા. તેને એક શિલાલેખ સં. ૭ર ને જોધપુરના બુચકલા ગામમાંથી મળ્યો છે, તે ભગવતીને ભક્ત હતા. આ નાગભટ્ટને જૈન ગ્રંથકારો “આમ' નામથી ઓળખે છે. પ્રભાવક ચરિત પ્રમાણે તેનું મૃત્યુ સં. ૮૯૦ માં થયું. રાજ્યવિસ્તાર વધતાં તે તેની રાજધાની ભિન્નમાલથી બદલી કનોજ લઈ ગયો હોય એમ સંભવે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com