________________
૫૮
અંચલગચ્છ દિગ્દર્શન દેવડ રાય ગાંગાના પુત્ર મુનિચંદ્રને “સેલન' પદવી આપી. મુનિચંદ્ર ગુણચંદ્ર નામે પુત્ર થયો. પં. લાલન ગોત્રસંગ્રહમાં નોંધે છે કે એ વખતે આર્ય રક્ષિતસૂરિ બાડમેર પધાર્યા. તેમના ઉપદેશથી તથા જયસિંહસૂરિની પ્રેરણાથી ત્યાંના સંઘે ગુણચંદ્રને સં. ૧૨ માં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યા. એના વંશજો વડેરા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
૨૪૪. ભિન્નમાલને રહેવાશી કાપ ગેત્રીય ગુના નામનો શેઠ ઉદયપ્રભસૂરિના ઉપદેશથી શ્રીમાલી જેન થયો. તેના વંશજ અનાશેઠ ભિનમાલને નાશ થતાં અચવાડી વસ્યા. સં. ૧૧૫૫ માં તેમણે સુવર્ણ ગિરિ પર પ્રાસાદ કરાવીને તેમાં અઢાર ભાર પીત્તલની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. એના વંશજ લાલાના પુત્ર અમરા ઓશવાળ જ્ઞાતિની કન્યાને પરણ્યા. તેમને પુત્ર ખેતસી ભામગીરિ ગામમાં મોસાળમાં ઉછર્યો. એ પછી તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં લાછી શેત્રથી પ્રસિદ્ધ થયા. મામચીરિ ગામમાં ઋભિ શેઠના પુત્ર ઉદેશીએ પચાસ મણની રૂની ગાંસડી ઉપાડી, તેથી લોકો તેને ગટે કહેવા લાગ્યા. પાછળથી તેના વંશજો ગટ ગેત્રથી પ્રસિદ્ધ થયા. ભિન્નમાલની ઉન્નતિ અને તેને નાશ.
૨૪૫. ગુજરાતની પ્રાચીન રાજધાનીનું મુખ્ય નગર ભિન્નમાલ એક સમયે ખૂબ પ્રસિદ્ધ હતું. આ નગરના વસવાટ સંબંધમાં વિશેષ માહિતી અનુપલબ્ધ છે. આ નગર કોણે વસાવ્યું એનો ઈતિહાસ પણ મળતું નથી. જનકૃતિને આધારે આ નગરનું અસ્તિત્વ અતિ પ્રાચીન કાળથી હતું એમ જણાય છે. પુરાણોનાં કથન અનુસાર આ નગરનાં ચાર યુગમાં જુદાં જુદાં ચાર નામે હતાં. સત્યયુગમાં તેનું નામ શ્રીમાલ, ત્રેતામાં રત્નમાલ, દ્વાપરમાં પુપમાલ અને કળિયુગમાં ભિનમાલ હતું. છેલ્લું નામ ભિન્ન અને માલ નામની જાતિઓનાં કારણે પડયું હોવાનું સૂચન હેમચંદ્રાચાર્યનાં લખાણોમાંથી મળી શકે છે. ચાર યુગની કલ્પનાનો ધ્વનિ એ હોઈ શકે કે શ્રીમાલ ચાર વખત કરતાં વધુ વાર લૂટાયું હશે, અને જ યુગની કલ્પનામાં ઘટાવાયું હશે. બીજા બે નામો કરતાં શ્રીમાલ અને ભિન્નમાલ એ નામે જ લોકપ્રસિદ્ધ રહ્યાં છે. શ્રીમાલમાંથી ભિન્નમાલ નામને ફેરફાર કોઈ ઘટનાવિશેષને આભારી જણાય છે. શ્રીથી ભિન્ન એવું ભિન્નમાલ એવો સંકેત જ આમાંથી ફલિત થયો લાગે છે.
૨૪. ઓશવાળ, શ્રીમાલી અને પિોરવાડ એ ત્રણેય મુખ્ય જાતિઓ મૂળ ભિન્નમાલ નગરમાં વસતી હતી. સંજોગ અનુસાર જેમણે ભિન્નમાલ છોડ્યું. તેમણે એ શહેરની હદ-એસ છોડ્યા બાદ જે શહેર વસાવ્યું તેને એસિયા નગર નામ અપાયું. આ નગરનાં રાજા–પ્રજાને શ્રી પાર્શ્વનાથ સંતાનીય રત્નપ્રભસૂરિએ પ્રતિબધી જૈન બનાવ્યા, જે અંગે આપણે ઉલ્લેખ કરી ગયા છીએ. એ નગરના નવોદિત જૈન મહાજનવંશનાં નામથી ઓળખાયા. એ પછી ખંડેલા નગરમાં પ્રથમવાર બાર વાતે એકત્રિત થઈ હતી, ત્યારે જે વંશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા, તેઓ જે નગરથી આવ્યા હતા તે નગરનાં નામ પરથી તેમનાં વંશના નામે સ્થાપિત કરવામાં આવ્યાં; જેમકે ડીસાથી ડીસાવાલ, ખંડેલાથી ખંડેલવાલ, શ્રીમાલ -ભિન્નમાલથી શ્રીમાલી, ડીંડવાણાથી ડડુ, જાલટાપટ્ટણથી જાલોરા, પલ્લીથી પલ્લીવાલ, એસિયાથી ઓશવાલ દાદિ.
૨૪૭. લગભગ દશમા–અગિયારમા સૈકામાં આ નગરમાંથી ૧૮૦૦૦ શ્રીમાલીઓ સ્થળાંતર કરીને ગુજરાતની નવી રાજધાની પાટણ અને તેની આસપાસનાં ગામોમાં જઈને વસ્યા. આ રીતે ભિન્નમાલની સમૃદ્ધિને પ્રવાહ ગુજરાત તરફ વળ્યો અને જોતજોતામાં પાટણ અને ગુજરાત સંપત્તિ અને શક્તિથી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com