SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આરક્ષિતસૂરિ ૫૭ શત્રુંજય પર જિનબિંબની પણ પ્રતિષ્ઠા કરાવેલી. આયંતિસૂરિના ઉપદેશથી એ પ્રતિષ્ઠા થઈ હોવાની સંભાવના છે. કોઈ કારણવશાત રાજ્ય તેના પર રૂઠયો. સહસ્ત્રલિંગના પથ્થરોને ભાટાએ ભલેજનાં સ્થાપત્યોમાં ઉપયોગ કર્યો હોઈને એ કારણે રાજની નાખુશી તેણે વહોરી લીધી હોય એ સંભવિત છે. જિનવિજયજી સંપાદિત શ્રીમાળી જૈન કુટુંબની જૂની વંશાવલીમાં મંત્રી મારા વિશે આ પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે–પૃવિ સરિગ ભાઈ મડિયા ભા. ફલાં, પુ. ભાટા, તે સિદ્ધરાજ જેસિંગદેવ રાયે વ્યાપારી સહસ્ત્રલિંગ ઉપર રાયનું આદેશ ચિત્ત કરી તિડાં પાપણ અણવિ તે પાંચ ગજ લાડલાં દીઠ રખાવઈ વરણ માટે રાયે ગેલેજ ગામ આપે છે. ચિત્તર માંહિ માતર પાસિં નિર્ણિ ગાંમિં પાપાણ મોકલઈ તિણિ ગમિ તલાવ 1 કપ ૧૨ કરાવ્યા. શ્રી શત્રુંજયે પ્રાસાદ બિંબ પ્રતિષ્ઠિત અંચલગ છે. પછિ કાલાંતરે રાજા રઠ દેખી એ પાપાપુની રાવ (?) કીધી. મું. ભારા મંડપદુગે વાસ્તવ્યઃ ભાટ ભા. દેમી પુ. લુંભા ભા. માની પુ. ૧ માધવ ૨ કરાવ...' જુઓ– જૈન સાહિત્ય સંશોધક ” ખ. ૧, અં. ૪. પૃ. ૧૬ ૬. દશા–વીશાને ભેદ ૨૩૯. આર્ય રક્ષિતસૂરિના સમયમાં દશા–વીશાનો ભેદ હોવાને ઉલ્લેખ છે. હીરાલાલ હ. લાલન ગોત્રસંગ્રહમાં કરે છે અને એક પ્રસંગ આ પ્રમાણે નાધે છે : ઉદયપ્રભસૂરિના ઉપદેશથી કાત્યાયન શ્રીમાલી જેનો થયા. તેને મળ પુરુ શ્રીમલ ભિન્નમાલના હનુમંત પાડામાં વસ હતો. તે શ્રી શાંતિનાથ ભગવાનનો ગાણિક અને સાત કરોડ દ્રવ્યનો આસામી હતા. શ્રેણી મુંજા, લીંબા, સામત, જિનદાસ ઈત્યાદિ તેના વંશજો હતા. ૨૪૦. જિનદાસ શેઠ બેણપમાં વસતા હતા. તે વખતે સં. ૧૧૪૫ માં ત્યાં ભીમરાજા રાજ્ય કરતે હતો. તેને સંતાન ન હોવાથી પોતાના પ્રધાન જોગાની પુત્રી માતાને પુત્રી કરીને રાખી હતી. એક વખતે દિવાળીને દિવસે રાજા માનાને પોતાના ખેાળામાં લઈ રાજસભામાં બેઠો હતો. તે વખતે જિનદાસ જુહાર કરવાને રાજસભામાં આવ્યો. તેનું રૂપ જોઈ માના તેના પર મોહિત થઈ. રાજાએ તેને જિનદાસ સાથે પરણવા માટે પૂછયું, ત્યારે માનાએ હા પાડી. પરંતુ જિનદાસે વાંધો લીધો કે, “ અમે વીસા શ્રીમાલી છીએ જ્યારે માનાકુમારીને પિતા દશા શ્રીમાલી છે. એટલે તે કન્યાને હું પરણી શકે નહીં.' પરંતુ રાજાએ બળજબરીથી તે બનેનાં લગ્ન કર્યા. ૨૪. જિનદાસ કે બેપથી અળાંતર કરી આરાસણમાં જઈ વયા, અને તેના વંશજો સં.. ૧૧૮૫ થી લધુસજનીય શાખાના થયા. આરાસણમાં એ પછી મરકી ફેલાઈ અને જિનદાસના વંશજ મંત્રી નાયક કુટુંબ સહિત ઈડરમાં જઈ વસ્યા. શ્રીમાલીઓનું ઓશવાળ થવું. ૨૪૨. આ અરસામાં કેટલાક શ્રીમાલીઓ ઓશવાળ જ્ઞાતિમાં દાખલ થયા. આપણે જોયું કે ભાલેજમાં યશોધન ભણશાલીના જ્ઞાતિબંધુ આભાશેઠનો પરિવાર સં. ૧૧૮૫ માં ઓશવાળ થશે. એવી જ રીતે ઘણ કુટુંબોનું શ્રીમાલીમાંથી ઓશવાળમાં રૂપાંતર થયું હોવાનાં પ્રમાણે ઉપલબ્ધ બને છે. - ૨૪૩. સં. ૧૦૦, માં ભિનમાલમાં પરમાર અને સોમકરણ નામે રાજા રાજ્ય કરતો હતો. અંચલગીય વલ્લભી શાખાના જયપ્રભસૂરિના ઉપદેશથી તે જૈન થયો. સં. ૧૧૧૧ માં મુસલમાનોએ ભિન્નમાલને નાશ કરતાં તેના વંશજ રાય ગગા બાડમેર આવીને વસ્યા. ત્યાંના પરમારવંશીય રાજા Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy