________________
અંચલગચ્છ દિગ્દર્શન કેટલાક કદાગ્રહીઓ ગચ્છમાં પરસ્પર વૈમનસ્યની વૃદ્ધિ કરી રહ્યા છે ! ! એ સમયના પ્રભાવક તપાગચ્છીય આચાર્યો-વિજયદાનસૂરિ, હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ આદિએ જે ગ્રંથને સર્વથા અસદુદયનીય, અમાન્ય, અપ્રમાણિક ગયા હતા અને જેને સ્વયં ધર્મસાગરે સ્વીકૃત કરી “મિચ્છામિ દુક્કડમ” દીધેલ, આજે એમનીજ પરંપરા અનુસરનારાઓ એ ગ્રંથને ઉપાદેય સમજી પ્રકટ કરી કલેશ વધારવાનું કલંક વહોરે છે એ ખરેખર, દુઃખની વાત છે.
૨૩૫. પૂર્વે કોઈએ ન કહેલી અને કોઈએ ન સાંભળેલી વાતો ગછાંધતાને લીધે ધર્મસાગરે લખી એ આપણે જોયું, એટલે એ વિષે વધુ જણાવવું અપ્રસ્તુત છે. પરંતુ એક વાત પર લક્ષ ખેંચવું અહીં જરૂરી છે કે તપાગચ્છની પદાવલીઓમાં અંચલગચ્છની સ્થાપના સં. ૧૨ ૧૩માં દર્શાવવામાં આવે છે. આપણે જોઈ ગયા કે આ ગચ્છની સ્થાપના સં.૧૧૬૯માં થયેલી છે જે અંગેનાં અનેક પ્રમાણે વિદ્યમાન છે, છતાં અંચલગચ્છની સ્થાપના સંવત બને તેટલે પાછળ દર્શાવવાનું વલણ તપાગચ્છની પદાવલીઓમાં ધ્યાન ખેંચે એવું છે. ડૉ. ભાંડારકરની આ મુદ્દા સંબંધમાં દલીલ ગળે ઉતરી જાય એવી છેઃ
235. The Siddharajı mentioned in connection with Jayasimhasuri can possibly be no other than the Siddharaj alias Jayasimhade va of Anhilwara who reigned from Samvat 1150 to 1199 and whose reign was not noted for religious controversies among Jain sects. If therefore Jay. asinhasuri was really a contemporary of Siddharaj, the date Samvat 1213 assigned to the rise of the Anchalika sect in the Tapa-gachcha Patta valis publisbed by Klatt and Dharmasagara in his Pravachanapariksa' cannot be correct. The other date Sam. 1159 assigned to it in a Pattavali noted above is more likely to be the correct one.
It might be mentioned on Dharmasagar's authority that the Aryarakshita who stands first in the above list was the same as Narasimba, the originator of the Anchalika-gachha'.
(Dr. Bhandarkar's Report 1883-84 ) ૨૩૭. અંચલગચ્છની પ્રાપ્ત થયેલી જે પ્રાચીન પટ્ટાવલી ડૉ. ભાંડારકરે ચોથા રીપોર્ટમાં પ્રકાશિત કરી છે, તેમાં અંચલગચ્છનો સ્થાપના સંવત ૧૧૫૯ હેઈને તેઓએ એ વધ ખરું માન્યું છે. કદાચ પ્રત લખવામાં લહિયાએ કે ડૉ. ભાંડારકરે વાંચવામાં પણ ભૂલ કરી હોય, કેમકે અંચલગચ્છની સ્થાપના સં. ૧૧૬૯ માં થઈ હોવાનાં બધાં જ પ્રાચીન પ્રમાણે સાક્ષી પૂરે છે. મંત્રી ભાટા
૨૩૮. અંચલગચ્છીય શ્રાવકેમાં મંત્રી ભાટાનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. શ્રીમાલી જ્ઞાતીય, ભારદ્વાજ શ્રેણી મહિયા તથા તેની પત્ની કૂલાને ત્યાં માંડવગઢમાં તેનો જન્મ થયો. તેની પત્ની દેમીથી તેને લુંભા નામનો પુત્ર છે. મંત્રી ભાટા ધણે જ પ્રતાપી હતિ. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવનાં નિર્માણમાં તેની કાર્યદક્ષતાનો ઉપયોગ કર્યો એ પરથી જ એની શક્તિનો આપણને પરિચય મળી રહે એમ છે. રાજાએ પ્રસન્ન થઈને તેને સં. ૧૧૭૪ માં માતર પાસેનું ગોભલેજ નામનું ગામ બક્ષિશમાં આપ્યું. એ ગામમાં ભાટાએ પથ્થર મોકલાવી એક તળાવ અને બાર કૂવાઓ બંધાવ્યાં. તેણે
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com