________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ
૫૫ ૨૩૦. આર્ય રક્ષિતરિનું મૃત્યુ બેણપતટમાં થયું હોય એ પણ સંભવિત છે. તુંગરિ લધુ શતપદીમાં જણાવે છે કે વાહકગણિની પ્રેરણુથી હેમચંદ્રાચાર્ય જયસિંહરિને કહ્યું કે–તમે બિઉણપતટથી સંધ બેલાવી એક સમાચાર કરે. ગુએ ઉત્તર આપ્યો કે જે સર્વે ગછા એક થઈને અમને કહેશે તે અમે પણ તેમ જ કરશું. વાહકગણિને થયું કે આ તે અંદર અંદર કલહ જાગે એવું થયું, એટલે એમણે જયસિંહરિને મારવા અમુક માણસોને રોકયા. પરંતુ ગુને તેઓ કાંઈ ન કરી શકયા. ઉલ્ટાને વહકગણિ પોતે જ શુળથી પીડાવા લાગ્યા. હેમચંદ્રાચાર્યે પૂછ્યું કે તમે કાને અપરાધ કર્યો છે ? વાહકગણિએ યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યો એટલે હેમચંદ્રાચાર્યે કહ્યું કે એ વ્યાધિ બીજા કોઈથી મટે તેમ નથી કિંતુ આરક્ષિતસૂરિના ચરણોદકથી જ મટશે. તે અનુસાર ચરણદક મંગાવીને તેમને સ્વસ્થ કરવામાં આવ્યા. આર્ય રક્ષિતસૂરિ વિષે આ છેલ્લે પ્રસંગ ઉપલબ્ધ છે. શક્ય છે કે તે સં. ૧૨૨૬ માં બન્યું હોય અને બેણુપમાં જ આચાર્યનું મૃત્યુ થયું હોય, કેમકે કવિવર કાન્હ રચિત “ગચ્છનાયક ગુરુરાસ” અનુસાર સં. ૧૨૨૬ માં આર્યરતિસૂરિ બેણપમાં જ હતા. ખંડનપટુ ઉપાધ્યાય ઘમસાગરજીએ કરેલું અંચલગચ્છનું ઉઝ ખંડન.
૨૩૧. યાગઓ તેમજ ખરતરગચો અંચલગચ્છનું ખંડન કર્યું છે તેમજ તેમણે એક બીજાનું ખંડન-મંડન પણ કર્યું છે. ૧૭ મી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય ધમસાગરજીએ “પ્રવચન પરીક્ષા” નામના ગ્રંથમાં અન્ય ગચ્છાની સાથે અંચલગચ્છનું ઉગ્ર ખંડન કર્યું છે જેનો સાર નીચે મુજબ છે.
૨૩૨. ‘અંચલગચ્છની ઉત્પત્તિ સં. ૧૨૧૩ માં થઈ. તે ગ૭ના સંસ્થાપક પૂર્ણિમા પક્ષના નરસિંહ હતા જેમની એક આંખ જોખમાયેલી હતી. એક વખત નરસિંહ જ્યારે ખુના નામના ગામમાં હતા, ત્યારે નાથી નામની એક આંધળી અને ઘણું જ પૈસાદાર બી તેમને વંદન કરવા આવી પણ તે પિતાની મુહપત્તિ લાવવી વિસરી ગઈ હતી. નરસિંહે તેને કહ્યું કે જો તમે મુહપત્તિ ભૂલી ગયા છે તે તેને બદલે તમારાં વસ્ત્રનો છેડે પણ ચાલશે. તેણે પણ તે વાત કબૂલ રાખી. એવી રીતે તેના પૈસાની મદદથી તેઓ બન્નેએ ત્યાં આંચલિક મતની સ્થાપના કરી. ત્યારથી પ્રતિક્રમણ વખતે પણ તેઓ મુહપત્તિને બદલે વસ્ત્રના છેડાને ઉપયોગ કરવા લાગ્યાં.”
૨૩૩. ધમસાગરજીએ અંચલગચ્છનું ખંડન કરવામાં અને અનુચિત આક્ષેપ કરવામાં સત્યને નેવે જ મુકી દીધું છે. એમનાં ખંડનાત્મક લખાણથી સેવે મને ખળભળી ઊડ્યા. અને તેનું જે સમાધાન ન થાય તે આખા જૈન સમાજમાં દાવાનળ અગ્નિ પ્રકટે. આથી તપાગચ્છાચાર્ય વિજયદાનમૂરિએ ઉપર્યુક્ત ગ્રંથને પાણીમાં બોળાવી દીધું અને તેને અપ્રમાણ કરાવ્યો. ધર્મસાગરજીને જિનશાસનમાંથી બહિષ્કૃત કરવામાં પણ આવ્યા. એમણે એમનાં બેજવાબદાર લખાણ માટે સંપની ક્ષમા પણ યાચી. ધર્મસાગરજીનાં ખંડનાત્મક વલણને લીધે ખુદ તપાગચ્છમાં પણ ભંગાણ પડયું. તપાગચ્છ ‘દેવસૂર' અને “આણંદસૂર’ એમ બે પક્ષોમાં વિભક્ત થયો. હીરવિજયસૂરિએ પ્રથમ સાત બોલ અને પાછળથી બાર બોલ એ નામે આજ્ઞાઓ જાહેર કરી અથડામણ ઓછી કરવા પ્રયાસો કર્યો. પરસ્પર ગચ્છામાં અગાઉની માફક પ્રેમ જળવાઈ રહે. અને ઉત્સુત્ર પ્રરૂપણની વૃદ્ધિ ન થાય એટલા માટે દશમા બેલમાં હીરવિજયસૂરિએ જણાવ્યું કે, “તથા શ્રી વિજયદાનસૂરિ બહુજન સમક્ષ જલશરણુ જે કીધું ઉત્સત્રકંદ-કુલ ગ્રંથ તે મહિલું જે અસંમત અથ બીજા કોઈ ગ્રંથ માંહિ આણ્યઉ હુવઈ, તઉ તે તિહાં અર્થ અપ્રમાણ જાણિવઉં.'
૨૩૪. આશ્ચર્યની વાત તો એ છે કે ધમસાગરના અપ્રમાણિક ગ્રંથોનો આશ્રય લઈ આજે પણ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com