________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ
૫૩ ૨૨૪. કુમારનું નામ સખતસંધ રાખવામાં આવ્યું. ૫. લાલન જણાવે છે કે મહાકાલીદેવી કુમારને સોંપે છે એ પછી આર્ય રક્ષિતસૂરિએ વાસક્ષેપ નાંખી બાળકને એવા આશીર્વાદ આપ્યા કે જે કોઈ રોગી માણસ પર આ બાળક હાથ ફેરવશે તેને રોગ તેમજ સર્વ પ્રકારનું વિષ દૂર થશે. કુમાર માટે થયો ત્યારે કે એના ગુણોની પ્રશંસા કરવા લાગ્યા. આથી, તેના વંશજો સગુણાગાંધીથી ઓળખાવા લાગ્યા. રાઉત જેસંગે શત્રુંજયને સંપ કાઢીને ઘાચું ધન ખરચ્યું. સોનામહેરોની લડાણી કરી, ચેર્યાસી ગચ્છોમાં પહેરામણી કરી, આગમગ્રંથ લખાવી પગે યશ સંપાદન કર્યો. ગુરુના ઉપદેશથી તેનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું, અને ચામુંડાદેવી એમની ગાત્રા થઈ.
૨૨૫. ભગ્રંમાં પણ ઉક્ત પ્રસંગ જોવામાં આવે છે, પરંતુ બાળકનું નામ સખતસંપને બદલે માલદે હોવાનો તેમાં ઉલ્લેખ છે. માલદે ઉપરથી તેના વંશજો એ ગેત્રથી પ્રસિદ્ધ થયા. માલદેના વંશજો થરપારકરથી કચ્છ આવીને વસ્યા. ભટ્ટ ગ્રંથમાંથી વિશેપમાં એ પણ જાણી શકાય છે કે નાની ખાખરથી આ વંશના પાંચ ભાઈઓ (૧) નરશી (૨) વૃજલાલ (૩) ખેતશી (૪) કરમણ (૫) આશ વિગેરે સં. ૧૫૯૬ માં જામ રાવલ સાથે કચ્છથી સાથે ચાલી હાલારમાં નાની રાફુદર, વાતરી, મુંગણી, વસઈ વિગેરે ગામમાં વસ્યા. એમાંના થરાના પુત્ર અધાએ સં. ૧૭૯૭ માં પુનર્લગ્ન કરતાં તેમનાં કુટુંબને દશા જ્ઞાતિમાં જવું પડ્યું. તેનો વિસ્તાર દલતુંગી ગામમાં વસવાટ કરે છે.
૨૨૬. ભદગ્રંથોમાંથી હમીરજીના પુત્ર જેસંગ અને તેના પુત્ર માલદેનું વંશવૃક્ષ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. માલદેનો પુત્ર ખેત-પમાણ-આશો-જેઠ-કરમણ–મેઘપો-ભારમલ–પેથરાજ-આશા, તે કચ્છના રાપર ગામમાંથી સં. ૧૫૯૬ માં જામરાવલ સાથે હાલારમાં આવીને મેટા ટોડા ગામે અને તેના વંશજો રાફુદર ગામે વસ્યા. ત્યારપછી દલતુંગી (સં. ૧૮૦૦ )માં,-આશા-કરમશી–હેમો-નથુ–ગસર– હીરજી–ર–અધ, તેણે સં. ૧૭૮૯માં પુનર્લગ્ન કર્યા અને રાફુદર ગામમાંથી તેના વંશજો દલતુંગીમાં દશા થઈને વસ્યા. શુભંકર વંશ
૨૨૭. ત્રિપુટી મહારાજ, “જૈન પરંપરાનો ઈતિહાસ' ભા. ૨ માં જણાવે છે કે શુભંકરવંશ મૂળપુરુષ શુભંકર પિરવાડ જ્ઞાતિને, વિધિપક્ષગચ્છને શ્રાવક હતા. આ વંશમાં વગચ્છના મલયપ્રભસૂરિ થયા જેઓ સેવાકપુત્ર યશોધન, તેમના પુત્ર મુમદેવના પુત્ર હતા. આ વંશમાંથી મલયપ્રભસૂરિ, મદનચંદ્ર, ઉદયચંદ્ર, લલિતકીર્તિસૂરિ, જયદેવસૂરિ, ૫. ધનકુમારણિ, સાધ્વી જિનસુંદરી ગણિની, તથા ચંદનબાલાગણિની વગેરે દીક્ષિત થયાં હતાં. વિધિપક્ષના શ્રાવક શેઠ શુભંકર પોરવાડની પરંપરામાં અનુક્રમે સેવાક, યશોધન, બાન્દ્ર, દાહડ, સોલાક, ચાંદાક, અને પૂર્વ દેવ થયા. આ કુટુંબે ઘણું સાધુ-સાધ્વીઓ આપ્યાં છે. આર્ય રક્ષિતસૂરિને દેહોત્સર્ગ
૨૨૮. ગૂર્જર, સિંધ, સોરઠ, માલવ, મરુ ઈત્યાદિ પ્રદેશમાં વિહાર કરીને આર્ય રક્ષિતસૂરિએ અનેક જીવોને પ્રતિબંધ આપો; એમના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં; શાસનનો ઉદ્યોત કરવામાં એમણે ભગીરથ પ્રયત્નો કર્યા ઈત્યાદિ વિશે આપણે જોઈ ગયા. સં. ૧૦૨૬માં ૯૧ વર્ષની ઉમરે એમને દેહોત્સર્ગ થયો. મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એકસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સં. ૧૨૩૬ માં પાવાગઢ પર સાત દિવસનું અનશન કરીને તેઓ દેવલોકે ગયા એવો ઉલ્લેખ છે. મહેન્દ્રસિંહરિએ તથા મેરૂતુંગસૂરિએ શતપદી તથા લઘુતપદીમાં મૃત્યુ-સંવત ૧૨૨૬ નોંધેલ છે; મૃત્યુસ્થળનો તેમણે નિર્દેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com