________________
પરે
અંચલગચ્છાદદન
પુત્ર-કામેષ્ટિ યજ્ઞ
૨૧૯. આપણે જોયું કે પદિને રાજા સિદ્ધરાજે પિતાના દંડનાયક અથવા ભંડારી બનાવ્યો હતો, તથા તે આર્ય રક્ષિતસૂરિને ભક્ત હતા. તેનાં મુખેથી પ્રશંસા સાંભળીને સિદ્ધરાજે બાહડ નામના મંત્રીને મોકલીને આચાર્યને પાટનગરમાં તેડાવેલા, અને તેમનું બહુમાન કરેલું.
૨૨૦. પટ્ટાવલીમાં સિદ્ધરાજે પુત્રપ્રાપ્તિ માટે કરેલા પત્રકામેષ્ટિ યજ્ઞનો પ્રસંગ વિસ્તારથી અપાયો છે. રાજા નિ:સંતાન હોવાથી પંડિતોની સલાહથી એ યજ્ઞ કરે છે, તેની ક્રિયા માટે કાશી અને દૂર દરનાં સ્થળેથી વિદ્વાન પંડિતેને તેડાવે છે. યજ્ઞના દશમા દિવસની રાત્રિએ એક ગાય યજ્ઞશાળામાં દાખલ થાય છે. સર્પદંશ થવાથી ગાય ત્યાં જ મૃત્યુ પામે છે, અને એ રીતે યજ્ઞમાં વિન આવે છે. મુશ્કેલી એ હોય છે કે ગાયનાં મૃત્યુથી યજ્ઞનું કાર્ય આગળ ચાલી શકતું નથી અને પુત્રકામેષ્ટિ યજ્ઞ એક જ વખત કરી શકાય છે, બીજી વખત ન કરી શકાય. બધા ચિન્તામાં ડૂબે છે. આ મુશ્કેલીમાંથી બચવા માટે એક જ ઉપાય હતો અને તે એ કે જે મૃત્યુ પામેલી ગાય યજ્ઞશાળામાંથી જીવતી થઈને બહાર નીકળી જાય તો જ યજ્ઞ ચાલી શકે. આ અશક્ય વાત હતી. હેમચંદ્રાચાર્યે કહ્યું કે પરકાય પ્રવેશિની વિદ્યા જાણનાર આ કાર્ય કરી શકે. રાજા જણાવે છે કે એ વિદ્યાને જાણકાર શોધો ક્યાંથી ? આચાર્ય આરક્ષિતસૂરિનું નામ આપે છે. સિદ્ધરાજ ખુશ થાય છે કેમકે તેણે જ આયંરક્ષિતસૂરિને પાટણ તેડાવ્યા હોય છે. અનીવાર્ય રોકાણને અંગે આચાર્યનાં ખબર-અંતર પણ એણે ન પૂછ્યાં હોવાથી તરત તે ઉપાશ્રયે જઈને ગુરૂની ક્ષમા યાચે છે, અને યજ્ઞમાં મૃત્યુ પામેલી ગાયને જીવતી બહાર કાઢવાની વાત કહે છે. આચાર્ય તેમ કરવાનું વચન આપે છે અને પરકાય પ્રવેશિની વિદ્યાના પ્રભાવથી મૃત્યુ પામેલી ગાયને યજ્ઞશાલામાંથી આવતી બહાર કાઢે છે. પિતાનું વચન પાળવામાં આચાર્ય અચળ રહ્યા એટલે એમને “અચળ” બિરુદ આપીને એમના પરિવારને અચળગછનાં નામથી રાજા ઓળખાવે છે.
૨૧. સિદ્ધરાજની જેમ પરમહંત કુમારપાલે પણ આર્ય રક્ષિતસૂરિનું ખૂબ સન્માન કરેલું એમ પદાવલી જણાવે છે. કુમારપાલે વિધિ પક્ષ કે અચલગચ્છને સૌ પ્રથમ અંચલગચ્છ તરીકે ઓળખાવ્યો, એ વિષે આપણે જોઈ ગયા. રાઉત હમીરજી પરમાર
૨૨૨. રાઉત હમીરજી પરમાર ભિન્નમાલ પાસેનાં રતનપુર નામના નગરમાં રાજ્ય કરતો હતો. તેને જેસંગ નામે પુત્ર હતા. પારકરના ભુદેસર નગરના રાણા ભારમલ્લને સુહદે નામની સ્ત્રીથી થયેલ સરસ્વતી નામની પુત્રીને જેસંગદે સાથે પરણાવેલી. લગ્નમાં નવ લાખ પીરોઇનો ખર્ચ થવાથી પુત્રવધૂને નવલખી તરીકે ઓળખાવવામાં આવતી. તેનો પુત્ર રાજમહેલમાંથી ગૂમ થઈ જતાં તેને ગોતવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા.
૨૨૩. સં. ૧૨૧૦ માં આર્ય રક્ષિતરિ રતનપુર પધાર્યા. સંધના લેકે ઉદ્વિગ્ન જેવાથી ગુરુએ પૂછતાં રાજકુમારનાં હરાવાની વાત તેઓએ કહી. આચાર્ય મહાપ્રભાવક જાણીને રાજા ગુરુને વંદન કરવા ઉપાશ્રયમાં પધાર્યો અને કુમારને શેધી આપવાની આગ્રહપૂર્વક વિનતિ કરી. આચાર્યે વિનતિ સ્વીકારી. પંડિત લાલન ગોત્રસંગ્રહમાં એ સંબંધક એક ચમત્કારિક પ્રસંગ વર્ણવે છે. આચાર્યના પ્રભાવથી રાજકુમાર પ્રાપ્ત થાય છે અને બધે હપ ફેલાય છે. રાજા પ્રસન્ન થઈને કુટુંબ સહિત જેનધર્મ સ્વીકારે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com