________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ સાદિક શેઠ,
૨૧૫. ખંભાતમાં વસત ધનાઢ્ય આરબ વ્યાપારી રસીદિલ શેઠ જયસિંહસૂરિને પરમ ભક્ત હતા, એમ પટ્ટાવલીમાંથી જાણી શકાય છે. તેનાં પાંચ વહાણ હતાં. દૂર દૂરના દેશોમાં તે વહાણવટું કરે, તેમજ મતી આદિ કિમતી વસ્તુઓને પણ તે વ્યાપાર કરતા હતા. તેને સંતતિ ન હોવાથી સંતાન પ્રાપ્તિ માટે તેણે અનેક ઉપાયો યોજી જોયા. પ્રાગ્વાટ જ્ઞાતિના તથા જયસિંદસૂરિનો ભક્ત જયવંત સાદિકનો મિત્ર હતો. તેમાં કહેવાથી સીદિક જયસિંહમૂરિના સંપર્કમાં આવે છે. આચાર્યનાં આશીર્વચનથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે. એ પછી તે જયસિંહરિનો ભક્ત બની ગયો. જિનપૂજામાં પણ એને આસ્થા બેડી. આચાર્યને માટે તેણે એક લાખનાં મૂલ્યને સુખપાલ અર્પણ કર્યો. રાજા મહિપાલ,
- ૨૧૬. પારકરનાં સુરપાટણ નગરને દધિપકવ વંશના સેઢા પરમાર જ્ઞાતિને રાજા મહીપાલ આર્ય રક્ષિતસૂરિને ભક્ત બન્યો હતો. સં. ૧૧૭૨ માં તેનાં નગરમાં મરકી ફાટી નીકળી, આથી લોકોને પારાવાર સહન કરવું પડયું. ઘણા લોકો મૃત્યુ પામ્યા. એ અરસામાં આયંરક્ષિતસૂરિ તથા એમના શિષ્ય જયસિંહ ઉપાધ્યાય નગરમાં પધાર્યા. રાજા મહીપાલે પિતાના મંત્રી ધરણની સલાહથી મરકીની શાંતિ માટે ગુરુને વિનતિ કરી. જયસિંહ ઉપાધ્યાયની સુચના અનુસાર આરક્ષિતસૂરિના ચરણોદકનો શહેરમાં છંટકાવ કરવામાં આવ્યો, અને મરકી રામી ગઈ. આથી પ્રસન્ન થઈને રાજા ઝવેરાત આદિનું ભરણું લઈને ગુરુને વાંદવા આવ્યો, પરંતુ નિઃસ્પૃહી આચાર્યો તે લીધું નહીં. આથી આચાર્યના ઉપદેશથી તેણે તે દ્રવ્યમાંથી ભગવાન શાંતિનાથનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી.
૨૧૭. પં. હીરાલાલ હ. લાલન ગોત્રસંગ્રહમાં જણાવે છે કે મહીપાલ રાણો પિતાના પુત્ર ધર્મદાસ સહિત શ્રાવક થયો. મંત્રી ધરણે તેને પોતાની પુત્રી પરણાવીને ગુસ્ના ઉપદેશથી તેને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યો. ધર્મદાસને ચ દેરીનગરનું રાજ્ય મળ્યું. તેને પાંચ પુત્રો હતા. દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણ તરફથી ધર્મદાસને સન્માન મળ્યું હતું. તેનાં મુખેથી ગુરુની પ્રશંસા સાંભળીને પૃથ્વીરાજ ચૌહાણે આર્ય રક્ષિતસૂરિનું ઘણું સન્માન કર્યું હતું. મહીપાલ રાજાના વંશજો મીઠડીઆ ગોત્રથી પ્રસિદ્ધ થયા છે. અંબા–મા એમની ગોત્રજા બની.
૨૧૮. પૃથ્વીરાજે આર્ય રક્ષિતસૂરિનું ઘણું સન્માન કર્યું હતું એવા ઉલ્લેખ પરથી માની શકાય છે. કે આચાર્યને વિહાર દિલ્હી તેમજ ઉત્તર ભારતમાં પણ હશે. અલબત્ત, આ અંગે વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રાચીન ગ્રંથો પરથી જાણી શકાય છે કે પૃથ્વીરાજ પોતાની પધદામાં જૈનાચાર્યોને. ખૂબ જ આદર સત્કાર કરતો. તેની રાજસભામાં જૈનાચાર્યો વચ્ચે શાસ્ત્રાર્થ પણ થયા છે. સં. ૧૨:૩૯ ના કાર્તિક સુદી ૭ અથવા ૧૦ ને દિવસે ઉપકેશગચ્છીય પદ્મપ્રભ તથા ખરતરગચ્છીય જિનપતિસૂરિ વચ્ચે પૃથ્વીરાજની સભામાં એક બહુ મોટો મનોરંજક શાસ્ત્રાર્થ થયો, જેમાં જિનપતિ મૂરિ જીત્યા. જિનપતિસૂરિ ઉપરાંત ઉપા. જિનપાલ, ૫. સ્થિરચંટ, માનચંદ્ર વગેરે પણ આ વિવાદમાં ઉપસ્થિત હતા. પૃથ્વીરાજની રાજસભામાં જૈનાચાર્યોનો આદરસત્કાર થતું હોઈને આર્ય રક્ષિતસૂરિ પણ પૃથ્વીરાજથી એવું માન પામ્યા હોય એ સંભવિત છે. ઉક્ત વિવાદ રામદેવ નામના પ્રભાવશાળી શ્રાવકના પ્રયાસથી થયે, એવી જ રીતે ધર્મદાસના પ્રયાસથી પૃથ્વીરાજ આર્ય રક્ષિતસૂરિના પરિચયમાં આવ્યો હશે. આ ઉપરથી એમ પણ જાણી શકાય છે કે પૃથ્વીરાજની સભામાં જેન શ્રાવંકા પણ આગળ પડતું સ્થાન ભોગવતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com