________________
૫૦
અંચલગ છ
દિન , સમાઈ જે પાછળથી સમયશ્રીને નામે મહત્તરા થઈને, અંચલગચ્છના નિવાસમાં તેણે મહત્તરા સાથ્વી તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું.
૨૧૦. આર્ય રક્ષિતસૂરિને સમગ્ર પરિવાર આ પ્રમાણે મનાય છેઃ ૧૨ આચાર્ય, ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૨૧૦૦ સાધુ, ૧૦૩ મહત્તરા સાધ્વી, ૮૨ પ્રવર્તિની સાથ્વી અને ૧૧૩૦ સાધ્વી. આમ કુલે ૩૫૧૭ ની સંખ્યામાં ૨૨૦૨ સાધુઓ અને ૧૩૧૫ સાધ્વીજીઓ હતાં. ૧૩૧૫ ના સાધ્વીજીઓના સમુદાયમાં સમયશ્રી પ્રથમ મહત્તરા સાધ્વીજી હતા.
૨૧૧. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં સાધુઓની સંખ્યા ૨૧૨૦ દર્શાવે છે: “ઈગલીસ સયા વીસા સાદનું સંપયા ભવે તસ્સ.” મોહનલાલ દલીચંદ દેશાઈ અંચલગચ્છની પટ્ટાવલી, જે. ગૂ. ક. ભા. ૨ માં નોંધે છે કે આર્યરક્ષિતસૂરિએ માત્ર માલવદેશમાં વિહાર કરીને ૨૧૦૦ સાધુને તથા ૧૧૦૦ સાધ્વીને દીક્ષા આપી હતી. આટલા બહોળા શિષ્ય પરિવાર ઉપરથી પણ આર્ય રક્ષિતસૂરિની મહાનતાનું આપણને દર્શન થાય છે.
૨૧૨. ઇતિહાસ કહે છે કે તીર્થકર ભગવાનનાં શાસનમાં સાધુઓ કરતાં સાધ્વીઓની સંખ્યા લગભગ ત્રણ ગણી હતી. મધ્યકાળમાં સાધ્વીઓની સંખ્યા, સાધુઓ કરતાં ઓછી થઈ. આરક્ષિતસૂરિના સમયમાં સાધુઓની સંખ્યા કરતાં સાવીઓની સંખ્યા લગભગ અડધી રહી. વર્તમાન કાળમાં સાધ્વીઓની સંખ્યા સાધુસંખ્યા કરતાં અનેક ગણી જણાય છે. મુનિ રાજચંદ્ર
૨૧૩. મુનિ રાજચંદ્ર વિષે પદાવલીમાં વિસ્તૃત હકીકત વર્ણવવામાં આવી છે, તેને ટૂંક સાર એ છે કે, જયસિંહસૂરિના બંધુ રાજચંદ્ર બાલ્યાવસ્થામાં જુગારનાં વ્યસનમાં સપડાયા એટલે તેમને પિતાએ ઘરથી બહાર કાઢી મૂકેલા. વિંધ્યાચલ પર્વત પર જઈ તેમણે પરકાય પ્રવેશિની વિદ્યા સાધ્ય કરવા પ્રયાસો કર્યા પરંતુ સફળતા મળી નહીં. દુષ્ટ કાપડી સાથે તેમને પરિચય થયો. તેને સુવર્ણપુરુષ સાધવાની ઈચ્છા હતી, આથી કાપડીએ તેમને પરકાય પ્રવેશ વિદ્યા શિખવાડવાનું માથે લીધું. કાપડીનું કપટ બહાર પડે તે પહેલાં જ જ્યસિંહસૂરિના ભરૂચના ચાતુર્માસ દરમિયાન બન્ને બંધુઓને અચાનક ભેટો થઈ ગયો. પરિચય મળતાં બન્નેની આંખે હર્ષાશ્રુથી ભીંજાઈ ઊઠી. મોટાભાઈનાં વચનથી નાના ભાઈએ દીક્ષા ગ્રહણ કરી અને એમનું નામ મુનિ રાજચંદ્ર રાખવામાં આવ્યું.
૨૧૪. રાજચંદ્રજીએ ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો અને તેઓ શાસ્ત્રોના પારગામી થયા. વિવિધ તપના પ્રભાવથી તેમણે પરકાયપ્રવેશ વિદ્યા પણ સાધી. આર્ય રક્ષિતસૂરિને એ વિદ્યાઓ પણ એમણે શિખવી એમ પદાવલીનાં વર્ણને ઉપરથી જાણી શકાય છે. એમને વિષે અન્ય ગ્રંથમાંથી કશી માહિતી પ્રાપ્ત થતી નથી.
* ડૉ. લાટ, તેમણે લખેલી અંચલગચ્છની પદાવલીમાં, આર્ય રક્ષિતસૂરિના શિષ્ય પરિવારનું આ 2010 2017 2419 : Aryarakshit Suri gave the diksha to 2100 Sadhus and 1130 Sadhvis, the Upadhyaya-Padam to 29, the Pandit-padam to 70, the Mahattara-padam to 103 Sadhvis (Samayasri and others), the Pravartini padam ( See Weber Verz. II. p. 837, 1 and p. 988 on V. 59 ) to 82 Sadhvis, the total number of Sadhus and Sadhvis being 3517.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com