________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ તેઓ દીક્ષિત થયાં. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં જણાવે છે કે ગુરુ વિકરતા બેણપ નગરમાં આવ્યા. ત્યાં કોડી વ્યવહારીને પ્રતિબોધ આવે. તેની સમાઈ નામે પુત્રી હતી, જે એક કરોડનાં મૂલ્યનું સેનાનું ઘરેણું પહેરતી હતી. આચાર્યનાં મુખેથી ઉપદેશ સાંભળી તે બધાને ત્યાગ કરી પોતાની પચીસ સખીઓ સાથે સોમાઈએ દીક્ષા ગ્રહણ કરી. બીજી પણ ઘણું લેકેએ સર્વવિરતિ કે દેશવિરતિને સ્વીકાર કર્યો.
૨૦. પ્રાચીન ઇતિહાસ તપાસતાં પદિ નામના ચાર પાંચ પ્રસિદ્ધ પુરુષો થઈ ગયેલા જણાય છે. ઉક્ત કાડી વ્યવહારી-કદિ શેઠ રાંકા શાહને પુત્ર હતા. સં. ૧૧૮૫ માં સિદ્ધરાજ જયસિંહે તેને દંડનાયક નીમ્યા હતા અને પ્રસન્ન થઈને તેને બાર ગામો ઈનામમાં આપ્યાં હતાં. એક સમયે તેને ઘેર લગભગ એક સાથે પાંચસો ઘોડી વિયાણી તેથી તેનું નામ કુદી વ્યવહારી પડયું. તેણે પાટણમાં મોટું જિનાલય બંધાવેલું, તેમજ બાર વાવ તથા બાર વા પણ બંધાવ્યાં.
૨૦૫. ભીમશી માણેકે પ્રસિદ્ધ કરેલી ગુપટ્ટાવલીમાં કપર્દિનો પરિચય થોડાક ફેરફાર સાથે મળે છે. તેમાં કહેવાયું છે કે તે કેરી વ્યવહારીની સિદ્ધિ અપૂર્વ હતી. તેના આવાસના યાસી તે દરવાજા હતા. રાજા સિદ્ધરાજે તેને પિતાને ભંડારી બનાવ્યો અને તેને પાંચસો ઘડી વછેરા સહિત આપી. મેરૂતુંગરિ કત લઇ શતપદીમાં વંકા શેઠના પુત્ર કઉડિ હતા એ ઉલ્લેખ છે. તેમાં સમયશ્રીનું નામ નથી, પરંતુ એમ જણાવવામાં આવ્યું છે -આર્ય રક્ષિતસૂરિ બિઉણપ બંદરના વંકા શેઠના પુત્ર કડિ વિગેરેને પિતાના શ્રાવ કરી તથા તેની પુત્રીને દીક્ષા આપી થરાદ આવ્યા. “ત્ર સંગ્રહ માં સમા શેઠની સમાઈ નામે પુત્રી હતી એમ કહી. હું લાલનને અભિપ્રેત છે.
૨૦૬. મુનિ જિનવિજ્યજી સંપાદિત વીરવંશાવલિ'માં કદિ માટે આ પ્રમાણે ઉલ્લેખ છે : તિહાં થકી કેટલેક દીને શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાય વિહાર કરતા બઈણપ નગરિ આવ્યા. તિહાં શ્રી શ્રીમાલી કેડિ નામે વ્યવહારીઓ પ્રતિબોધી સ્વગઇિ કીધો. તિહું વિહાર કરતા ધણુ ગૃહસ્થને પ્રતિબોધી દીક્ષા દેતા પુનઃ શ્રાધિ પ્રમુખને દીક્ષા દેતા થકા પશ્ચિમ દેશે મંદાઉર નગરઈ આવ્યા. તિહાં વિ. સં. ૧૨૦૨ વપિ ઉ૦ શ્રી વિજયચંદ્રને સુરીપદ હુએ શ્રી આર્યરક્ષિત સુરી નામ દીધું. કેટલાક ચૌમાસા પશ્ચિમ દિશિ કીધા...'
૨૦૭. અંચલગચ્છ નામ સંબંધક પ્રસંગ “વીરવંશાવલિ માં આ પ્રમાણે છે: “એહવઈ બઈશુપ નગર થકી કોટી વ્યવહારીઓ કઈક કાર્યોથે પાટણ આવ્યો. તિડાં દેવદર્શન કરી જિહાં શાલા રાજા કુમારપાલ આ. હેમચંદ્ર મુખ થકી ઉપદેશ સાંભલી છે. તિહાં આવી સભા સમક્ષ શ્રી હેમચંદ્રને વસ્ત્રાંચલઈ વાંદઈ તે દેખી રાજ કુમારપાલ કડ–એ કુણ ગ્રહસ્થ જે વગર વાંદણ ઈમ વાંદઈ ? તે સાંભલી શ્રી હેમચંદ્ર કહે–એ વિધિપલીક નિવારિ કુમારપાલ કહઈ–એ વસ્ત્રાંચલિ ગુસ્નઈ વાંદઈ છU તેહ થકી એને નાંમ અંચલિક કહે. એલઈ વિ. સં. ૧૨૨૧ વપિ બીજું નામ અંચલગચ્છ કહિવાણ. તિહાં થકી શ્રી આર્યરક્ષિત મૂરિ વિહાર કરતા શ્રી બઈણપ નગરી આવ્યા...”
૨૦૮. ભીમશી માટે પ્રસિદ્ધ કરેલ પદાવલીમાં, કપિ હેમચંદ્રાચાર્યને બેસના થી વંદન કરે છે, કુમારપાલ રાજા આ વંદનવિધિ અંગે પૃચ્છા કરે છે અને હેમચંદ્રાચાર્ય આ વિધિ પણ શાસ્ત્રોક્ત છે એમ રાજાને કહે છે-ઈત્યાદિ વર્ણન છે.
૨૦૯. પદિ અને તેની સુપુત્રી સોમાઈ સંબંધમાં આથી વિશેષ જાણી શકાતું નથી. “વીરવંશાવલીમાં સં. ૧૯૨૧ માં ઉક્ત વંદનનો પ્રસંગ હોઈને કહી શકાય છે કે કપર્દિ . ૧૧૮૫ થી ૧૨૨૧ માં વિદ્યમાન હતા. તેમજ તેઓ અચલગરછના ચુસ્ત હિમાયતી હતા. એમની ભાગ્યવંત પુત્રી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com