________________
અચલગચ્છ દિગ્દર્શન
પૌષધશાળાઓમાં કલ્પમહેાત્સવ ઊજવી ધણુ ધન વાપર્યું. સ. ૧૫૬૮ માં વૈશાખ સુદી ૩ ને દિવસે માંડલના રહીશ શા વાધા તથા હરખચંદે પટ્ટધર આચાયૅ ભાવસાગરસરિતા પદમહેાત્સવ પચાસ હજાર દ્રવ્ય ખરચીને ધામધૂમથી ઊજવ્યા. સંઘવી ભીમાના ભાઈ ભાણાના સતાનેા કચ્છી ઓશવાળ થયા અને તે વીસલદેવ રાજાના કારભારી હાવાથી વીસરિયામેતા કહેવાયા. સં. ૧૨૩૬ માં ધુમલીમાં થયેલા જેતા શેઠે દોઢલાખ ટક ખરચીને વાવ બધાવી. ત્યાંના વિક્રમાદિત્ય રાણા તરી તેને ઘણું માન મળેલું. એણે બંધાવેલી વાવ જેતાવાવનાં નામથી ઓળખાય છે. તણુઆણામાં થયેલા માંડણના પરિવાર દશા થયે. કચ્છમાં થયેલા આ ગેાત્રના પુરુષોએ ઘીના લહાણાં, દેશતેડા આદું સત્કાર્યો કરેલાં છે. સં. ૧૨૯૫ માં થયેલા રીડાના પુત્ર જીવા શાહે શ ંખેશ્વરજીના પ્રાસાદને ઉદ્ધાર કરાવ્યા છે. વાસરાડાના રહીશ તે પુનઃ`ગ્ન કરવાથી તેના વશો દશા થયા છે. સ. ૧૩૯૫ માં ધેાલકામાં થયેલા સાલિંગની સ્ત્રી સુહુવદેએ ‘ નાઈણી કંઈ ' તે ગાત્રા કરી. સ. ૧૩૭૫ માં વમાન શેઠે માંડલમાં નિવાસ કર્યાં. તે મહત્પદે સ્થિત થયા હેાવાથી તેના વહેંશજો મહેાતા ઓડકથી ઓળખાયા. સ. ૧૧૯૫ માં ભાલેજમાં થયેલા આભાશેઠને પરિવાર ઓશવાળ થયેા. યશેાધન આ ગેાત્રની પેટા શાખા ભણશાળીના મૂળ પુરુષ થયા અને તેની ગેાત્રજા અબામાતા હતી.
૪૮
૨૦૨. 'ચલગચ્છની પટ્ટાવલીઓમાં, પ્રાચીન ગ્રંથમાં કે શિલાલેખામાં યશેાધન ભણશાળીનેા ઉલ્લેખ તો મળવાના જ. એનાં સત્કાર્યાંનુ વર્ણન પણ પુષ્કળ મળે છે. આય રક્ષિતસૂરિના સમુદાયના આચાર્યાંના નામેાલેખ પણ મળતા નથી, ત્યારે યશોધન માટે ગૌરવાન્વિત ઉલ્લેખા આ ગચ્છનાં પ્રાચીન સાહિત્યમાં ટેકઠેકાણે છે. એ દર્શાવે છે કે અચલગચ્છની સ્થાપનામાં એ મહાન શ્રાવકના શુ કાળેા હતા ! કવિએ પણ યશોધનની ઉજ્જવળ પ્રશસ્તિ ગાવામાં પાછળ રહ્યા નથી. પ્રાચીન પ્રતમાંથી મળેલ નીચેની કાવ્ય કડિકાએ ઉપરથી આ જાણી શકાશે ;
ભલું નગર ભાલેજ વસે ભણસાલી ભુંજલ, તાસ પુત્ર જવ’ત જશાધન નામે નિર્મલ; પાવે પરવત જાત્ર કામ આવીઆ નમી દેવી અંબાવિ આવી રહિયા આવીઆ સુગુરુ એહવે સમે આરક્ષિતસૂરિવર, ધન ધન જસાધન પય નમી ચરણુ નમે ચારિત્રધર
ગહગટી,
તલહટ્ટી,
પ્રણમે સહિ ગુરુ,
કલ્પતરુ;
સાખે,
ધરી ભાવ મનશુદ્ધ બુદ્ધિ પય આજ સફલ મુઝ દિવસ પુણ્યે પામી જન્મ મરણ ભયભીતિ સાયય સમકીત મૂલ સુસાધુ દેવગુરુ ધર્માં આપે; પરિહરી પાપ શુભ આચરે ધરે ધ્યાન ધમનું મહાતા, એ શ્રીમાલી ધુરસખા ધન ધન જસાધન એ સખા.
'
આ વન ઉપરાંત કવિવર કાન્તુ · ગચ્છનાયક ગુરુરાસ ’માં યશોધનનું અને એનાં સુકૃત્યનું વિશદ વણુન આપે છે, જે ખૂબ જ માહિતીપૂણુ તેમજ પ્રમાણભૂત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અચલગચ્છનાં પ્રથમ મહત્તરા સાધ્વીજી સમયશ્રી
૨૦૩. અચલગચ્છનાં પ્રથમ મહત્તરા સાધ્વીજી સમયશ્રી થયાં. આય રક્ષિતસૂરિના ધર્મોપદેશ સાંભળી
www.umaragyanbhandar.com