________________
શ્રી આરક્ષિતસૂરિ અને “હિંસાપ્રિય' તરીકે ઓળખાવી છે તે અયુક્ત છે. જેની સોળ વિદ્યાદેવીઓમાં મહાકાલી પણ છે જ–રાહિણી, પ્રજ્ઞપ્તિ, વજેશંખલા, વન્દ્રકુશી, અપ્રતિચકા (ચક્રેશ્વરી). પુદના (નરદત્તા), કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મડાવાલા, માનવી. વેરોક્યા. અછુપ્તા, માની અને મહામાનની. તેનો મંત્ર પણ આ પ્રમાણે પ્રસિદ્ધ છે : ક ાં મદારળેિ ૪ નમઃ. પ્રાચીન જૈન હાથપ્રતમાં મહાકાલીનાં ચિત્રો તો છેજ કિન્તુ આબૂનાં જગતપ્રસિદ્ધ વિમલવસહીનાં દેરાસરની છતમાં પણ ઉક્ત ૧૬ વિદ્યાદેવીઓની કલાત્મક શિલ્પકૃતિઓ છે. જૈનશાસનના ચોથા જિનેશ્વર અભિનંદન સ્વામીની શાસનદેવી માટે આવા વિશેષણેનો ઉપયોગ અંચલગચ્છ માટે જ નહીં, સમગ્ર શાસન માટે હાનિકારક છે. આવા કારણે જ ધર્મસાગરજીને માફી માગવી પડી હતી અને એમનો ખંડનાત્મક ઉક્ત ગ્રંથ એમના ગુરુએ અમાન્ય કરાવ્યો હતો ! અંચલગચ્છને પ્રથમ શ્રાવક : યશોધન ભણશાળી
૧૦૮. યોધન ભણશાળીને અંચલગચ્છના પ્રથમ શ્રાવક ગણવામાં કોઈ વાંધો નથી. આપણે જોઈ ગયા કે આરક્ષિતસૂરિએ પાવાગઢ પર ઉગ્ર તપશ્ચર્યા કરી, ચશ્વરી દેવીએ ભવિષ્યવાણી ઉચ્ચારી કે યશોધન સંધ સહિત પાવાગઢ યાત્રાએ આવે છે, તે વખતે શુદ્ધ આહારની પ્રાપ્તિ થવાની હોવાથી દેવી ગુરુને અનશન ન કરવાની વિનતિ પણ કરે છે. બીજે દિવસે પ્રભાતે સંઘપતિ યશોધન મોટા સંધ સાથે પાવાગઢ યાત્રાર્થે આવ્યો, ગુરુને શુદ્ધાહારની પ્રાપ્તિ થઈ ગુરુ યશોધનને આગમપ્રણીત ભાગને ઉપદેશ આપે છે અને યશોધન ગુરુને વિધિપક્ષગ૭ સ્થાપવાની વિનતિ કરે છે. એ પછી સંધ સાથે ગુરુ ભાલેજ નગર પધારે છે જ્યાં યશોધન ગુના ઉપદેશથી ભરતચક્રવતિની યુકિત જેવો વિશાળ ઋષભજિની બંધાવે છે. જયસિંહરિને ભાવથી ભાલેજ તેડાવીને આર્ય રક્ષિતરિને પદમહોત્સવ ઉજવે છે. જિનાલયની ખુબ જ ધામધુમથી પ્રતિષ્ઠા કરાવે છે. દરદરથી સંધો એકઠા મળે છે. એ પ્રસંગે સં. ૧૧૬૯ માં આર્યરક્ષિતસૂરિ વિધિપક્ષગ૭ સ્થાપી મુખ્ય ૭૦ બોલની પ્રરૂપણ કરે છે. એ પછી યશોધન શત્રુ જ્યને છરી પાળ સંધ કાઢે છે. યશોધને ભાલેજ આદિ અન્ય ગામોમાં સાત જિનાલયો બંધાવ્યાં હતાં.
૧૯. પં. હીરાલાલ હંસરાજ લાલન યશોધનનું ગોત્ર, એના આદિપુરુષ અને વંશજોને શ્રી જેને ગોત્રસંગ્રહમાં પરિચય આપે છે, જે ઉપરથી જાણી શકાય છે કે તે શ્રીમાલી વંશને ગૌતમગૌત્રીય હતા, ગૌતમ ગોત્રની દશા–વીશા જ્ઞાતિમાં મુખ્ય શાખાઓ આ પ્રમાણે થઈ: મહેતા, યશોધન, ભણશાલી વિસરિયા, શંખેશ્વરિયા, પુરાણી, ધરિયાણી, ભરકિયાણ, પદા, છેવટ્ટાણી, પાણી, માલાણી, ઘેલાણી ઈત્યાદિ.
૨૦૦. સં. ૭૯૫ માં ભિન્નમાલમાં શ્રી શાંતિનાથના ગૌષ્ટિક વિજય શેઠ વસતા હતા. તેમને ઉદયપ્રભસૂરિએ પ્રતિબધી જેન કર્યો. તેની ગોત્રજા ગાજણાદેવી હતી. તે દેવી નારાયણ પણ કહેવાતી. એ દેવીનું સ્થાન ભિન્નમાલની પાસે ખીમજાડુંગરી પર ગાજણા ટુંક પર હતું. વિજયશેઠ નગરની પુવ તરકની પોળ પાસે સમરસંધ નામના પાડામાં વસતા હતા. ચાર કરોડના તેઓ વ્યાપારી હતા. સં. ૧૧૧૧ માં ભિન્નમાલનો મુસલમાનેએ નાશ કરતાં વિજયશેઠના વંશજ સહદે શેઠ ત્યાંથી સ્થળાંતર કરીને ચાંપાનેર પાસેના ભાલેજ નગરમાં જઈને વસ્યા. ત્યાં કરિયાણાને વ્યાપાર કરતા હોવાથી તેમની ભાંડશાલી એડક થઈ. સહદે શેઠના યશોધન અને સોના નામે બે પુત્રો થયા.
૨૧. યશોધન ઘણો જ પ્રતાપી પુરુષ હતું. તેના પછી આ ગોત્રને ખૂબ જ વિસ્તાર થયો અને એના વંશજો ઘણે સ્થળે પથરાયા. અનેક પ્રસિદ્ધ પુરુષો પણ આ ગોત્રમાં થઈ ગયા. મંત્રી સલખુએ જૂનાગઢમાં આદિનાથને શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્ય તથા પાટણમાં ચોર્યાસી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com