________________
અંચલગચ૭ દિગ્દર્શન પણ સમજાવ્યું પણ તે માન્યો નહીં, એટલે દેવીએ શાપ આપ્યો. પરિણામે મહમ્મદ બેગડે અહીં ચડી આવ્ય, ચાંપાનેર ભાંગ્યું, પાવાગઢનું પતન થયું, જૈનમંદિરે લુંટાયાં. એ વખતે જૈન સંઘે અનેક જિનપ્રતિભાઓને ભૂમિમાં ભંડારી દીધી. બેગડાએ સં. ૧૫૪૧માં રાજા જયસિંહ-પતાઈ રાવલ, ડુંગરશી પ્રધાન વગેરેને મારી નાખી પાવાગઢ જીતી લીધો. ત્યારથી ચાંપાનેરનું રાજ્ય ખાલસા બન્યું, અને મહમ્મદશાહ ત્રીજો બે કીલ્લાને રાજા બનવાથી બેગડે કહેવાય.
૧૮૩. “પાવાગઢથી ઊતર્યાં મહાકાલી રે” એ ગરબે ગુજરાતમાં લેકવિશ્રત બન્યો અને પાવાગઢ મહાકાલી માતાનાં ધામ તરીકે પ્રસિદ્ધ રહ્યું, કિન્તુ એક જૈન તીર્થ તરીકે એનું મહાસ્ય લેકમાં ભૂલાઈ ગયું. અલબત્ત, ઐતિહાસિક પ્રમાણોથી સિદ્ધ થાય છે કે પાવાગઢ એ જૈન વેતાંબરોનું મધ્યકાલીન જૈન તીર્થ ધામ હતું. આજે પર્વત ઉપર કઈ વેતાંબર મંદિર નથી અને શ્વેતાંબર સંપ્રદાયના યાત્રિકે પણ અહિં આવતા નથી. કાલિકામાતાનું મંદિર ૨૦૦ વર્ષની અંદર બંધાયેલું આજે વિદ્યમાન છે. કાલિકાની ટૂંક પર ચડવાનાં પગથિયાંઓમાં જે પથ્થરે લગાડવામાં આવ્યાં હતાં, તેમાં નવા પથ્થરાં સમજીને સાત જૈન મૂર્તિઓ લગાડી દેવાઈ હતી !!
૧૮૪. સને ૧૮૯૫ માં અહીં આવેલા વિદેશી વિદ્વાન બસ કહે છે, “પાવાગઢનાં શિખર ઉપર રહેલાં કાલિકા માતાનાં મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરોનું જૂથ છે.”
૧૮૫. અહિંની એક જુમ્મા મસ્જિદને પરિચય કરાવતા એક વિદ્વાન કહે છે-“આ મસ્જિદની બારીઓ અને ઘુમ્મટમાં જે કાતરકામ અને શિલ્પકળા દર્શાવી છે તે અજાયબી પમાડે એવી છે. આબુના પહાડ ઉપર આવેલાં દેલવાડાનાં જૈન મંદિરોમાં જે પ્રકારની અષ્ટ પાંદડીવાળાં કમળની રચના કરવામાં આવી છે તેવા જ પ્રકારની આકૃતિઓ અહીં પણ જોવામાં આવે છે. સંભવતઃ સર્વતોભદ્ર નામનું જૈન મંદિર આ હોય એમ જણાય છે. મહાકાલીદેવી શું જન કેવી છે?
૧૮૬. મહાકાલીદેવી પ્રભાવક અને ભકતોની ઈચ્છા પૂરી પાડનારી મનાઈ છે. ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં કાલીભકત અનેક છે. બંગાળમાં તે આ દેવી અત્યંત પૂજાય છે. ઈતિહાસ કહે છે કે પૃથ્વીરાજ ચૌહાણના વંશજો પાવાગઢના રાજવીઓ હતા ત્યારે તેઓ આ દેવીને રાજ્યની ૨ખેવાળી કરનારી માનતા હતા. ગુજરાત તે નવરાત્રીના દિવસોમાં મહાકાલી દેવીના ગરબા ગાવા ગાંડીતૂર હોય છે. આમ, જૈનેતર આ દેવીને અત્યંત પૂજનીય ગણે છે એ વાત સર્વ પ્રસિદ્ધ છે. અહીં પ્રશ્ન એ છે કે અંચલગચ્છાધિષ્ઠાયિકા ગણાતી મહાકાલી શું જેન દેવી છે ? આ પ્રશ્ન અનેકનાં મનમાં ઉદ્ભવે છે.
૧૮૭. તપાગચ્છના ઉગ્રસ્વભાવવાળ ઉપાધ્યાય ધર્મસાગરજીએ લોકોની આ શંકાનો ખરેખર, બેટ ઉપયોગ કર્યો છે. અંચલગચ્છનું ઉગ્રખંડન કરવામાં તેમણે મહાકાલીદેવીનાં નામને પણ સંડોવ્યું. ઉક્ત પ્રવચન પરીક્ષા (વિ. ૪, ગા. ૩૪) ની વ્યાખ્યામાં તેમણે જણાવ્યું છે કે- આંચલિકમતના આકર્ષક નરસિંહ ઉપાધ્યાયે ચંપક દુર્ગ (ચાંપાનેર) માં મિયાદષ્ટિ કાલિકાદેવી પિતાના મતની વૃદ્ધિ માટે આરાધી હતી. નરસિંહને નાઢી શ્રાવિકાએ નટપદ્રીય (નડીઆદ) ના ચયવાસી સૂરિ દ્વારા “ આર્ય રક્ષિત રિ” નામથી સૂરિપદ અપાવ્યું હતું. એ જ ગ્રંથના પાંચમા વિભાગ (ગા. –૮) માં જણાવ્યું કે “તે નરસિંહે પિતાના મતની વૃદ્ધિ માટે પાવકગિરિ (પાવાગઢ)માં રહેલી કાલિકા નામની મિથ્યાદષ્ટિ–હિંસાપ્રિય દેવીને ૨૧ ઉપવાસો દ્વારા આરાધી હતી, અને તે પાપીજનો પાસે વ્યગ્રહ વચન પ્રકાશિત કરતાં
અમને ચક્રેશ્વરી પ્રત્યક્ષ થયાં.” એવું મૃષા બોલ્યા હતા—
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com