________________
૪૨
અંચલગચ્છ દિગ્દર્શન Samvat 1169 the name Vidhipiksha-gachcha (sce Bhan. Rp. 1883-4, P. 130, 442, V'. I)
- ૧૬૭. પ્રાચીન શિલાલેખમાં પણ મહાકાલીદેવીના ઉલેખ પ્રાપ્ત થતા નથી. આગરામાં કુંવરપાલ તથા સેનપાલે બંધાવેલાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનનાં જિનાલયના સં. ૧૬૭૧ના વિસ્તૃત શિલાલેખમાં ચક્રશ્વરીદેવીએ આર્ય રક્ષિતરિને વરદાન આપ્યું એ સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : શ્રી કાંચરી છે श्री वीरादष्टचत्वारिंशत्तमे पट्टे श्री पावकगिरौ श्रीसीमंधरजिनवचसा श्री चक्रेश्वर्यादत्तवराः सिद्धांतोक्तमार्गप्ररूपकाः श्री विधिपक्षगच्छसंस्थापकाः श्री आर्यरक्षितसूरयः॥
૧૬૮. જામનગરમાં વર્ધમાનશાહે તથા પદ્ધસિંહશાહે બંધાવેલાં જિનમંદિરના સં. ૧૬૯૭ના વિસ્તૃત શિલાલેખમાં પણ એ પ્રમાણે જ ચકેશ્વરીદેવીનાં નામનો ઉલ્લેખ છે.
श्री वीरपट्टक्रमसंगतोऽभूत् । भाग्याधिकः श्रीविजयेंदुसूरिः ॥
श्रीमंधरैः प्रस्तुतसाधुमार्ग-श्चक्रेश्वरीदत्तवरप्रसादः ॥५॥ ૧૬૯. મહાકાલીદેવી અંચલગચ્છની અધિષ્ઠાયિકાદેવી તે આજે મનાય જ છે. અન્વેષણની દષ્ટિએ આપણે જોયું કે પ્રાચીન સાહિત્યમાં મહાકાલીદેવીને એ સંબંધમાં ક્યાંયે ઉલ્લેખ નથી. ૧૭મી શતાબ્દી પછીનાં સાહિત્યમાં મહાકાલીદેવીના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એ પણ આપણે જોયું. આ ઉપરથી માનવાને કારણ મળે છે કે ૧૭મી શતાબ્દી પછી જ અંચલગચ્છાધિષ્ઠાયિકા તરીકે મહાકાલીદેવીનાં નામનો સવિશેષ પ્રચાર થયો હશે. “વર્ધમાન પાસિંહ શ્રેણીચરિત્ર, જિનવિજયજી સંપાદિત સં. ૧૮૦૬ની આસપાસ અજ્ઞાત કૃત “વીરવંશાવલી ” તથા તપગચ્છીય ઉપાધ્યાય ધર્મસાગરજીએ સં. ૧૬૨૮માં રચેલ કુપક્ષકૌશિક–સહસ્ત્ર કિરણ અપરનામ “પ્રવચન પરીક્ષા માં મહાકાલી વિષે સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મુકિતલાભ ઉપાધ્યાયના શિષ્ય કવિ ક્ષમાલામે પણ મહાકાલીદેવીને છંદ રચ્યો છે, જેમાંથી જાણી શકાય છે કે સં. ૧૮૯૩ ના ચિત્ર વદિ ૧૨ ને દિવસે મુકિતસાગરસૂરિએ પાવાગઢની યાત્રા કરી મહાકાલીમાતાનું વરદાન પ્રાપ્ત કર્યું. આમ છેલ્લા ત્રણેક સૈકાઓમાં અંચલગચ્છીય સાહિત્યમાં મહાકાલીદેવીના સંબંધમાં અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
૧૭૦. અહીં એ તક પણ કરવામાં આવે કે, આર્ય રક્ષિત રિએ પાવાગઢ ઉપર તપ કર્યું એટલે મહાકાલીદેવીનું વરદાન પ્રાપ્ત કર્યું હશે એવી માન્યતા પ્રચલિત થઈ હશે, કે પાવાગઢ હાલમાં મહાકાલીદેવીનું જ ધામ ગણાય છે. પરંતુ મહાકાલીદેવી સંબંધમાં એ માન્યતા જ મુખ્ય હોય છે એ જાણવું જરૂરી છે કે એક વખત પાવાગઢ સુપ્રસિદ્ધ જૈનતીર્થ હતું. પાવાગઢ-જૈનતીર્થ.
૧૭૧ મહાકાલીનાં ધામ તરીકે ભારતવર્ષમાં પ્રસિદ્ધિ પામેલું પાવાગઢ એક વખત જેનોનું અગત્યનું યાત્રાનું ધામ હતું. આ સંબંધમાં થોડાક પ્રમાણે આ પ્રમાણે છે : વનરાજ ચાવડાએ સં. ૮૦૨ માં પાટણ વસાવી ગુજરાતનું રાજ્ય સ્થાપ્યું ત્યારે તેના મંત્રી ચાંપા શાહે ચાંપાનેર વસાવીને પાવાગઢ ઉપર કિલ્લે બાંઓ અને એક જેન દહેરાસર પણ બંધાવ્યું. એ પછી અહીં અનેક જિનાલય બંધાયાં.
૧૭૨. સંઘનું બાવન દેરીવાળું શ્રી અભિનંદન સ્વામીનું પ્રાચીન મંદિર હતું, જેનો જીર્ણોદ્ધાર અને પ્રતિકા ગુણસાગરસૂરિએ સં. ૧૧૧૨ ના વૈશાખ સુદી ૫ ને ગુરુવારે કરાવ્યાં હતાં. આ પ્રતિષ્ઠા ઉત્સવથી સંધમાં આનંદી વાતાવરણ ફેલાયું હતું. જીરાવલા પાર્શ્વનાથનાં મંદિરની પ્રતિષ્ઠા પણ એ જ દિવસે થઈ મહમ્મદ બેગડાએ ચાંપાનેર ભાંગ્યું ત્યારે સંઘે મૂળનાયકની પ્રતિમા જમીનમાં ભંડારી હતી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com