SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગચ્છ દિગ્દર્શન ૧૫૭, જિનવિજયજી સ’પાદિત ‘ વીરવંશાવલી 'માં આ પ્રમાણે વન છે કેતલેક દિવસે પાવ પતિ આવ્યા. તિયાં સંપ્રતિ નૃપકારક પ્રાસાદે શ્રી સંભવદેવનઇ નમસ્કાર કરી ચઉ વિહાર માસખમણે ઉપાધ્યાય કાઉસ્સગિ રહ્યા. માસ સંપૂર્ણ જિતેન્દ્રિય તપસ્વી પશુઈ જાણી મહાકાલી દેવ્યા વાંદી કહી હું તુરન્તુ ઉપરી પ્રસન્ન છું. તુહ્નો સંધનઇ કલ્યાણકારી છું. મુઝને સંભાર ઉપદ્રવ વેગલા કરીસ. પિણુ આજ કૃષ્ણાષ્ટમી હઈ તે માટિ મુઝન અષ્ટમાં દીનઈં ઉપવાસી તુમ્હે સ ંભાર યો. તે દેવી દત્તવર થકી ઉપાધ્યાય શ્રી વિજયચંદ્ર પાવાગિરિ પીઠ થકી ઉતરી ભાલિજ નગર” આવી માસખમણને પારિણુએ યશેાધન ભણશાલી નઇ ધરે આહાર લીધેા. એતલઈ દેવીનઈ વરથકી મુખ્ય ગૃહથ યો।ધન ધનશાલી હુએ,’ ४० ૧૫૮, માન્યતાની દૃષ્ટિએ આપણે અમુક પ્રસંગેા જોઈ ગયા. બીજી રીતે પણ આ મુદ્દો વિચારણીય છે. અન્વેષણની દૃષ્ટિએ તપાસતાં અચલગચ્છનાં પ્રાચીન સાહિત્યમાં મહાકાલીને કયાંયે ઉલ્લેખ નથી. આ ગચ્છના સૌથી પ્રાચીન પ્રાપ્ય ગ્રંથ શતપદીમાં મહેન્દ્રસિંહમૂરિએ મહાકાલીને કયાંયે ઉલ્લેખ નથી કર્યાં એટલુ જ નહીં, દેવદેવીએની માન્યતાને પણ અસ્વીકૃતિ આપી અને હિંસક દેવીને તે મક્કમતાથી વિરાધ કર્યાં હતા. ૧૫૯. આય રક્ષિતસૂરિના સમકાલીન ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ પણ સમથ આચાય થઈ ગયા, જેમણે ચૈત્યવાસ સામે પ્રચંડ ઝુ ંબેશ ઉપાડી હતી. તેમણે ચંડિકાદેવીની સાધના કરી હતી. વૃદ્દાચાય પ્રશ્ન ધાવલી'માં જણાવ્યું છે કે તેમણે ચંડિકાના નામથી પેાતાના ગુચ્છ ચલાવ્યા હતા. ‘યુગપ્રધાનાચાય ગુર્વાવલિ’માં એવું વર્ણન છે કે જિનવલ્લભસૂરિએ ચિત્તોડ જઈ સ્થાન માટે પૂછ્યું. કેઈ સ્થાન આપવાને બદલે લેાકાએ હાસ્યપૂર્વક કહ્યું કે ‘અહીં એક સૂનું ચડિકાનું મ ંદિર છે, આપ એમાં જ ઉતરી. ’ આચાય. એમનાં કહેવાના કુટિલ મમ જાણી ગયા અને નિર્દિષ્ટ સ્થાનમાં જ રહ્યા. દેવીને તેમણે પ્રસન્ન કરી, પડકાને લોકોને ડરરહેતા અને એથી અનેક લેાકેાનું અન” પણ થયું હતું. જે ચંડિકા અન્યના માટે ભક્ષિકા હતી તે જિનવલ્લભસૂરિના પ્રભાથી એમની રક્ષિકા થઇ. એમના પછી જિનદત્તસૂરિએ પણ અજમેરમાં શ્રી પાર્શ્વનાથ જિનાલયમાં ‘મને માંસ પણ ચડે છે એવી શીતળા વગેરે દેવીએ સ્થાપી ' જેને શતપદીમાં મહેન્દ્રસિહસરિએ વિરાધ કર્યાં. . ૧૬૦. મેરુનુંગસૂરિ રચિત ‘ લઘુ શતપદી ’માં કહેવાયું છે કે ‘ સિદ્ધાંતપ્રણીત સમાચારી અને શુદ્ધ તક્રિયા જોઈ એ ગચ્છને ચક્રેશ્વરી નામે શાસનદેવી સાંનિધ્ય કરે છે, તેથી તે અનેક શાખાએ વધે છે. આ ગ્રંથમાં પશુ મહાકાલીદેવીને કયાંયે નિર્દેશ નથી. ૧૬૧. મેતુ ંગસૂરિના સમકાલીન, શાખાચાય અને મડાકવિ જયશેખરસૂરિએ રચેલ * ઉપદેશ ચિન્તામણિ ’ની ગ્રંથ પ્રશસ્તિમાં આરક્ષિતસૂરિએ તપાબળથી ચક્રેશ્વરીને સાક્ષાત્ કરીને અચલગચ્છ વિસ્તાર્યાં એવું જણાવવામાં આવ્યું છે : वंशे वीरविभोरभूदिति वहन्वी रत्यूर्जितं । मिथ्यात्वादिविपक्षवारणविधौ धर्मोद्यमे चोत्तमे ॥ जातः पूर्वमिहार्यरक्षितगुरूचकेश्वरी देवतां । साक्षात्कृत्य तपोभिरंचलगणं विस्तारयन् भूतले ॥ અહીં પણુ મહાકાલીનો નિર્દેશ નથી. ૧૬૨. ભાવસાગરસૂરિ રચિત ગુ[વલીમાં ચક્રેશ્વરી દેવી શ્રીસીમ ધર જિનેશ્વરનાં મુખેથી આરક્ષિત સૂરિના ગુણાની પ્રશંસા સાંભળે છે, પાવાગઢ પર ગુરુને વંદનાથે આવે છે, એમની પ્રશ ંસા કરી ભવિષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy