________________
અંચલગરછ દિગ્દર્શન ૩૮ જ તેમને સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ઉથાનનાં સિમાચિહ્નો રચવાં હતાં; એક એવું બળ પ્રકટાવવું હતું કે એમના પછી પણ સુવિહિત માર્ગની વિરુદ્ધ પ્રણાલિકાઓ યુગોયુગ અખલિત વહેતી આવે, કોઈ એ માર્ગમાં રૂકાવટ ન લાવી શકે ! અંચલગચ્છની સમાચારી
૧૪૮. આર્થરક્ષિસૂરિએ ગચ્છની સ્થાપના કરી અને એનું આગમપ્રણત મંતવ્ય લેકને સમજાવ્યું. એમની માન્યતાઓ રૂપે સમાચાર વિષયક શતપદી નામનો પ્રાકૃતગ્રંથ એમના પ્રશિષ્ય ધર્મઘોષસૂરિએ સં. ૧૨૬૩ માં રચ્યો. એ ગ્રંથને આધારે મહેન્દ્રસિંહસૂરિએ સં. ૧૨૯૪ માં એવો જ ગ્રંથ ડાક સુધારા વધારા સાથે સંસ્કૃતમાં ર. મૂળ ગ્રંથ અપ્રાપ્ય હાઈને અંચલગચ્છની સમાચારી અંગેનું મંતવ્ય આપણે મહેન્દ્રસિંહસૂરિકૃત સંસ્કૃત શતપદીમાંથી જ જાણી શકીએ છીએ. એમાં બધા મળીને ૧૧૭ વિચારે છે. મુખ્ય વિચારે નીચે મુજબ છે :
૧૪૯. સાધુ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ન કરાવે. દીપપૂજા, ફળપૂજા, બીજ પૂજા તથા બલિપૂજા ન કરવી, તંડુલ પૂજા કે પત્રપૂજા કરી શકાય. શ્રાવક વસ્ત્રાંચલથી ક્રિયા કરે, પૌવધ પર્વદિને કરે, સામાયિક સાંજે-સવારે એમ બે ટાણે અને બે ઘડીનું કરે. ઉપધાન-માલારોપણ કરવાં નહીં. ત્રણ થાય કહેવી. મુનિને વંદન કરતા એક ખમાસમણ દઈ શકાય, સ્ત્રીઓએ મુનિને ઊભે જ વાંદવું. કલ્યાણકે ન માનવા, નમોલ્યુમાં “દીવો, તાણું, સરણુ, ગઈ પદ્ધ” ઈત્યાદિ પાઠ નહીં કહેવા. નવકારમંત્રમાં “હોઈ મંગલ' કહેવું. ચોમાસી પાખી પૂનમે કરવી. સંવત્સરી આષાઢી પૂનમથી પચાસમે દિવસે કરવી. અને અભિવતિ વર્ષમાં વીસમા દિવસે કરવી. અધિક માસ પોષ કે અષાઢમાં જ થાય, ઈત્યાદિ.
૧૫૦. શંખેશ્વરગચ્છ, નાણાવાલગચ્છ, નાડેલગચ્છના વલ્લભીગ૭, ભિન્નમાલગચ્છ ઈત્યાદિ ગોએ પણ ઉપર્યુક્ત સમાચારને સ્વીકાર કર્યો. પૂર્ણિમાગચ્છ, સાર્ધપૂર્ણિમાગછ, આગમગછ ઈત્યાદિ ગોએ પણ અંચલગચ્છની મુખ્ય સમાચારીને સ્વીકૃતિ આપી. અન્ય ગ પણ અંચલગચ્છની સમાચારીથી અપ્રભાવિત રહી શક્યા નહિ.
૧૫૧. પંચગની સમાચારીને વિદ્વાનેબે તાત્વિક દૃષ્ટિથી અને નિઃસ્પૃડ ભાવે અભ્યાસ કરવો ઘટે છે. ગચ્છરાગથી નહીં, કિન્તુ આગમ સિદ્ધાંતની એરણ ઉપર એનાં મંતવ્યો તપાસવાં જોઈએ, અને એ રીતે મૂલવવાં જોઈએ. અલબત્ત, એ સમાચારીને મોટો ભાગ આજે એ ગરછ પણ અનુસરતો નથી, છતાં સંસ્કૃતિના ઇતિહાસ માટે એ સમાચારી અને વિચારસરણી સુંદર અભ્યાસ પૂરો પાડે એમ છે. ઇતિહાસના ક્ષેત્ર માટે તે આટલો ઉલેખ જ બસ છે. આ સમાચારી પાછળ ઐતિહાસિક ભૂમિકા એટલી જ છે કે સમાજમાં તે કાળે ચારિત્રનો અભાવ હતો. લોકોને વ્રત-નિયમો-વિધિવિધાને નિરસ લાગતાં હતાં, તે વખતે આર્ય રક્ષિતસૂરિએ આગમપ્રણીત શુદ્ધ શ્રમણચારને પુનઃ પ્રતિષ્ઠા અપાવવા સૂચક કદમ ઉઠાવ્યું. જ્યારે શિથિલાચાર સમાજની રગેરગમાં પ્રવેશી ચૂક્યો હત; સર્વ ત્યાગના મહામામંનાં દ્વારે બીડાઈ જવાની તૈયારીમાં હતાં, બરાબર એ વખતે જ અંચલગચ્છપ્રવર્તકે આગમત માર્ગને અનુસરવાની ઉદ્ઘોષણા કરી અને એ યુગની માગણીને બધાનાં હૈયામાં પડઘો પાડ્યો. એમણે જે બોલ ઉચ્ચાર્યા એ અંચલગચ્છનું મંતવ્ય ભલે વ્યક્ત કરતાં હોય, પરંતુ એ આગમપ્રણીત સિદ્ધાંતોનાં નીચોડ રૂપે જ હતાં. એ મને નો પંથ સ્થાપવો નહોતે, એમને કશું જ નવું પણ કહેવાનું નહોતું; એમને જે કરવાનું હતું અને કહેવાનું હતું તે એ યુગની માંગ જ હતી, જે તેમણે પૂરી પાડી. એ વખતે સુવિહિતમાર્ગની પ્રતિષ્ઠા કરવાની આવશ્યકતા હતી. આર્યરક્ષિતરિએ એ આવશ્યકતાની માત્ર પૂતિ કરી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com