________________
શ્રી આરક્ષિતસૂરિ
૩૭ આકર્ષણી અને સ્વૈભિની વિદ્યાના પ્રભાવથી કાબૂમાં લીધો, અને જિનાલયનાં કાર્યમાં સાહાટ્યક બનાવ્યો. દહેરાસરના દરવાજામાં ક્ષેત્રપાલની ચાર હાથવાળી મતિ બેસાડવામાં આવી. ચાતુર્માસ યશોધને શત્રુંજયને છરી પાળ તો યાત્રા-સંધ પણ કાઢ્યો.
૧૪૩. લધુ શતપદીમાં મેનુંગરિ જણાવે છે કે યશોધને આદિદેવનાં દેરાસરની આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી પોતે પ્રતિષ્ટા કરવા માંડી. તે જોઈ તેને અટકાવવા હેમચંદ્રાચાર્યના ગુરુ સંગમ ખેડીઆ દેવેન્દ્રસૂરિ, આશાપલીઆ મલયચંદ્રસૂરિ તથા પીપલીઆ શાંનિમૂરિ વિગેરે મહાન આચાર્યો એકઠા થઈ જેરશેરથી કહેવા લાગ્યા કે “આ વળી નવું ડામાડોળ શું ઊભું કરો છો ” આ સાંભળીને પ્રતિષ્ઠા મહોત્સવમાં એકત્રિત થયેલા મંદિર, વડેદરા, ખંભાત તથા નાહવા વિગેરેના સંઘો વિચારમાં પડ્યા કે હવે શું થશે ? તે વેળા આ પ્રમાણે ત્રણવાર આકાશવાણી થઈ : “અહ લેક: આ વિધિમાર્ગ સિદ્ધાંતોક્ત છે, સર્વ. સોક્ત છે અને શાશ્વત છે, માટે એમાં કોઈ એ સંદેહ ન કરે, એમાં બ્રહ્મા પણ વિન કરી શકે તેમ નથી.” એ પછી વિદ્મ શાંત થતાં પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો અને એ રથળે સં. ૧૧૬૯ માં અંચલગચ્છની સ્થાપના થઈ
૧૪૪. આ ગ૭ શુદ્ધ વિધિમાર્ગની પ્રરૂપણાનાં ધ્યેય સાથે જ ઉદ્ભવ્યો હેઈને પ્રારંભમાં વિવિ. પક્ષગચ્છનાં નામે ઓળખાતે રહ્યો. લઘુ શતપદી માં મેતુંગરિ જણાવે છે કે “પરમાન કુમારપાલ રાજાએ નમેલા, કલિકાલસર્વજ્ઞ, પ્રભુ શ્રી હેમચંદ્રાચાર્ય અંચલગચ્છને વિધિપલ નામ આપ્યું.”
૧૪૫. પદાવલીમાં આ ગ૭ માં અચલગચ્છ એ નામ સંબંધમાં એક વિસ્તૃત ચમત્કારિક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે, એને ઐતિહાસિક સાર આ પ્રમાણે છે : રાજા સિદ્ધરાજે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રકામેષ્ટિ યજ્ઞ આરંભ્યા. અકસ્માતે સપૅદંશથી એક ગાય યજ્ઞમંડપમાં જ મૃત્યુ પામી. જે ગાયને જીવતી જ યજ્ઞમંડપમાંથી બહાર કાઢવામાં આવે તો જ યજ્ઞ ચાલી શકે એમ હતું. આ અશક્ય કાર્ય કર્યું સાધી શકે ? રાજાની વિનતિથી આયંરક્ષિતસૂરિએ પરકાય પ્રવેશિની વિદ્યાના પ્રભાવથી તે ગાયને યજ્ઞશાળામાંથી બહાર કાઢી. આર્યરક્ષિતસૂરિ પોતાનું વચન પાળવામાં અચળ રહ્યા એટલે સિદ્ધરાજે તેમને “અચલ' એવું બિરુદ આપ્યું. આથી વિધિપક્ષગણ અચલગરછનાં નામથી પ્રસિદ્ધ થયો. રાજા સિદ્ધરાજે સં. ૧૧૮૪ પછી પુત્રકામના માટે યાત્રાઓ વિગેરે કરી હતી એ આધારે અચલગચ્છ એ અભિધાન સં. ૧૧૮૫ અને સં. ૧૧૯૫ના વચ્ચેના ગાળામાં પ્રચલિત હશે.
૧૪૬. પદાવલીમાં “અંચલગચછ' એ અભિધાન માટે એવું વર્ણન છે કે સિદ્ધરાજ પછી ગાદી ઉપર આવેલા કુમારપાલે આર્યરક્ષિતસૂરિની પ્રશંસા સાંભળીને તેમને પાટણું તેડાવ્યા, અને બહુ માનપૂર્વક પ્રવેશ મહોત્સવ પણ કર્યો. એક પ્રસંગે રાજાની સભામાં બેઠેલા આર્ય રક્ષિતસૂરિને કુડી વ્યવડારીએ પોતાનાં ઉત્તરાસંગના છેડાથી ભૂમિનું પ્રમાન કરીને વંદન કર્યું. તે જોઈ રાજાએ હેમચંદ્રાચાર્યને પૂછયું કે આ પ્રકારનો વિધિ પણ શું શાસ્ત્રોમાં કહે છે? કલિકાલસર્વજ્ઞ એ વિધિને શાસ્ત્રોક્ત કહેતાં રાજાએ આર્ય રક્ષિતસૂરિના પરિવારને અંચલગ તરીકે ઓળખાવ્યો. ત્યાર પછી આ ગછ એ નામથી જ સવિશેષ પ્રસિદ્ધ થયો, અને આજ દિવસ સુધી એ નામથી જ ઓળખાતો રહ્યો.
૧૪૭. દરેક ગ૭ને આવિર્ભાવ-પ્રાકટય સામાજિક અને ધાર્મિક આકાંક્ષાઓનાં ફળ સ્વરૂપે જ થાય છે. સિથિલાચારની ગર્તામાં ડૂબેલા સમાજમાં સુવિહિત માગને પ્રસ્થાપિત કરવાની એ વખતે તીવ્ર આકાંક્ષા જાગેલી. એ આકાંક્ષાને તાદશ્ય કરવાની આવશ્યક્તાએ આર્ય રક્ષિતરિ જેવી યુગભૂતિને જન્મ આવે. શાસનની આકાંક્ષા એમનાં વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થઈ અને એનાં ફળ સ્વરૂપે જ અંચલગચ્છને એમણે સૂત્રપાત કર્યો. આ ગચ્છના નેજા હેઠળ એમને સંગઠ્ઠન ઊભું કરવું હતું અને તે દ્વારા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com