________________
અંચલગચ્છ દિગ્દર્શન ૧૩૭. કવિવર કાન્હ રચિત “ગચ્છનાયક ગુરુરાસમાં પણ ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીને મળતું જ વર્ણન છે. કવિએ આ પ્રસંગને વિસ્તારથી વર્ણવ્યો છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે : કાલના પ્રભાવથી શ્રમણાચાર ભૂલાઈ ગયો હતો. શુદ્ધાહાર ન મળવાથી ગુરુ પાવાગઢ પર જઈ એક માસ સુધી કઠોર તપ તપે છે. ચક્રેશ્વરે દેવી પ્રત્યક્ષ થાય છે. બન્ને વચ્ચે વાર્તાલાપ થાય છે. અંતે દેવી વિનંતિ કરે છે કે ભાલેજનગરથી યશોધન ભણશાળી અહીં સંધ સાથે યાત્રાએ આવે છે. એ તમારો શ્રાવક થશે. બીજે દિવસે મોટા સંઘ સહિત યશોધન આવ્યો. ગુરુએ એને ઉપદેશ આપે. યશોધને ગુરુને પારણું કરાવ્યું. પછી સંઘ સાથે ગુરુ ભાલેજ નગરે પધાર્યા.
૧૩૮. ઉક્ત પ્રમાણે ઉપરથી જાણી શકાય છે કે ચિત્યવાસની ગર્તામાં ડૂબેલા સમાજને આર્ય રક્ષિતસૂરિએ કઠોર તપ તપીને, આગમોક્ત શ્રમણ આચાર પાળીને, સાચો માર્ગ બતાવ્યો. આગમ પ્રણત એ માર્ગ આચરવામાં એમને પારાવાર મુશ્કેલીઓ નડી. સતત એક મહિના સુધી એમને શુદ્ધાહાર પ્રાપ્ત ન થે. છતાં તેઓ પિતાના માર્ગમાં મક્કમ રહ્યા અને સાબિત કરી બતાવ્યું કે દુસ્સમ કાળમાં પણ શુદ્ધ શ્રમણાચાર આચરી શકાય છે. એ વખતે એવી માન્યતા રૂઢ થઈ ગયેલી કે આગમ પ્રણીત સમાચારી તે ચોથા આરા માટે જ છે; પાંચમા આરામાં તે આચરવી દુષ્કર છે. આ માન્યતાનું જે ખંડન કરવામાં ન આવત તો સુવિહિત માર્ગ માટેનાં બધાયે દારે બીડાઈ જાવ અને પરિસ્થિતિ કાંઈક બીજી જ હોત. પરંતુ આ માન્યતાનું ખંડન માત્ર શાસ્ત્રોનાં કે ક્ષેકનાં પ્રમાણે ટાંકીને નહીં, શુદ્ધાચાર પાળીને જ કરી શકાય એવું હતું, જે આયંરક્ષિતસૂરિએ કરી બતાવ્યું. એમનાં આવા ઉમદા પ્રયાસ અને એમનાં તપની પ્રશંસા સીમંધર જિનેશ્વર કરે છે એ વાત પ્રાચીન પટ્ટાવલી સાહિત્યની શૈલીને અનુરૂપ જ છે, તેનો ધ્વનિ જે તારવવામાં આવે તો કહી શકાય કે એમની સિદ્ધિ અસાધારણ હતી; એમણે તે દ્વારા ખરેખર, ચમત્કાર સર્યો છે.
૧૩૯. ઐતિહાસિક દૃષ્ટિથી ઉપયુક્ત પ્રમાણે વચ્ચે થોડાક ફેરફાર જણાય છે. મેરૂતુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવાળીમાં આર્ય રક્ષિતસૂરિને દેવી ભાલેજનગરમાં જવાનું કહે છે. ત્યાં દાહજારથી યશોધન પીડાતો હોય છે. એની ઉપશાંતિ માટે તેની માતા અદમ કરે છે. અંબીકાદેવી પ્રસન્ન થઈને કહે છે કે વિજયચંદ્રઉપાધ્યાયનાં ચરણોદકનું યશોધનનાં શરીર પર સિંચન કરો તો પીડા મટી જશે. એ પ્રમાણે કરતાં યશોધન પીડામુક્ત થયે. ઉપાધ્યાયજીના ઉપદેશથી તેણે જૈનધર્મ સ્વીકાર્યો.
૧૪૦. મેરૂતુંગરિકૃત લઘુ શતપદીમાં યશોધન સંઘ સાથે પાવાગઢ યાત્રાર્થે આવે છે એવું વર્ણન છે. ભાવસાગરસૂરિ તથા કવિવર કાન્હ પણ એ પ્રમાણે જ વર્ણવે છે. યશોધન શ્રાવક તો હતો જ પરંતુ આર્ય રક્ષિતરિએ તેને આગમપ્રણવ ધર્મ સમજાવ્યો. યશોધન એમનો ભક્ત થયો. અને ગુરુને તેણે વિધિ માર્ગની પ્રરૂપણું કરવા વિનંતિ કરી. એની વિનતિને સ્વીકારી ગુરુ સંધ સહિત ભાલેજ પધાર્યા. વિધિપક્ષ, અચલ કે અંચલગરછ.
૧૪. એ પછી યશોધને અત્યંત આગ્રહથી જયસિંહરિને ભાલેજ નગરમાં બેલાગ્યા અને તેમની ઘણી ભક્તિ કરી. ભાલેજના સંઘના આગ્રહથી સં. ૧૧ ૬ ૯ ના વૈશાખ સુદી ૩ ને દિવસે ગુરુએ વિજયચંદ્ર ઉપાધ્યાયને આચાર્યપદ આપ્યું. અને તેમનું આર્યરક્ષિતસૂરિ નામ રાખ્યું. યશોધને પદમહત્સવમાં એક લાખ ટંકને ખર્ચ કર્યો. વયોવૃદ્ધ થયેલા સિંહસૂરિ એજ વર્ષમાં આલોચનાપૂર્વક પંચપરમેષ્ટિનું આરાધન ધરતાં ભાલેજ (વઢવાણમાં ?)માં પંચત્વ પામ્યા.
૧૪૨. આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી યશેધને ભરત ચક્રવતિની યુતિ જેવું આદીશ્વર ભગવાનનું નવું દેરાસર કરાવ્યું. પદાવલી કાર જણાવે છે કે તેમાં ક્ષેત્રપાલ વ્યંતર વિક્ત કરતો હતો. આથી ગુરુએ તેને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com