________________
શ્રી આરક્ષિતસૂરિ
૩૫ જ પ્રમાણો ઉકત પ્રસંગ આર્યરક્ષિતસૂરિનાં આચાર્ય પદ પહેલાં બન્યા હોવાનું જણાવે છે, જ્યારે પદાવલીમાં આચાર્યપદ પછી ઉક્ત પ્રસંગ બન્યો હોવાનો ઉલ્લેખ છે એ પ્રસંગ પછી તેમણે આચાર્યપદને ત્યાગ કર્યો અને ઉપાધ્યાયપદે તેઓ રહ્યા હોવાની વાત પટ્ટાવેલી કારને અભિપ્રેત છે, જે અસ્વીકાર્ય છે. આયંરક્ષિતમુરિ જેવા વિચક્ષણ પુરૂ આચાર્યપદ પામ્યા ત્યાં સુધી દશવૈકાલિકસૂત્ર ન ભણ્યા હોય કે તેમને એ વિષયનો વિચાર સુદ્ધાં ન ઉભો હોય એ વાત સ્વીકારવા જેવી નથી. એથી તો એમના જેવા યુગ પુસવની પ્રતિભાને ભારોભાર અન્યાય કર્યો જ ગણાય. ઐતિહાસિક દૃષ્ટિથી પણ તે અસ્વીકાર્ય કરે છે, જે અંગેના પ્રમાણે આપણે જોઈ ગયા. જિનવિજયજી સંપાદિત વીરવંશાલીમાં તો ગાદુહ દશવૈકાલિકસૂત્રની ગાથા સંબંધમાં ગુરુને પ્રશ્ન પૂછે છે એમ લખેલું છે. એટલે એ પ્રસંગે દીક્ષા પહેલાં બન્યો હોવાની એમાં સંભાવના છે. પરંતુ દીક્ષા પછી થોડા જ વર્ષોમાં એ બન્યો હશે. પદાવલીમાં સં. ૧૧૫૯ પછી બચે હવાની જે વાત છે તે ઘણી જ મોડી કહેવાય, કેમકે એ પછી માત્ર દશ વર્ષમાં તે આર્ય રક્ષિત સૂરિએ વિધિપક્ષગરની સ્થાપના કરી અને જૈન શાસનના ઇતિહાસમાં એક અગત્યનું પ્રકરણ ઉમેયું. કઠે૨ તપ
૧૩૪. આપણે જોઈ ગયા કે સાધુને શુદ્ધ આચાર પાળવા આર્ય રક્ષિતરિ વિજ્યચંદ્રઉપાધ્યાય નામ ધારણ કરીને પાંચ મુનિઓ સહિત લાટ દેશમાં પહોંચ્યા. ભાવસાગરસૂરિ વધુમાં જણાવે છે કે તેઓ શુદ્ધ આહાર માટે ફર્યા. પરંતુ શુદ્ધ આહાર પામ્યા નહીં એટલે પાછા વળ્યા. શુદ્ધ આહારની પ્રાપ્તિ ન થતાં તેઓ પાવાગઢનાં શિખર ઉપર ભગવાન મહાવીરના જિનપ્રાસાદમાં દર્શનાથે પહોંચ્યા. સંખનાને વછતા તેઓ એક માસ સુધી તપ કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી એમની કઠોર સાધનાની પ્રશંસા કરે છે, જે સાંભળીને ચકકેસરી દેવી હપૂર્વક સુગુને વંદન કરવા આવે છે. દેવીએ પણ એમની પ્રશંસા કરી અને જણાવ્યું કે અનશન કરશે નહીં. ભાલેજ નગરથી થશેધન સંઘ સહિત વીરપ્રભુની યાત્રા કરવા અહીં પધારશે. તમારા શુદ્ધ ધર્મના ઉપદેશથી તેઓ બોધ પામશે. શુદ્ધ આહાર દ્વારા તમારું પારણું થશે” ઈત્યાદિ કહી દેવી ગયાં.
૧૩૫. મેરૂતુંગસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં પણ એ પ્રકારનું વિસ્તૃત વર્ણન છે, જે સંક્ષેપમાં આ પ્રમાણે છે : વિજયચંદ્રઉપાધ્યાય સાધુની શુદ્ધ ક્રિયા આચરવા લાગ્યા. પરંતુ શુદ્ધાહાર પ્રાપ્ત ન થતાં પાવાગઢ પર તેમણે સાગારી અનશન કર્યું. એક મહિના સુધી તપ ચાલ્યું. એવામાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધર જિનેશ્વરને ચક્રેશ્વરી તથા પદ્માવતી દેવીએ પૂછયું કે આ કાળમાં ભરતક્ષેત્રમાં આગમપ્રણી ને શુદ્ધ માર્ગની પ્રરૂપણ કરનાર કોઈ મુનિ છે કે નહીં ? ભગવાને કહ્યું કે પાવાગઢ ઉપર સાગારી અનશન કરી રહેલા વિજયચંદ્રઉપાધ્યાય શુદ્ધ શ્રમણભાગને જાણનારા છે અને તેઓ હવે થઇ વિધિ માગની પ્રરૂપણ કરશે. ભગવાનનાં વચને સાંભળીને બને દેવીઓ પાવાગઢ પર આવી. વિજયચંદ્ર ઉપાધ્યાયને વંદન કરીને તેમણે કહ્યું કે, હવે તમે ભાલેજ નગરમાં જાઓ. ત્યાં તમોને શુદ્ધ આહારની પ્રાપ્તિ થશે, તથા ત્યાં જિનમાર્ગની પ્રરૂપણું કરવાથી તમારા વડે શાસનની મોટી પ્રભાવના થશે. આથી તેઓ ભાલેજ પધાર્યા.
૧૩૬. મેતુંગરિ કૃત લધુ શતપદીમાં જણાવવામાં આવ્યું છે કે એ સમયે પાસસ્થાઓની બાહુથતા હોવાથી તેને ભિક્ષાના દોષોનું જ્ઞાન ન હતું. આથી શુદ્ધ ભિક્ષા ન મળવાથી વિજયચંદ્ર ઉપાધ્યાયે પાવાગઢ ઉપર સંલેખણું કરવા માંડી. એક માસના ઉપવાસ થતાં ચક્રેશ્વરી દેવીએ પ્રત્યક્ષ થઈ, નમીને વિનતિ કરી કે મહારાજ, આપના પ્રસાદથી જગતમાં મહાલાભ થશે, માટે આવતી કાલે પ્રભાતે તમને આહાર મળે તેના વડે પારણું કરશે. એ અનુસાર ગુરુ તે પ્રમાણે પારણું કરીને તે વેળાએ આવેલા સંઘવી યોધનના સંધ સાથે ભાલેજ નગરમાં આવ્યા.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com