________________
અંચલગચછ દિગ્દર્શન
૧૩૧. દશવૈકાલિકસૂત્રને અભ્યાસ કરતાં આર્યરક્ષિતસૂરિનું ધ્યાન એક ગાથા પર વિશેષ કેન્દ્રિત થયું જેનો સાર એવો છે કે, “ચારિત્રવાન સાધુએ ઉકાળ્યા વિનાનું ઠંડુ પાણી, કરા વરસેલું પાણી તથા બરફ ગ્રહણ કરવાં નહીં, પરંતુ ઉકાળેલું પ્રાસુક જલ ગ્રહણ કરવું.” આ ગાથા વાંચીને તેમને થયું કે આપણે ચારિત્રવાન સાધુ હોવા છતાં શાસ્ત્રોમાં નિષેધ કરેલાં કાચા ઠંડા પાણી તથા અધાર્મિક આહાર આદિને કેમ સેવીએ છીએ? પિતાનાં મનની શંકા તેમણે વિનયપૂર્વક ગુરુ આગળ વ્યક્ત કરી, જેના જવાબમાં ગુએ જણુવ્યું કે–આજકાલ પાંચમા આરાના પ્રભાવથી આપણે શાસ્ત્ર પ્રભુત શુદ્ધ ચારિત્ર પાળવાને અસમર્થ છીએ અને તેથી જ આપણે કાચાં પાણું આદિને વાપરીએ છીએ.' આ સાંભળીને વૈરાગ્યયુક્ત વાણુમાં આર્યરક્ષિતસૂરિએ કહ્યું કે–જે આપની આજ્ઞા હોય તો હું ચારિત્રમાર્ગને સ્વીકાર કરીને શુદ્ધ ધર્મની પ્રરૂપણ કરું.' આ સાંભળો ગુરુને થયું કે શાસનદેવીએ કહેલું વચન સત્ય થશે કેમકે આર્યરક્ષિતસૂરિ ક્રિહાર કરીને શુદ્ધ વિધિમાર્ગની પ્રરૂપણું કરશે. 5 જાણીને ગુએ કહ્યું, “જેમ તમને સેચે તેમ કરે.” એ પછી ગુરુની અનુજ્ઞા મેળવી શિષ્ય આચાર્યપદનો ત્યાગ કર્યો. ગુરુએ અત્યંત આગ્રહથી આપેલા ઉપાધ્યાયપદને સ્વીકારીને તથા પિતાનું નામ વિજયચંદ્ર ધારણ કરીને ક્રિોદ્ધારપૂર્વક શુદ્ધ આચારવાળી પુનઃ દીક્ષા લઈને કેટલાક સંવેગી મુનિઓની સાથે સં. ૧૧૫૯ ના મહા સુદી ૫ ને દિવસે તેઓ જુદે વિહાર કરવા લાગ્યા.
૧૩૨. આપણે અગાઉ જોઈ ગયા કે મેરૂતુંગમૂરિ કૃત લધુ શતપદીમાં તો જુદા જ પ્રકારની ઘટના વર્ણવવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જયસિંહસૂરિના શિષ્ય વિજયચંદ્ર ઉપાધ્યાયને પૂનમિયાગચ્છના તેમના મામા શીલગુણસૂરિએ સર્વ સિદ્ધાંતો ભણુવીને આચાર્યપદ દેવા માંડ્યું પણ વિજયચંદ્ર માળારોપણ વિગેરે સાવદ્ય ભયે તે પદ લેવા નહિ ઈચ્છવાથી તેમને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. મહેન્દ્રસિંહસૂરિ કત શતપદીમાં પણ એ પ્રકારને જ ઉલ્લેખ છે. ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં આપણને જણાવવામાં આવે છે કે વિજયચંદ્ર તિક્ષ્ણ બુદ્ધિથી મૂત્રો ભણે છે. દુસ્સમકાળમાં સદોષ આહાર–પાણીને લીધે સાધુઓની ક્રિયા દુર્વહ હતી. તે જોઈને સૂત્રના આચારને સ્મરણ કરતો શિષ્ય એનું કારણ પૂછે છે. ગુરુ કહે છે કે પ્રમાદ ગાઢ અંધકાર જેવો છે એટલે શું કરીએ ? સમય અનુસાર જ ચાલવું પડે છે. એ પછી શિષ્ય સુત્રોના અભ્યાસ કરે છે. આચાર્યપદને નહી ઈછતાં ગુરુએ તેને ઉપાધ્યાયપદ આપયું. જુઓ: “ સૂરિ ચ અણિત કવિયમુવજઝાય સંપકૅ ગુણ, અપવઉલ્થ ચલિઉ ઉદ્ધરિવું સુદ્ધ કિરિયમિણું.' એ પછી પાંચ મુનિઓ સહિત ક્રિોદ્ધાર અર્થે લાટ દેશમાં તેઓ ચાલ્યા. કવિ કાહ કૃત ગચ્છનાયક ગુરુરાસમાં પણ એને મળતી જ હકીકત છે.
૧૩૩. ઉપર્યુક્ત પ્રમાણે ઉપરથી જાણી શકાય કે દશવૈકાલિકસૂત્રની એક જ ગાથાએ આર્ય રક્ષિ. તસૂરિનાં જીવનમાં મહાન પરિવર્તન આણી દીધું. આપણે અગાઉ જોઈ ગયા કે એ જ સૂત્રને આધારે જિનેશ્વરસૂરિએ ત્યવાસીઓને દુર્લભરાજની સભામાં પરાસ્ત કરીને જૈનશ્રમણોને આચાર સમજાવેલ. આ ઘટનાઓ નાની હોવા છતાં યુગપ્રવર્તક છે. એક ક્ષુલ્લક ગણાતા પ્રસંગમાં પણ જીવનપ્રવાહને બદલાવી દેવાની અમેઘ શક્તિ ભરી પડી હોય છે. અનેક મહાપુરુષોનાં જીવનમાં એ વાતને આવિષ્કાર થતો જોવામાં આવે છે. આયંરક્ષિતસૂરિનાં જીવનમાં પણ એવું જ થયું. એમના જેવા યુગદર્શક પુરુષને કેવું મનોમંથન કરવું પડેલું અને એ યુગનાં આંદોલન એમણે કેમ ઝીલ્યા એની ઝાંખી પણ એ નાના ગણતા પ્રસંગમાંથી આપણને મળી રહે છે. અલબત્ત, આપણે ઉપર જોયું તેમ, મહેદ્રસિંહસૂરિ, મેરૂતુંગસૂરિ કે ભાવસાગરસૂરિ દશવૈકાલિકસૂત્રનો નિર્દેશ કરતા નથી, પરંતુ અન્ય પદાવલીઓમાં એ સૂત્રનો ઉલ્લેખ હેઈને એ હકીકત સ્વીકારવામાં કોઈ બાધા નથી. મેરૂતુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીને બાદ કરતાં બધા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com