________________
શ્રી આર્યરક્ષિતસૂરિ એમ કહેવું યથાર્થ નથી. અંચલગચ્છે પણ એ માન્યતા સ્વીકારી છે. એના સંદર્ભમાં આવો પ્રસંગ ઘટાવી શકાય નહીં. એ માન્યતા માત્ર નવો મત ઊભો કરવા માટે નહતી, તેમાં આગમ પ્રણીત સિદ્ધાંત હતો, તર્ક હતો, સુવિહિત માર્ગની પ્રતિષ્ઠાનો તાત્ત્વિક નિચોડ એમાં છૂપાયેલ હતો. અનેક ગચ્છે છે પણ એ વખતે એ સિદ્ધાંત સ્વીકારેલે એ માટે ઉક્ત ઘાના જ માત્ર કારણભૂત કેમ બની શકે?
૧૨૬. આ રીતે, વિધિપક્ષની સ્થાપના પહેલાં આયંરક્ષિતસૂરિએ થોડો સમય પૂનમિયાગચ્છની નિશ્રા સ્વીકારેલી અને એ ગ૭ની વિચારધારાથી તેઓ પ્રભાવિત પણ થયેલા. પરંતુ તેમને એ ગચ્છના માની લેવાની તેમજ વિવિપક્ષ ને પૂનમિયાગની શાખારૂપે ઓળખાવવાની કોઈ ભૂલ ન કરે. પિતાના મામા શીલગુણુસૂરિના નેહભાવથી તેઓ એ ગચ્છની નિશ્રા થડા સમય માટે સ્વીકારવા આકર્ષાયા હોય એ સંભવિત છે, અથવા તે ક્રિોદ્ધાર માટે પણ એ કારણભૂત હોઈ શકે. જ્યારે પૂનમિયાગમાં એમને આચાર્યપદ પ્રદાન કરવાનું નક્કી થયું ત્યારે એમણે ઘસીને ના પાડી દીધી અને ઉપાધ્યાય પદે જ રહેવાનું પસંદ કર્યું. એ દર્શાવે છે કે એમણે અમુક સંજોગોમાં જ થોડો સમય પૂનમિય.ગચ્છની નિશ્રા સ્વીકારેલી. માત્ર આટલા કારણથી એમને ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં ગવવા એ મારી ભૂલ ગણાશે.
૧૨૭. નનન ગરસૃષ્ટિનાં મંડાણુ વખતની પરિસ્થિતિ પર ઈતિહાસકારોએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તત્કાલીન પ્રવર્તમાન ભિન્ન ભિન્ન ધારાઓના અનુષંગમાં, તે વખતનું વિસ્તૃત ચિત્ર આલેખવું અભિષ્ટ છે. એક બીજા ગની સમાચારી અને એનો ઉદગમ ક્ષલક પ્રસંગેને પરાણે ગોઠવી દઈ ને વિકૃત રીતે રજૂ કરવાનો નહી પરંતુ તેનું વાસ્તવિક દર્શન કરાવવાનો પ્રયાસ કરવો ઘટે છે. એ વખતે થોડા થોડા અંતરે અનેક ગચ્છના અંતરે કુટતા ગયા જેમાં ખરતરગચ્છ, પૂણિમાગ૭, અંચલગચ્છ, આગમગ૭, તપાગચ્છ, ઈત્યાદિ મુખ્ય છે. એક મહાન પ્રસંગ
૧૨૮. આપણે જોઈ ગયા કે દીક્ષા પછી વિજ્યચંદ્ર ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. એ વખતે એમનાં જીવનમાં એક નાનકડો પણ જીવન પરિવર્તક મકાન પ્રસંગ બની ગયો, જે વીરવંશાવલીના કર્તાના શબ્દોમાં આ પ્રમાણે છે : “ તિહાં પ્રથમ સાધુનાઓ આચાર એલખવાનાં હેતિ શ્રી દશવૈકાલિકમૂત્ર ગુરુ તેહને ભણાવતા દયા, ભતા થકા અધ્યયન સાતમાની ગાથા છઠ્ઠી ભણવા માંડી, તે ગાથા
સીઉદગં ન સેવેજ શિલાન્યુઠ હિમાણિય,
ઉસિસેદાં તત્વ ફાસુયં પડિગાહિજ સંજઈ. ૧ ૧૨૯. “એ ગાથાનઓ અર્થ ગુરુઈ ભણાવ્યો. તે અર્થ ગોદે ચિત્તમાંહિ વિચારયૌ. પિશાલમાંહિ તાઢા સચિન પાણીના ભાડા ભરયા દેખી ગુરુનઈ પૂછે, શ્રી ગુરુ અનહા વહાઈ અન્નહા કિરિયા કહી એ વચન સાંભળી ગુરુ કહે સુશિષ્ય એહ કિરિયા આ સમયદ ન ચાલિ. તિવારિ તિણ શિષ્ય કહ્યું એ ક્રિયા કરઈ તેહનઈ લાભ કિંવા ત્રૌ? ગુરુ કહે-લાભ, પિણ તેહને ત્રાટે નહીં. એહની ગુરે યોગ્ય ક્રિયાપાત્ર તપસ્વી જાંણી ઉપાધ્યાય પદ દઈ શ્રી વિજયચંદ્ર નામ દિધું. તિણુઈ તિહાં થકી ગુરુ વાંદી આજ્ઞા લહી ચ્યાર સાધુણ્યું વિહાર કીધે.’
૧૩૦. તુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં પણ એવું જ વર્ણન છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે–દીક્ષા પછી આર્યરક્ષિતમુનિ ગુરુ પાસે શાસ્ત્રોને અભ્યાસ કરવા લાગ્યા. પોતાની તીક્ષ્ણ
દિથી તેઓએ થોડા વખતમાં ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એમના ગુરુબંધુ રાજચંદ્રમુનિ પાસે મંત્રતત્રાદિ અગમ્ય વિદ્યાઓનો. પરકાય પ્રવેશ વિદ્યાને પણ એમણે અભ્યાસ કર્યો. સં. ૧૧૫૯ ના માગશર સદી ૩ ને દિવસે પાટણના સંઘના આગ્રહથી તેમને આચાર્યપદ આપવામાં આવ્યું,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com