________________
૨
અંચલગચ્છ દિદશન કશો જ ઉલ્લેખ નથી. પરંતુ મેતુંગસૂરિએ રચેલ લધુ તપદીમાં ઉપરોક્ત હકીકતને તેઓ સ્વીકાર કરે છે. ઉક્ત ગ્રંથમાં વગચ્છની ઉત્પત્તિ વિશે તેઓ જણાવે છે કે નાણકગમાંથી સર્વદેવસૂરિથી વડગ૭
. તેમાં અનુક્રમે જયસિંહસૂરિના શિષ્ય વિનયચંદ્ર ઉપાધ્યાય થયા. તેમને પૂનમિયાગચ્છની નિશ્રા સ્વીકારનાર તેમના મામા શીલગુણસૂરિએ સર્વ સિદ્ધાંત ભણાવીને આચાર્યપદ દેવાનું નકકી કર્યું પણ વિજયચંદ્ર માળારોપણ વિગેરે સાવદ્યના ભયે તે પદ લેવા ઉત્સુક ન હોવાથી તેમને ઉપાધ્યાયપદે જ સ્થાપ્યા. પછી તેઓ બીજા ત્રણ શિષ્યો સાથે વિચરવા લાગ્યા.
૧૨૩. સર્વદેવસૂરિની પરંપરામાં યશોભદ્રસૂરિ અને નેમિચંદ્રસૂરિ થયા. સંભવ છે કે યશોભદ્રસૂરિ સં. ૧૧૪૮ સુધી વિદ્યમાન હોય અને તેમની પાટે અથવા જયસિંહસૂરિની પાટે ચંદ્રપ્રભસૂરિ આવ્યા હોય એમ ત્રિપુટી મહારાજ અનુમાન કરે છે. તેઓ વિશેષમાં જણાવે છે કે નેમિચંદ્ર તે ઉદ્યોતનસૂરિના શિષ્ય ઉપાધ્યાય આમૃદેવના હસ્તદીક્ષિત શિષ્ય હતા. આચાર્ય થયા પહેલાં તેમનું દેવેન્દ્રગણિ નામ હતું. સર્વ દેવમૂરિએ યશભદ્ર, જયસિંહ, નેમિચંદ્ર, રવિપ્ર, પ્રભાચંદ્ર વગેરે આઠ શિષ્યને આચાર્ય બનાવ્યા હતા. નેમિચંદ્રસૂરિ સં. ૧૧૨૯ અને સં. ૧૧૩૯ ના અરસામાં આચાર્ય થયા હતા. તેમણે તેજ ગાળામાં મુનિચંદ્રને આચાર્ય પદવી આપી પોતાની પાટે સ્થાપ્યા. નેમિચંદ્ર સં. ૧૧૬૯ પછી સ્વર્ગે ગયા. સંભવ છે કે યશભદ્ર કે જયસિંહની પાટે પ્રભાચંદ્ર અને નેમિચંદ્રની પાટે મુનિચંદ્ર આવ્યા હોય. મુનિચંદ્રસૂરિએ આનંદ માનદેવ, અજિત, વાદિદેવ વગેરેને આચાર્ય પદરૂઢ કર્યા હતા. તેમની વિદ્યમાનતામાં જ પ્રભાચકે પૂનમિયા મતની સ્થાપના કરી. એમની પાટે શીલગુણસૂરિ થયા. તેમણે તથા પિતાના ભાણેજ વિજયચંદ્ર પૂનમિયાગચ્છમાં પ્રવેશ કરી ક્રિોદ્ધાર કર્યો. વિજયચંકે પાછળથી વિધિપક્ષ ગરછની સ્થાપના કરતાં શીલગુણસરિ તથા દેવભદ્રસૂરિ પણ વિધિપક્ષગચ્છમાં ભળ્યા. તેમણે શત્રુંજયતીર્થમાં બીજા સાત આઠ યતિઓને પિતાના પક્ષમાં લીધા.
૧૨૪. આશ્ચર્યની વાત તો એ છે કે ત્રિપુટી મહારાજ પૂર્ણિમાગચ્છની શાખારૂપે વિધિપક્ષગચ્છને ઓળખાવવા ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં આયરક્ષિતરિને “જૈન પરંપરાનો ઈતિહાસ' પૃ. ૫૧૧ માં ગોઠવે છે. પૂનમિયાગચ્છના સ્થાપક ચંદ્રપ્રભસૂરિની વિચારધારાનો પ્રભાવ આર્યરક્ષિતસૂરિની પ્રારંભિક અવસ્થામાં હતું એની ના નથી, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે બન્ને ગુરુબંધુઓ જ હતા; એટલું જ નહીં, પાછળથી એમણે પૂર્ણિમા પક્ષની સમાચારી પણ અમાન્ય રાખેલી. ચંદ્રપ્રભસૂરિ વિદ્વાન અને વાદી હતા, વડગચ્છમાં વડેરા હતા. તેમને વાદીપ્રભસૂરિનું બિરુદ હતું. એમનાથી નાના મુનિચંદ્રસૂરિ શાંત, ત્યાગી, નવકલ્પવિહારી, નિર્દોષ વસતિ અને આહારના ગષક તેમજ સંધમાં સૌને માનનીય વિદ્વાન હતા. મુનિચંદ્રસૂરિની લોકપ્રિયતા એ નવા ગચ્છને જન્મ દેવાનું કારણ આપ્યું એમ ત્રિપુટી મહારાજ માને છે અને નીચે પ્રસંગ વર્ણવે છે.
૧૨૫. સં. ૧૧૪૯ માં એક શ્રાવકે મોટે આચાર્યને વિનંતિ કરી કે, “મારે પ્રતિષ્ઠા કરાવવી છે માટે આપ મુનિચંદ્રસૂરિને આજ્ઞા આપો જેથી તેઓ ત્યાં આવીને મારું કાર્ય સિદ્ધ કરી આપે.” ચંદ્રપ્રભસૂરિને આ વિનંતિ પિતાનાં અપમાન જેવી લાગી. તેમને થયું કે આ શ્રાવક મુનિચંદ્રસૂરિને લઈ જવા રાજ છે પણ અમને લઈ જવાની તેની ઈચ્છા નથી. આથી તેમને આજ્ઞા ન આપતાં શ્રાવકને જણાવ્યું કે, “ મહાનુભાવ! પ્રતિષ્ઠા એ સાવદ્ય ક્રિયા છે, તે શ્રાવકની ક્રિયા છે, સાધુને એ વિધિ નથી. માટે મુનિચંદ્રસૂરિ ત્યાં નહીં આવે.” આ પ્રસંગથી ચંદ્રપ્રભસૂરિએ સાધુઓ પ્રતિષ્ઠા કરાવી ન શકે એવી નવી પ્રરૂપણ કરી. સં. ૧૧૪૯ માં જુદા થઈને પૂનમિયાગચ્છ સ્થાપ્યો, એમ ત્રિપુટિ મહારાજ નેધે છે. પરંતુ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com