SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આર્ય રક્ષિતસૂરિ ૩૬ નથી. એમનાં જન્મસ્થળ દંત્રાણા અને નાહી નામ વચ્ચેનો ભેદ જનો કરીએ તો પણ ઉન તફાવત ઘણે અગત્યને કહેવાય. એમના ગુરુનું નામ પદાવલીમાં જયસંધિસૂરિ છે, પરંતુ ખરેખર નામ જયસિંહ સૂરિ હતું તે અંગે આપણે વિચારણા કરી ગયા છીએ. દીક્ષા વખતનું આર્થરક્ષિતસૂરિનું નામ વિજયચંદ્ર જ વધુ સ્વીકાર્ય છે. મહેન્દ્રસૂરિ રચિત શતપદીની પ્રશસ્તિ અનુસાર પણ દીક્ષા સંવત ૧૧૪૨ જ ઠીક છે. અન્ય પદાવલીઓ પણ એ જ સંવત દર્શાવે છે. વિશેષમાં ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં આર્ય રક્ષિત રિનું શિવ નામ વયજા અને એમના નાના ભાઈનું નામ સોધા આપે છે, અ— ગિરિવર પાસે દંતાણી નામ ગામ મઝમિ, પાગય વસાભરણે નિવસઈ દેણાભિ મંતી. દેતી તસય જજા દેન્દ્રિય પુત્તાય તત્ય સંજાયા, વયજા સોલ્યા નામ બાલાન્ન સગુણ ગણગેહા. જયસિંહસૂરિ પાસે વિજયેણ રસે સંજમિ ગિઢ, નામેણ વિચંદે ભણઈ સુયં નિફખ બુહીએ. શ્રમણ સમુદાય અને પરંપરા ૧૨. ઉકત મેજીંગસૂરિની પદાવલીમાં એ વખતના બમણ સમુદાય અને પરંપરા વિષે કોઈ નિર્દેશ નથી પરંતુ મહેન્દ્રસૂરિ રચિત શતપદીમાંથી આ સંબંધમાં વિશેષ જાણી શકાય છે, જેનો સાર આ પ્રમાણે છે: નાણક ગામમાં નાણકગચ્છીય સર્વદેવસૂરિ થયા. તેઓ દશવૈકાલિકનું અધ્યયન કરતાં નાનપણથી વૈરાગ્યવંત થયા. એમના ગુરુ ચૈત્યવાસી હતા. તેમને બીજા ત્યવાસીઓ સમજાવતા કે તમે જે સર્વદેવરિને વધુ ભણાવશે તે આપણને બધાને ઉડાવશે. છતાં ગુએ એમને બધા સિદ્ધાંત ભણાવ્યા. એ વેળા ચિત્યવાસીઓનું પ્રભુત્વ એવું પ્રબળ હતું કે કોઈ ગામમાં એમને સૂરિપદે સ્થાપવા એ તો મુશ્કેલ કાર્ય હતું; તેથી આખગિરિની નજીકમાં આવુિં અને હાલી નામનાં બે ગામની વચ્ચે વડની નીચે છાણનો વાસક્ષેપ નાખી સર્વદેવને સૂરિપદે અભિષિક્ત કર્યા. તેથી તેમના ગચ્છનું વડગ૭ એવું નામ પડયું. એ ગચ્છમાં ઘણું આચાર્યો હોવાથી બૃહદગચ્છ તરીકે પણ એ ઓળખાય છે. ૧૨૧. સર્વદેવસૂરિની પરંપરામાં યશદેવ ઉપાધ્યાય થયા. તેમના શિષ્ય જયસિંહરિને ગચ્છના આચાર્યોએ મળીને સૂરિપદે સ્થાપ્યા. જયસિંહસૂરિએ ચંદ્રાવતીમાં મહાવીરસ્વામીનાં દહેરામાં એક નાંદ આગળ નવ શિષ્યને સૂરિપદ દીધું. તે નવમાંથી શાંતિસૂરિથી પીપલીઆ ગચ્છ અને દેવેન્દ્રસૂરિથી સંગમખેડિયા ગ૭ અસ્તિત્વમાં આવ્યા. ચંદ્રપ્રભસૂરિ, શીલગુણસરિ, પદ્યદેવસૂરિ અને ભદ્રેશ્વરસૂરિથી પૂનમિયાગળી ચાર શાખાઓ થઈ. મુનિચંદ્રસૂરિથી દેવસૂરિ વિગેરેની પરંપરા ચાલી, બુદ્ધિસાગરસૂરિથી શ્રીમાલિયાગછ ચાલ્યો અને મલયચંદ્રસૂરિથી આશાપલિયાગચ્છ ચાલ્યો. જયસિંહરિના શિષ્ય વિજયચંદ્ર તેમના મામા તલગુણસૂરિએ પૂનમિયાગ૭ની નિશ્રા લંકારતાં તેમની સાથે જ નીકળ્યા. ત્યાં તેમણે તેમને સમસ્ત સિદ્ધાંતના પારગામી કરી આચાર્યપદ લેવા કહ્યું પણ વિજયચંદ્ર માળારોપણ વિગેરે સાવઘના ભયથી તે લેવા ના પાડતા ઉપાધ્યાયપદે જ રહ્યા. આ રીતે મુનિચંદ્રસૂરિ અને વિજયચંદ્ર ઉપાધ્યાય એ બન્ને એક જ ગુરુના શિષ્ય હેઈને ગુરુબંધુ હતા. ૧૨૨. મેતુંગરિ નામે પ્રસિદ્ધ થયેલ પટ્ટાવલીમાં ઉપરોકત શ્રમણ સમુદાય કે એ પરંપરા સંબંધક Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy