________________
અંચલગચ્છ દિગ્દર્શન તમારા ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થશે. તે મહાપ્રભાવિક જૈન શાસનને ઉદ્યોત કરનાર અને વિધિમાગનો પ્રરૂપનાર થશે.” આચાર્યે વિસ્તારથી સ્વપ્નની વાત કરી અને એ થનાર પુત્રની યાચના કરી. દેદીએ કહ્યું કે જે એ રીતે મારા પુત્રથી શાસન પ્રભાવના થશે તે હું એને સહર્ષ આપને ચરણે ધરીશ.
૧૧૬. દેદીને પણ શાસનદેવીએ એવું જ સ્વપ્ન આપી વિશેપમાં કહ્યું કે જ્યારે પુત્ર પાંચ વર્ષ થાય ત્યારે ગુમહારાજને અર્પણ કરો, સાત વર્ષ બાદ તમારા વંશની વૃદ્ધિ કરનારો બીજો પુત્ર પણ થશે, ઈત્યાદિ સ્વપ્ન અનુસાર સાત દિવસ બાદ દેદીને ગર્ભ રહ્યો. ગર્ભાધાનની રાત્રીએ તેણે સ્વપ્નમાં ગાયના દૂધનું પાન કર્યું. ગર્ભવૃદ્ધિની સાથે એ દંપતીની કીર્તિ અને રિદ્ધિસિદ્ધિ પણ વૃદ્ધિ ગત થઈ. નવ માસ વીત્યા બાદ દેદીએ મનહર બાળકને જન્મ આપે. સ્વપ્નમાં ગાયનાં દૂધનું પાન કર્યું ; એ અનુસાર બાળકનું ગોદુહકુમાર એવું નામ રાખવામાં આવ્યું. બાળકને જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. યાચકને છૂટે હાથે દાન આપવામાં આવ્યું.
૧૧૭. જયસંપરિ સંવત ૧૧૪૧ માં પુન: દંત્રાણામાં પધાર્યા. દ્રોણ અને દેદી, પુત્ર ગોદુહ સહિત વંદનાથે ઉપાશ્રયમાં આવ્યાં. વંદન કર્યા બાદ કોઈ દૈવી સંકેત અનુસાર ગોદુહ દેડીને ગુનાં આસન ઉપર બેસી ગયેતેને ઓળખીને હપિત થયેલા ગુએ માતાપિતા પાસે બાળકની માગણી કરી. પિતાનાં વચનાનુસાર બન્નેએ પોતાના પુત્રને ગુરુને સહપ સમર્પિત કર્યો. ત્યાંના સંઘે કોણ અને દેદીને આદર સત્કાર કર્યો. પાંચ વર્ષના બાળકને લઈને ગુરુ ત્યાંથી વિહાર કરી ખંભાત પધાર્યા. ત્યાંના સંધના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા. સં. ૧૧૪૬ ના વિ સુદિ ૩ ને દિવસે રાધનપુરના સંધના આગ્રહથી ગુએ બાળકને રાધનપુરમાં દીક્ષા આપી તેનું આરક્ષિત નામ આપ્યું.
૧૧૮. આર્ય રક્ષિતસૂરિનાં પૂર્વ જીવન સંબંધક પટ્ટાવલીમાં આલેખાયેલ ચમત્કારિક વાત આપણે જોઈ ગયા. મહેન્દ્રસિંહસૂરિ શતપદીમાં એવી કઈ વાત જણાવતા નથી, માત્ર ઐતિહાસિક હકીકત જ
ધે છે. ભાવસાગરસૂરિ રચિત ગુર્વાવલી નિર્દેશિત હકીકત પણ આપણે જોઈ ગયા. એમાં પણ કે ચમત્કારિક પ્રસંગેનું નિરૂપણ નથી. પ્રાપ્ત થતી અન્ય પટ્ટાવલીઓનું વર્ણન પણ એ પ્રમાણે જ ઐતિહાસિક વાસ્તવિક્તાનું વિધાયક છે. અલબત્ત, આપણે અગાઉ જોઈ ગયા તેમ, ચમત્કારિક પ્રસંગો સાથે ઇતિહાસને ઝાઝી લેવાદેવા નથી. એનું તાત્પર્ય જાણવું જ માત્ર જરૂરી છે. ત્યવાસ સામે જે યુગ પુરુષ આજીવન ઝનૂ અને વાસ્તવિક ચમત્કારે સજ્ય એ પુરુષની પ્રતિભાની પ્રશંસા શાસનદેવીને મુખે થાય એને ભાવાર્થ સ્પષ્ટ છે. ચૈત્યવાસના કાદવમાં ખૂચી ગયેલા સાધુઓને પણ ઝાંખા પાડી દે એવા ચારિત્રશીલ શ્રાવકે પણ એ જમાનામાં વિદ્યમાન હતા જ. એ યુગની મહત્વાકાંક્ષા આપણને દેદીના મુખથી સાંભળવા મળે છે, જે આરક્ષિતસૂરિની ભાવિ કારકિર્દીને વર્ણવતી પીઠિકા જેવી જ છે. આ બધાં વર્ણનો ઔચિત્યપૂર્ણ લાગે છે. જે અતિહાસિક બાબત પર વિસંવાદિતા જણાય છે તેનું સંશોધન વિવક્ષિત છે.
૧૧૯. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીની ઘણી બાબતો અસંબંધિત છે. એટલું જ નહીં પરંતુ ખુદ મેતુંગસૂરિએ રચેલ શતપદીસારોદ્ધારની હકીકત સાથે પણ તેની વિગતે મેળ ખાતી નથી એ વાત આશ્ચર્ય ઉપજાવે છે. પ્રો. પીટર્સને પિતાના સને ૧૮૮૬-૯૨ ના રીપોર્ટમાં સં. ૧૬૧૦ માં લખાયેલ ઉક્ત ગ્રંથની પ્રાચીન પ્રતમાંથી જે પટ્ટાવલી પ્રકાશિત કરી છે, તે ઉપરથી જાણી શકાય છે કે આર્ય રક્ષિતસૂરિને જન્મ દંતાણી ગામે સં. ૧૧૩૬ માં થયો હતો. એમના પિતાનું નામ દ્રોણ અને માતાનું નામ દેદી હતાં. સં. ૧૧૪૨ માં એમણે જયસિંહસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. આ ઉપરથી સ્પષ્ટ છે કે મેતું ગમુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી આર્ય રક્ષિત રિને દીક્ષા સંવત ૧૧૪૬ દર્શાવે છે તે સ્વીકાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com