________________
શ્રી આરક્ષિતસર
૧૧૦. પ્રાગ્વાટવંશમાં અગ્રણી ગણાતા કોણ નામના મંત્રી આબૂગિરિવર નજીકના દંતાણી નામનાં ગામમાં વસતા હતા. તેને દેઢી નામની ભાર્યાથી વયજા અને સોહા નામના બે પ્રભાવશાળી પુત્રો થયા. વડગછના સિંહરિ પાસે વયજા-વિજયકુમારે ભાવથી દીક્ષા અંગીકાર કરી અને એનું નામ વિજયચંદ્ર રાખવામાં આવ્યું. ગુરુ પાસે વિજયચંદ્ર મુનિએ તીણબુદ્ધિથી સુત્રોનું અધ્યયન શરૂ કર્યું. માત્ર આટલું પૂર્વજીવનનું વર્ણન ભાવસાગરસૂરિ તેમણે લખેલી વીરવંશગુર્નાવલી, કંડિકા ૩૭–૩૯માં આપે છે.
૧૧૧. જિનવિજયજીએ વીરવંશાવલી નામની જે પ્રાચીન પદાવલી સંપાદિત કરી છે તેમાં આ પ્રમાણે વિગત છે–શ્રી જયસિંહસૂરી, તે આખૂની તલહટીઈ દત્તાણી નગરે શાલાઈ રહ્યા છે. એહવાઈ તિહાં ઓ૦ વૃદ્ધ દ્રૌણ નામિ સેઠ રહિછઈ. તેહનઈ નાટી નાંમી સ્ત્રી છઈ તેહનઈ ગાદી નામ બેટી છે. તેહને વિ. સં. ૧૧૩૬ વધિ જન્મ હુઓ. પુનઃ તિણે પુન્યને યોગે વિ. સં. ૧૧૪૨ વષિ શ્રી જયસિંહસૂરિ હસ્તિ દીક્ષા લીધી.”
૧૧૨. રાયમલગણિના શિષ્ય મુનિ લાખાએ લખેલી ગુપટ્ટાવલીમાંથી આરક્ષિત સરિનાં જીવન વિષે આટલું જ જાણી શકાય છે, “પ્રથમ ગણધર શ્રી આર્યરક્ષિતસૂરિ દંતાણ ગ્રામ, વ્યવહારી કોણ પિતા, માતા ગોદાના સંવત ૧૧૩૬ જન્મ. સંવત ૧૧૪૨ દીક્ષા. સંવત્ ૧૧૫૯ સ્થાપના. સંવત ૧૨૩૬ નિર્વાણ, બેનાતપુરે. એવંકારિ સર્વાકિય ૧૦૦ વર્ષાયુ '
૧૧૩. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અનેક ચમત્કારો ભરેલી વાત કહેવામાં આવી છે, જે આ પ્રમાણે છેઃ આબુ પર્વતના નજીકના પ્રદેશમાં દંત્રાણા નામના ગામમાં પોરવાડ જ્ઞાતિમાં તિલક સમાન દ્રોણ નામને વ્યાપારી વસતે હતે. તે જૈનધર્મમાં તત્પર થઈ હંમેશાં ઉત્તમ આચરણ આચરતે અને ન્યાયમાગથી સ્વલ્પ ધન ઉપાર્જન કરતો. મુનિઓની સેવા પણ તે કરતે, અને સંતોષથી તે પિતાનું જીવન વ્યતીત કરતે. તેને ધર્મનિષ્ટ, શીલવંત અને ઉમદા વિચારો ધરાવતી દેદી નામની પત્ની હતી. યૌવનમાં એમની ધર્મ પ્રત્યેની એકનિષ્ઠા બધાને આશ્ચર્ય ઉપજાવતી.
૧૧૪. યૌવનકાળ વીત્યા છતાં એમને કંઈ સંતાન થયું નહીં. દેદી શ્રાવિકાને આ વાતનો રંજ રહે. એક વખત જયસંધસૂરિ સુખપાલમાં આડંબરપૂર્વક વિહરતા ત્યાં આવ્યા. તેઓ શિથિલ હોઈને બને તેમને વંદન કરવા ગયા નહીં. આ વાત આચાર્યને ખૂંચી. રાતે શાસનદેવીએ આચાર્યને સ્વપ્નમાં જણાવ્યું કે આજથી સાતમે દિવસે દેવકથી એવીને એક પુણ્યશાળી જીવ દેદીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થશે, અને તે શાસનનો પ્રભાવ કરનાર અને શુદ્ધ વિધિમાગને પ્રકાશ કરનાર ઉત્તમ આચાર્ય થશે. તમારે તે પુત્રની યાચના કરવી.
૧૧૫. સ્વપ્નની વાત કહેવા આચાર્યો તે દંપતીને પિતાની પાસે બેલાવ્યા. આચાર્યની આજ્ઞાને માન આપી તેઓ આચાર્ય પાસે ગયા અને લેકવ્યવહારથી વંદન કરીને બેઠા. આચાર્ય એમને પૂછ્યું કે તમે ધર્મકાર્યોમાં ઉદ્યમવંત હોવાં છતાં અમારી પાસે વંદનાથે કેમ આવતાં નથી ? આચાર્યને ઉપાલંભ સાંભળી દ્રોણ મૌન ધારણ કરે છે, પરંતુ દેદી સ્પષ્ટતા કરે છે કે, “ ભગવન, આપ શાસનના નાયક અને શાસ્ત્રોના જાણનારા હોવા છતાં પણ સુખપાલ આદિ પરિગ્રહને શા માટે ધારણ કરે છે ? ભગવાન મહાવીર પ્રભુએ તો પરિગ્રહની મૂછ વિનાનો યતિધર્મ કહે છે.” આચાર્યે ગંભીરતાપૂર્વક અને આ પ્રમાણે જવાબ વાળ્યો કે, “ભદ્રે ! તમે આપેલે ઉપાલંભ યોગ્ય જ છે. પંચમકાળના પ્રભાવથી અમારી આવી સ્થિતિ થયેલી છે. હે રત્નગર્ભા ! આજથી સાતમે દિવસે કોઈ ભાગ્યશાળી જીવ દેવકથી આવીને
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com