________________
૨૮
અંચલગચ્છ દિગ્દર્શન પડ્યો હતો. બુંદેલખંડમાં ચલ રાજા કીર્તિવર્માનું શાસન હતું. ત્રિપુરીમાં કલચુરિ નરેશ કર્ણનું સામ્રાજ્ય હતું. બંગાલ અને બિહારમાં પાલવંશીય રાજા રામપાલ મહાપ્રતાપી હતા. એમનાં સામ્રાજ્યની નજીકમાં જ એક ભાગ પર અધિકાર કરીને સામન્તદેવના પૌત્ર તથા હેમન્તસેનના પુત્ર વિજયસેને સનવંશનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું. સામાન્તદેવ દક્ષિણથી આવ્યા હતા, અને મયૂરભંજ રિયાસતના કસિયામાં પિતા પુત્રે એક નાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું. વિજયસેનને પુત્ર બલ્લાલસેન પણ પ્રતાપી હતો. એનો પુત્ર લક્ષ્મણુસેન વિદ્યાપ્રેમી હતો. એણે ૮૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. આ સનવંશી રાજાઓ બ્રાહ્મણ હતા. દક્ષિણપથમાં કલ્યાણ ચાલુક્યવંશનું રાજ્ય હતું. તે વંશના વિક્રમાર્ગો તથા તેના પુત્ર સોમેશ્વરે અનુક્રમે શાસન કર્યું. ચૌલવંશના અંતિમ રાજા અધિરાજેન્દ્ર મસૂરમાં થઈ ગયા, જેમના શાસનમાં રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત મત પ્રવર્તાવ્યું. એ પછી મસૂરમાં હોયસલ વંશીય રાજાઓ આવ્યા જેમણે જૈનધર્મને આશ્રય આપ્યું. આ વંશનો પ્રથમ રાજા વિદિદેવ હ. એના મંત્રી ગંગરાજે જૈનધર્મની ભારે સેવા કરી. કલિંગના પૂર્વ ગંગરાજાઓમાંના અનન્તવ આરક્ષિતસૂરિના સમકાલીન હતા. ઓરીસ્સાનું સુપ્રસિદ્ધ ઐતિહાસિક મંદિર એમના સમયનું બનેલું છે. એમને પૃથ્વીદેવ દ્વિતીય (કલચુરી)એ યુદ્ધમાં પરાસ્ત કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં ગાફડવાલનું પ્રબલ રાજ્ય એ સમયે વર્તમાન હતું. મુસલમાને એ અરસામાં ભારતવર્ષમાં પ્રવેશ કરી ચુક્યા હતા. પંજાબ, મુલતાન અને સિંધને કેટલેક ભાગ મુસલમાનના અધિકારમાં હતા. સાંસ્કૃતિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે કુમારપાલનો શાસનકાલ ઈતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. તેના વખતમાં ગુજરાતનાં સામ્રાજ્યની જે સીમા હતી તે અભૂતપૂર્વ હતી. એના પછી ગુજરાતે એ સીમા કદિયે જોઈ નહીં. કુમારપાલે પિતાના પ્રબલ પરાક્રમથી સર્વ શત્રુઓને દળી નાખ્યા. તેની આજ્ઞાને બધાયે રાજાઓએ પોતાને મસ્તક ચડાવી. સિદ્ધરાજે જીતેલાં રાજ્ય ઉપરાંત તેણે શાકંભરીના રાજાને નમાવ્યો. તેણે ખુદ હથિયાર ધારણ કરી સપાદલક્ષ પર્વત ચઢીને સર્વ ગઢપતિએને નમાવ્યા. પંજાબના સાલપુર સુદ્ધાંને પણ તેણે તે પ્રમાણે વશ કર્યું. તેનાં સૈન્ય કંકણના સિલ્હાર વંશના રાજા મલ્લિકાર્જુનને પણ જીત્યો હતો. કુમારપાલે ચૌહાણ રાજા અર્ણોરાજને હરાવેલું. એ સમયમાં લગભગ અર્ણોરાજ-આનાના પુત્ર વિગ્રહરાજે–ચોથા વીસલદેવે તંવરો–તમારો પાસેથી દિલ્હી લીધું ને ત્યારથી દિલ્હીનું રાજ્ય અજમેર રાજ્યનું સૂબા બનેલું.
૧૦૮. સંવત ૧૨૨૬ માં, આયરક્ષિતસૂરિના દેહાત થયા પછી થોડા વર્ષોમાં જ, ભારતના બહુ મોટા ભાગે પોતાની સ્વાધીનતા ગુમાવી દીધી. જે આરક્ષિતસૂરિ. જયસિંહસરિ આદિ આચાર્યો જેના સંધને સુદઢ, સુવિહિત તથા સુવ્યવસ્થિત ન કરી દેત તો બહુ જ સંભવ છે કે જૈન ધર્મ યવનોનાં પ્રબલ રાજનૈતિક તેમજ ધામિક આક્રમણને ભોગ બની જાત અને તેને સામનો ન કરી શક્ત. પ્રારંભિક મુસલમાન કાલમાં જૈનધર્મનું પતન ન થયું એટલું જ નહીં, એણે સર્વમુખી વૃદ્ધિ પણ કરી, આ બધું આર્ય રક્ષિતરિ અને એમના અનુગામી પટ્ટધરોના ઉપદેશનું ફળ છે. અન્ય ગાના આચાર્યોની સાથે એમણે જૈનસંધના પાયાને દઢ કરી દીધો હતો, જેને ચલાયમાન કરે હવે યવન ઝંઝાવાતની શક્તિના બહારને વિષય છે. આરક્ષિતસૂરિનું પૂર્વજીવન
૧૦૯. પ્રાયઃ પ્રત્યેક યુગના યુગપુરુષ અદ્વિતીય પ્રતિભા લઈને જ માનવ સંસારમાં અવતીર્ણ થાય છે. અંચલગચ્છપ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ પણ સૂક્ષ્મતર પ્રતિભાની અતુલ સંપત્તિ સંચરિત કરીને જ અવતીર્ણ થયા. આવા પ્રતિભાસંપન્ન પુરુષ, જેણે પિતાનાં જીવનમાં ચમત્કારો સર્યા છે, તેમનાં જીવનની કારકિર્દી દુન્યવી ભાષામાં ન આલેખતા પદાવલીકારાએ ચમત્કારી પ્રસંગોને આશ્રય લીધો છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com