________________
શ્રી આરક્ષિતસૂરિ એ નામનું બિરુદ આપ્યું અને ત્યારથી ચૈત્યવાસીઓનું જોર નરમ પડતું ગયું. એ પછી શુદ્ધ આચાર પાળતા જૈન મુનિઓને પ્રવેશ વધતો ગયો એમ ખરતરગચ્છની પટ્ટાવલી ઉપરથી જણાય છે.
૧૦૫. સુવિહિત આચાર્યોને બધે વિહાર તો શરુ થયો, પરંતુ સુવિહિત માગની પ્રતિષ્ઠાનું કાર્ય તે બાકી જ હતું. શતાબ્દીઓથી શાસનમાં ઊંડા મૂળ ઘાલીને બેસી ગયેલા શિથિલાચારના સડાને નિમૂળ કરવાનું દુષ્કર કાર્ય હવે કરવાનું હતું. “ પ્રબંધચિન્તામણિ”નાં વર્ણને ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે ત્યવાસી સાધુઓની નૈતિક વર્તણૂક વિષ બહુ ખરાબ કહેવાતું. એક વાર સિદ્ધરાજનો મહાભાત્ય સત્ સાતૃવસહિકામાં દેવને નમસ્કાર કરવા જતા હતા તેવામાં તેણે વેશ્યાના ખભામાં હાથ મૂકીને ઉભેલા ચયવાસીને જોયા. બીજી એક વાત એવી છે કે રાજપિ કુમારપાલે એકવાર વેશ્યા સાથે રહેતા વેશધારી પતિત જૈન સાધુને વંદન કર્યું. નાડેલને યુવરાજ આ જોઈને હસ્યો. અને તેણે હેમચંદ્રાચાર્યને આ વાત જણાવી. ગુરુએ રાજાને ઉપદેશ આપ્યો કે સંયમવાળો મુનિજ સાચે મુનિ છે, માટે સંયમીને જ વંદન કરવું, પણ પતિતને વંદન કરવું નહીં.
૧૬. શિથિલાચારને નિર્મૂળ કરીને સુવિહિત માર્ગની પુન:પ્રતિષ્ઠા કરવી–એ સમાન ભૂમિકાને આધારે નૂતન ગ૭ સૃષ્ટિનાં એ પછી મંડાણ થયાં. આર્યરાતિસૂરિએ અંચલગચ્છ પ્રવર્તાવ્યો તે પહેલાં ખરતરગચ્છની સ્થાપના થઈ ચૂકી હતી. આ ગ શિથિલાચારની જડ ઉખેડવાનું પ્રારંભિક કાર્ય આરંભી દીધેલું. બરોબર એજ અરસામાં અંચલગચ્છપ્રવર્તક આર્ય રક્ષિતસૂરિએ આગમોત માર્ગ અનુસરવાની ઉલ્લેષણ કરી પિતાનાં જ્ઞાન અને તપનાં તેજથી શિથિલાચારનું તમિસ્ત્ર ઉલેચ્યું. એમના પછી જગતચંદ્રસૂરિ સુવિહિત માર્ગનું જમ્ પાથરતા શાસનની ક્ષિતિજ પર ચમક્યા. સં. ૧૨૮૫ માં એમણે ઉગ્ર તપ આદર્યું હતું તેથી મેવાડના રાજાએ “તપ” બિરુદ તેમને આઘાટમાં આપ્યું અને તેમનાથી તપાગચ્છ સ્થપાયે. આવી રીતે વાદવિવાદથી નહીં, પરંતુ ત્યાગ, તપ અને જ્ઞાનના એજથ્વી સુવિહિતમાર્ગની પુનઃ પ્રતિષ્ઠા કરવાના ધ્યેય સાથે નૂતન ગચ્છ સૃષ્ટિ રચાઈ. ઉક્ત ત્રણેય મુખ્ય ગાની પ્રાથમિક તેમજ મહાન સિદ્ધિ આ ધ્યેય સિદ્ધ કરવામાં જ હતી. રાજકીય સ્થિતિ
૧૦૭. આર્ય રક્ષિતસૂરિનાં જીવન ઉપર આવતા પહેલાં કેટલાક પરિબળો વિષે જોયું. તેમના વખતની રાજકીય સ્થિતિ વિષે સંક્ષેપમાં જાણવું પણ જરૂરી છે. આર્યરક્ષિતસૂરિએ ભારતના પરમ અનૂક્યના યુગમાં જન્મ લીધો હતો. એ વખતે ઉત્તરપથ અનેક પરસ્પર લડવાવાળા રાજ્યોમાં વિભક્ત હતો. ગુજરાતના મહારાજ્યમાં બારમી સદીના ઉત્તરાર્ધ સુધી ચાવડા અને સોલંકીઓનું અનુક્રમે શાસન હતું. સિદ્ધરાજ જયસિંહ તથા પરમહંત કુમારપાળને યુગ અપૂર્વ જાહોજલાલીન યુગ હતો. પાટણની સ્થાપનાથી લઈને શતાબ્દીઓ સુધી શ્રાવકે કારભારીઓ, મંત્રીઓ કે સેનાપતિઓ તરીકે મોખરે રહ્યા. એમના પ્રભાવથી મારવાડમાંથી સંખ્યાબંધ જેને ગુજરાતમાં આવવા લલચાયા. માલવાના નરવર્મા, યશવમદિ નૃપતિઓ થયા, અને આર્ય રક્ષિતરિના જીવનકાલમાં જ સિદ્ધરાજ જયસિંહે એ દેશને છતીને ગુજરાતનાં મહારા
જ્યમાં સમ્મિલિત કરી દીધો. નાડોલ, જાલર આદિના રાજાઓ પણ તેરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ગુજરાતનાં સામ્રાજ્યની આધીનતા સ્વીકારતા હતા. અજમેર, નાગૌર, સાંભર આદિમાં ચૌહાણનું શક્તિશાળી રાજ્ય હતું. કાશ્મીરમાં કલશ, હર્ષ અને જયસિંહ નામના ત્રણ રાજા અનુક્રમે થઈ ગયા. કનાજમાં રાકેડાનું પ્રભુત્વ હતું, આર્ય રક્ષિતસૂરિના સમકાલીન ગોવિન્દ્રન્દ પાંચાલન રાજા હતા. દિલ્હીના પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદ્ર વચ્ચેનાં વમનને કારણે ભારતવર્ષને વિદેશી શાસનને અનુભવ અત્યાર સુધી કરવો
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com