________________
અંચલગ છ દિગ્દર્શન આગમવાદનું વર્ચસ્વ વધ્યું. જૈન નિગમોમાંથી આગમવાદીઓને ગ્રહણ કરવા યોગ્ય ધાર્મિક સંસ્કારના મંત્રાને વધમાનસૂરિએ આચાર દિનકર ગ્રંથ બનાવીને તેમાં ગાઠવ્યા તેમજ અન્ય આગમવાદી આચાર્યોએ નિગમોમાંથી સારભાગને ગ્રહી અન્ય ગ્રંથ રચ્યા એવી કેટલાકની માન્યતા છે. શત્રુંજયે રાસના કર્તા ધનેશ્વરસુરિ ચૈત્યવાસી હતા એમ પણ કહેવાય છે.
૧૦૨. ચિત્યવાસીઓના દુર્ગુણોની અસરથી પણ સુવિહિત સાધુઓ અપ્રભાવિત રહી શક્યા નહીં, એ અંગેના અનેક ઉદાહરણે ઈતિહાસને પાને નેંધાયા છે. અંચલગચ્છના ૪૫ મા પટ્ટધર વીરચંદ્રસૂરિના વખતનો જ દષ્ટાંત લઈએ. વીરચંદ્રસુરિ વિહરતા પાલણપુર આવ્યા ત્યારે અંચલગચ્છની વલ્લભી શાખાના સોમપ્રભસૂરિ પણ ત્યાં પધારેલા. ત્યાં શંખેશ્વરગચ્છીય શ્રમણ માટે એક જ ઉપાશ્રય હેઈને બન્ને આચાર્યોએ તેમાં નિવાસ કર્યો. દુર્ભાગ્યે પરસ્પર વંદન કરવાના પ્રને તેમના પરિવારમાં કલેશ થયો. પરિણામે બ આચાર્યોના શ્રાવક પણ બે ભાગમાં વિભક્ત થઈ ગયા. સમદ્ર શ્રાવક વીરચંદ્રસૂરિને પિતાને સ્થાને લઈ ગયો. આચાય ત્યાં જ ચાતુર્માસ રહ્યા. તેમનું બહુમાન કરવા સમયે છત્ર, ચામરયુક્ત રૂપાન સુખપાલ તેમને ભેટ ધર્યો. દષ્ટિરાગથી આચાર્યે તે ભેટ સ્વીકારી. શ્રાવકે વચ્ચેની સ્પર્ધાથી ત્યાંના સામંત નામના ધનવાન શ્રાવકે સોમપ્રભસૂરિને પણ સુવર્ણ મુખપાલ ભેટ ધર્યો. આમ બને આચાર્યો સુખપાલમાં આડંબરપૂર્વક વિહરવા લાગ્યા ! એમની અસર શિવ પરિવાર ઉપર પણ પડી. પછી તે આહાર આદિની ગષણા કર્યા વિના તેઓ શિથિલાચારને પ્રાપ્ત થયા. નિઃશંક રીતે આ બધું ચિત્યવારસીઓના જીવનવ્યવહારની અસરનું જ પ્રત્યક્ષ ફળ હતું. એવી જ રીતે અન્ય સુવિહિત ગોમાં પણ ચિત્યવાસીઓના કેટલાક શિથિલાચાર પ્રવિષ્ટ થઈ વૃદ્ધિગત થતા જતા હતા.
૧૦૩. ચૈત્યવાસીઓ સર્વ તીર્થને માનતા હતા, પરંતુ તેઓની આચાર સંબંધી માન્યતાઓ મુખ્યતે નિગમોને આધારે હતી. એમ છતાં તેઓ આગમોની ઉત્થાપના કરતા નહોતા. યુગવિધિ વગેરેની માન્યતાઓની પ્રણાલિકા ચયવાસીઓમાં હતી. સાધુઓ અને સાધ્વીઓ અંગેની માન્યતા પણ તેઓ સ્વીકારતા હતા. ત્યવાસીઓની માન્યતા પ્રમાણે ગૃહસ્થગુરુ તરીકે જૈન બ્રાહ્મણો ગૃહસ્થના ધાર્મિક સંસ્કારો કરાવતા હતા. આ રીતે એમના મતાનુસાર ગૃહસ્થગુરુ અને ત્યાગીગુરુ એ બે પ્રકારના ગુરુ માનતા હતા. ચૈત્યવાસી યતિઓએ જૈન મંદિરોને મધ્યકાલના બૌદ્ધ વિહાર-મઠના આકાર પ્રકારમાં ફેરવી દીધા હતા. એમના સૂપને પણ બૌદ્ધરતૂપ તરીકે ઓળખાવવામાં પાશ્ચાત્ય વિદ્વાનોએ ભૂલ કરી છે. રાજા-મહારાજાઓ કે સત્તાધારી શ્રાવક–મહાજન તરફથી મંદિરના નિભાવ ખચે જે ગામનાં ગામે આપવામાં આવતાં, તેમની સઘળી વ્યવસ્થા એ ચૈત્યવાસી યુતિવગ કરતો અને જમીનની ઉપજને ઉપભોગ પણ એજ વગ યથેચ્છ કરતો. એમની આ રીતિ કાઈપણ દૃષ્ટિથી અસ્વીકાર્ય હતી. આવી પરિસ્થિતિમાં એવો ભય પણ સેવાઈ રહ્યો હતે. કે ધીરે ધીરે જૈનધર્મ પણ બૌદ્ધધમની જેમ નિર્વાણદશાને શું પ્રાપ્ત થશે? આ ભયને દૂર કરવા એક પ્રબળ સુવિહિત માગે શાસનની દેરવણી લીધી.
૧૦૪. ચૈત્યવાસીઓની બન્ને બાજુઓ આપણે જોઈ ગયા. શતાબ્દીઓ સુધીના અનિયંત્રિત વર્ચસ્વ પછી એમને પ્રભાવ ઓસરી ગયો. પાટણની ગાદી ઉપર રાજ કરતા દુર્લભરાજના સમયમાં એમ બન્યું કે વનરાજના સમયથી પાટણમાં ચૈત્યવાસી મુનિએ જ રહેતા, તેથી ચંદ્રકુલના વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિએ રાજસભામાં જઈ, રાજાના સરસ્વતી ભંડારમાંનું જૈન મુનિઓના આચાર સ્વરૂપ દાખવતું દશવૈકાલિક સૂત્ર મંગાવી ચૈત્યવાસીઓનો આચાર તે શુદ્ધ મુનિઆચાર નથી અને પોતે જે ઉગ્ર અને કઠિન આચાર પાળે છે તેજ શાસ્ત્ર સંમત છે એમ બતાવી આપ્યું, તેથી દુર્લભરાજે તેમને “ખરતર ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com