________________
૪૭૨
અંચલગચ્છ દિદન
અમરચંદ
૨૦૩૮. કલ્યાણસાગરસૂરિ શિ. વા. રયણચંદ શિ. મુનિચંદ શિ. અમરચંદે સં. ૧૭૪૫ ના ભાવ સુદી ૮ ને શુક્ર રાધનપુરમાં ચાતુર્માસ રહીને “ વિદ્યાવિલાસ ચરિત્ર-(૫વાડો) રાસ' ર. ત્રણ ખંડ, ૭૦૧ ગુજર૫ઘની આ ગ્રંથની એક પ્રત પં. દીપસાગર શિ. વિજયસાગર અને મેઘસાગરે સં. ૧૭૮૩ના ભાવ વદિ ૧૨ ને રવિવારે કોઠારામાં રહીને લખી. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૩૭૩–૪. સુરસાગર
૨૦૪૦. સુરસાગર અમરનામ સુરજીએ સં. ૧૭૨૧ પછી “લીલાધર રાસ ગુજરાતીમાં રચ્યો. આ ઐતિહાસિક રાસમાં પરીખ લીલાધર અને તેના સુપુત્રોનાં સંધકાર્યોનું વિશદ્ વર્ણન છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૨૦૬–૯. સુરસાગરે “જાંબવતી ચેપઈ” ૧૪ ગૂર્જર ૫ઘોમાં રચી છે. જિનદાસ
૨૦૪૧. કવિ જિનદાસે સં. ૧૭૧૮ના માગશરની ૬ ને શુકે, ૧૪ ગૂર્જર પઘોમાં વ્યાપારી રાસ' રો. તેમણે “ગી રાસ', “પુણ્યવિલાસ રાસ', સં. ૧૭૧૧ ના આ સુદી રના દિને ગિરનારની યાત્રા કરી નેમિનાથ સ્તવન” તથા અનેક પ્રકીર્ણ પદો, સ્તુતિઓ, લાવણીઓ વિગેરે રચાં. ભીમસી માણેકે એમની ઘણી કૃતિઓ પ્રકાશિત કરી છે. અજ્ઞાત શિ
૨૦૪૨. અમરસાગરસૂરિના સમયમાં અજ્ઞાત કર્તા પ્રતો ઉપલબ્ધ છે. સં. ૧૭૧૮ માં લેવડીમાં જિનરાજરિ કૃત “શાલિભદ્ર રાસ (સં. ૧૬૭૮)ની પ્રત, સં. ૧૭૨૨ ના કાર્તિક સુદી ૮ ને રવિવારે સુરતમાં દયાસાગર ત મદનકુમાર રાસ ( સં. ૧૬૯૯ )ની પ્રત લખાઈ ડૉ. કલાટ નોંધે છે કે અમર સાગરસૂરિના રાજ્યમાં “ઉપદેશ ચિન્તામણિ'ની પ્રત સં. ૧૭૩૯ માં લખાઈ જુઓ-ડૉ. ભાંડારકરને સને ૧૮૮૩-૪નો રિપોર્ટ, પૃ. ૪૪૩. રામઈયા-પસાઈયા
૨૪૩. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય નાગડા ગેત્રીય એ બન્ને બાંધવો નલિયામાં થઈ ગયા, જેમની ગુરુભક્તિની વાતે ખૂબ જ સંભળાય છે. પસાઈ મોટો અને રામ ના. એમના પિતાનું નામ મેરગ હતું. રામઈ દેવ-ગુરુને પરમ ઉપાસક હતો.
૨૦૪૪. કચ્છમાં બે વર્ષને દુષ્કાળ પહેલે. સુકાળ આવતાં રામાયાએ ગુરુને વાવણીનું મુર્ત પૂછયું. ગુરુએ કહ્યું-“હજી વાર છે. તેને બોલાવીને મૂહર્તા કહીશ.” આ વાતને વણે સમય થ. બધે વાવણુઓ થઈ, ભરપૂર મોલ , કાપણું પણ થઈ પરંતુ ગુએ મુહૂર્ત વિશે કશું ન કહ્યું. એક વખત તેને બોલાવી મુએ પૂછ્યું-“બધે ખળા થાય છે, તું કેમ કરતે નથી?” ગુરુવચન પર શ્રદ્ધા રાખી વાવણ વિના ખળું તૈયાર કર્યું. બધા પેટ ભરીને હસ્યા ! પરંતુ હળ હાંકતાં ખેતરમાંથી સોનામહોરો ભરેલા ચરુ નીકળ્યા. બધી મહોર ખળામાં લાવવામાં આવી. રામજીયાની આસ્થા અને ગુરુભક્તિ નિહાળી ગામધણી પ્રસન્ન થયો. રામઈયાએ બધી મહોરે ગામધણીને સમર્પણ કરી દીધી, પણ તેણે લીધી નહીં. અંતે રામઈયાએ કુંવરને સુખડી તરીકે એક પાલી સેનામહેરે આપવી અને ગામધણીએ સ્વીકારવી એવો સૌએ તોડ કર્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com