SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અમરસાગરસૂરિ ૪૭ * ૨૦૫. ગુના ઉપદેશથી રામદયાએ કચ્છમાંથી સાધર્મિક બંધુઓને નેતરી સૌને મિષ્ટાન્ન ભજન જમાડવું, એક ઘૂતને કળશિયો પ્રભાવના તરીકે આપી પ્રાપ્ત થયેલી સંપત્તિને સદુપયોગ કર્યો. ભદ્રેશ્વરને એણે તીર્થસંધ પણ કાલે. એણે આપેલી વૃતલહાણ વિશે કહેવાય છે કે સૌ પ્રથમ ખાલી કળશિયાની લહાણ કરેલી, જે ભૂજના ગૂર્જરને ભૂખ લાગી. આથી રામદયાએ કળશિયાને ઘીથી ભરીને તેની લહાણું કરી. કેટલાક એવું માને છે કે તેમાં સોનામહોર પણ નાખવામાં આવેલી ! આ લહાણ હાલાર તેમજ ઠે. રાધનપુર સુધી પહોંચેલી. ૨૦૪૬. રામદયા-પસાઈઆને જે અજોરમાંથી બહાર મળી તે અજોર છાદરાના નાકાની લગોલગ પટેલના અજોર તરીકે ઓળખાતું, જેને ભગવટો તેના વંશજોએ કર્યો. એમના નામોલ્લેખવાળો ચોપડો પણ એમના વંશજોએ જાળવી રાખ્યો છે. સં. ૧૬૯૫ નો ચેપડો પસાદવાના નામનો છે. તેમાં મેર સુત પસાઈથી અને મેરણ સુત રામકથા એમ લખેલ છે. પસાઈયાને ધના અને ભારા એમ બે પુત્રો થયા. રામદયાને ખીમણુધ અને ખેતિ નામે પુત્રો થયા. સં. ૧૭૫૭ માં ચૈત્ર સુધી રામદયાની વિદ્યમાનતાના ઉલ્લેખ મળે છે. શેઠ નરશી નાથાના લેકામાં એ બન્ને ગુરુભક્ત બાંધો વિશે ગૌરવભર્યો ઉલ્લેખ છે. લેકે હજી તે ભાવથી ગાય છે અને એમની ભક્તિના ભાવ હૃદયે ધરે છે. શ્રેષ્ઠી જગqશાહ - ૨૦૪૭. લાલનગોત્રીય વર્ધમાનશાહના ચોથા પુત્ર જગહૂ મહા દાનેશ્વરી થયા. અનેક ગ્રંથમાંથી એમની ઉજજવળ કારકિર્દી વિશે જાણી શકાય છે. એમના વડિલ બંધુઓ વીરપાલ, વિજયપાલ અને ભારમલ્લ હતા. એમના પિતા અને માતા વન્નાદેવી તથા નવરંગદે-વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. ૨૦૪૮. વર્ધમાનશાહે જગડના વિવાહમાં ૩૦૦૦ ૦૦ સેનામહોરે ખરચી અને ૪૦૦૦ ઊંટ ચારણોને આપ્યા એ વિશે અનેક કિંવદન્તીઓ છે. શેઠને મુનીમ ગોરને ઉતાવળથી બોલાવવા જતાં ગેરે વક્રોક્તિથી કહ્યું-તારા શેઠ નું દાન દેવાના છે?” આથી ઊંટનું દાન પણ કરવામાં આવ્યું ! ૨૦૪૯. પવસિંહશાહે પણ પોતાના પુત્ર રણમલ્લના વિવાહ પણ એવી જ ધામધૂમથી કર્યા. વર્ધ. માનશાહનાં મૃત્યુ બાદ પદ્મસિંહશાહે કુટુંબકલેશ નિવારવા સૌને જુદા કર્યા. પદ્મસિંહશાહના પુત્રો માંડવી - અને વર્ધમાનશાહના પુત્ર ભૂજમાં વસ્યા. પછી ભદ્રાવતીનો પણ જલ–પ્રલયથી વિનાશ થયો. ૨૦૫૦. પદાવલીમાં ઉલ્લેખ છે કે-ઉદારતા, ધીરતા અને ગંભીરતા આદિ અનેક ગુણોથી શોભતા જગડૂએ ભક્તિથી ઉત્સવપૂર્વક, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા કલ્યાણસાગરસૂરિને ભૂજમાં તેડાવ્યા અને તેમની ઘણી ભક્તિ કરી. ગુએ તેને તેના પિતાને વૃત્તાંત સંભળાવતાં જગડુએ તેમનું ચરિત્ર રચવા પ્રાર્થના કરી. આથી આચાર્યો તેમના પશિબ અમરસાગરસૂરિને ચરિત્ર રચવા આજ્ઞા આપી. સં. ૧૬૯૧ ના શ્રાવણ સુદી ૭ના દિને “વર્ધમાન પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર' સંસ્કૃતમાં રચાયું. ગ્રંથ-પ્રશસ્તિમાં જગડુના ગુણોનું નિમ્નોક્ત વર્ણન છે. ૨૫. “જે આ જગડૂશાહનું વાચકેના સમૂહને ખુશી કરનારું ઔદાર્ય જોઇને દુષ્કાળમાંથી લોકોને ઉગારનારા પૂર્વે થયેલા પ્રસિદ્ધ એવા જગડૂનું અત્યંત પ્રસિદ્ધ નામ પણ જગતના લોકોને સ્મરણમાં આવ્યું નહીં, એવા શ્રીમાન વર્ધમાનશાહના લોકપ્રિય પુત્ર જગશાહ જયવંત વર્તા! ૨૦ પર. “ લાલણ પ્રમુખ સર્વ એશિવાળાને સુખદાયી જગડુશાહને ડાઘાએ, ખરેખર, બીજા કુબેર Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy