SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અમરસાગરસૂરિ પં. મતિકીર્તિના શિ ૨૦૦૪. પં. મતિકીર્તિના શિવે વિમલકીતિજ, લલિતકીતિ, જયકતિએ સં. ૧૭૨૯ના શ્રાવણ વદિ ૨ ને બુધે અજીમપુરમાં હેમરન કૃત “ગોરા બાદલ કથા” અપનામ “પદમણું ચોપાઈ'ની પ્રત લખી. ન્યાયસાગર ૨૦૦૫. વાયસાગરે સં. ૧૭૬૮ ના વૈશાખ સુદી ૩ ને રવિવારે અંજારમાં રહીને “ક૯પસૂત્ર બાલાવબોધ” લખ્યું. સત્યાબ્ધિ ૨૦૦૬. સં. ૧૭૪૨ ના ભાવ વદિ ૯ ને શનિવારે માંડવીમાં રહીને હર્ષવલ્લભ કૃત “ઉપાસક દશાંગ બાલાવબોધ'ની પ્રત સત્યાબ્ધિએ લખી. ધમહર્ષગિણિ ૨૦૦૭. કાલકરામાં રહીને ધર્મહર્ષગણિએ જયરંગ કૃત “અમરસેન–યરસેન પઈ (સં. ૧૭૧૭ )ની પ્રત લખી. ઉપાધ્યાય હષરાજ શિષ્ય ભાગ્યરાજ ૨૦૦૮. ૫. ભુવનરાજ શિ. વા. ધનરાજ શિ. ઉપા. હર્ધરાજ શિ. ભાવ્યરાજે સં. ૧૭ર૭ ના ચૈત્ર સુદી ૬ અને ૭ ને શનિ અને રવિવારે અનુક્રમે “જબૂચરિત્ર” અને “પંચાશિકા ની પ્રતિ લખી. મહિમાસાગર શિષ્ય આનંદવન ૨૦૦૯, સં. ૧૬૭ ના પિષ સુદી ૪ ને બુ. વા. મુક્તિસાગરે પોતાના શિષ્ય મહિમાસાગરના પીનાથે “શકુન લક્ષણ”ની તથા “રાજવલ્લ ની પ્રતો લખી, મહિમાસાગરના શિષ્ય આનંદવને “અંતરિક પાર્શ્વનાથ સ્તુતિ છંદ' તથા કેટલાંક સ્તવને રચ્યાં. જુઓ “પંચપ્રતિક્રમણ સુત્રાણિ” સં. સેમચંદ ધારસી, પૃ. ૪૦૬, ઉપાધ્યાય મેઘસાગર અને વૃદ્ધિસાગરજી ૨૦૧૦. મહે. રત્નસાગજીના શિષ્ય ઉપાધ્યાય મેઘસાગરજી, તેમના ઉપાધ્યાય વૃદ્ધિસાગરજી થયા. સં. ૧૬૭૦ માં સાધ્વી વિમલશ્રોએ મારવાડના વાવેતર ગામમાં ચાતુર્માસ રહીને એમની ગÉલી રચા, જે પરથી એમનાં જીવન વિશે જાણી શકાય છે. જુઓ મોટી પદાવલી', પ્ર. સેમચંદ ધારશી, પૃ. ૩૯૪. ૨૦૧૧. પ્રભાસપાટણના પ્રાાટ જ્ઞાતીય કુટુંબમાં સં. ૧૬પ૩ ના કાતિક સુદી ૨ના દિને મેઘસાગર જનમ્યા, સં. ૧૬૬૬ ના ફાગણ સુદી ૩ ના દિને રત્નસાગરજી પાસે સંજમ ભાર ગ્રહણ કર્યો. સં. ૧૬૭૦ ના મહા સુદી ૪ ના દિને વાલોતરમાં એમને ઉપાધ્યાયપકે વિભૂષિત કરવામાં આવ્યા. તે અવસરે લુણઆગોત્રીય શ્રેષ્ઠી સૂરજમલે ૭૦૦ દામ ખરચી ઉત્સવ કર્યો. મેઘસાગરજી મધુર વ્યાખ્યાન વાણીથી ગચ્છને મહિમા વિસ્તારતા હતા. ૨૦૧૨. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મેઘજીએ સં. ૧૪૫૩ માં પ્રભાસપાટણમાં કલ્યાણસાગરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમને રત્નસાગરજીના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા એવું વિધાન છે, જે સંશોધનીય છે. વસ્તુતઃ તેઓ એ વર્ષે જમ્યા હતા. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy